Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તલગાજરડા, ગુજરાત | 20મી જુલાઈ 2026 | અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ધટનામાં મ્રુત્યુ પામેલા લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. હાલમાં પૂજ્ય મોરારિબાપુની રામકથા કેન્યાના કેરિચો ખાતે ચાલી રહી છે અને તે દરમિયાન અમદાવાદમાં થયેલ આગ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને પૂજ્ય બાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

તારીખ ૧૮/૭ ને દીવસે મહુવા નેશનલ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું તેના પરિવારને પણ ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

બીજી એક દુઃખદ ઘટના યુગાન્ડામાં બની હતી. પૂર્વ યુગાન્ડાના કાપચોરવા જીલ્લામાં આવેલ પ્રખ્યાત સીપી ધોધ જોવા શાળાનાં માસુમ બાળકો ગયાં હતાં ત્યારે તેમની બસનો ભિષણ અકસ્માત થયો હતો અને તેમાં ૨૦ બાળકો સહિત ૨૧ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય બાપુએ આ ધટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના સ્થાનિક શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં પહોંચાડવામાં આવશે. ત્રણેય દુર્ઘટનામાં મ્રુત્યુ પામેલા લોકોના નિર્વાણ માટે પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

ગુલાબી સાડી ગાયક સંજુ રાઠોડનું નવું ગીત “શેકી” રિલીઝ – બિગ બોસ ફેમ ઈશા માલવિયા સાથે જોવા મળી અદ્ભુત કેમેસ્ટ્રી

viratgujarat

કોકા-કોલા અને ગૂગલ દ્વારા જેમિની અનુભવ સાથે કોક-બ્રેકની પુનઃકલ્પના કરે છે

viratgujarat

સેમસંગ દ્વારા હોમ એપ્લાયન્સીસ માટે વિશેષ વિસ્તારિત વોરન્ટી, જે સેમસંગ કેર+ સાથે ગ્રાહકોને મનની શાંતિ આપે છે

viratgujarat

Leave a Comment