Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેવમોરે વર્લ્ડ આઇસક્રીમ ડે ઉપર સ્વિટ સરપ્રાઇઝ સાથે ‘ધ હેપ્પીએસ્ટ સંડે’ની ઉજવણી કરી

બ્રાન્ડે 19 જુલાઇના રવિવારના રોજ હેવફન પાર્લર્સ ઉપર (બપોરે 12થી સાંજે 5 વાગ્યા) રૂ. 19માં આઇસક્રીમની જાહેરાત કરી

અમદાવાદ, ગુજરાત | ૧૯ જુલાઈ ૨૦૨૬ |  હેવમોર આ વર્લ્ડ આઇસક્રીમ ડે ઉપર ગ્રાહકોને ‘ધ હેપ્પીએસ્ટ સંડે’ની ઉજવણી કરવા આમંત્રિત કરી રહ્યું છે. આ પહેલ લોકોને થોભાઇને, ભેગા થવા અને આનંદસભર યાદો માટે પ્રોત્સાહિત કરે છે, જે સૌથી મહત્વપૂર્ણ છે. હેવમોરનું માનવું છે કે ખૂબજ સામાન્ય ક્ષણો ઘણીવાર સૌથી પ્રિય યાદો બની જાય છે ત્યારે આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય વર્લ્ડ આઇસક્રીમ ડેને ભેગા મળીને ખુશીઓની વાર્ષિક ઉજવણી બનાવવાનો છે.

આ પ્રસંગે અમદાવાદમાં ગ્રાહકો રવિવાર, 19 જુલાઇના રોજ હેવફન – હેવમોર પાર્લર્સ ઉપર બપોરે 12થી સાંજે 5 વાગ્યા દરમિયાન માત્ર રૂ. 19માં પસંદગીના હેવમોર આઇસક્રીમના 150 મીલી સ્કૂપની મજા માણી શકે છે. રૂ. 19ની કિંમત ઇરાદાપૂર્વક આ તારીખને યાદગાર બનાવવા માટે નક્કી કરાઇ છે, જેથી વર્લ્ડ આઇસક્રીમ ડે સાથે યાદગાર કનેક્ટ બનાવી શકાય અને વધુ ગ્રાહકોને ઉજવણીમાં સામેલ કરવા આમંત્રિત કરી શકાય.

આ આમંત્રણ એકદમ સરળ છેઃ તમારા નજીકના હેવફન પાર્લરની મુલાકાત લો, તમારા પસંદગીના ફ્લેવર સાથે પરિવાર અને મિત્રો સાથે હેપ્પીએસ્ટ સંડેની ઉજવણી કરો.

હેવમોર આઇસક્રીમના વાઇસ પ્રેસિડેન્ટ – માર્કેટિંગ (સીએમઓ), રિષભ વર્માએ જણાવ્યું હતું કે, “હેવમોર ખાતે અમારું માનવું છે કે આઇસક્રીમ માત્ર આનંદ જ નહીં, પરંતુ લોકોને એકસાથે આવવા અને યાદગાર ક્ષણોની ઉજવણી કરવાનું માધ્યમ પણ છે. ધ હેપ્પીએસ્ટ સંડે સાથે અમારો ઉદ્દેશ્ય વર્લ્ડ આઇસક્રીમ ડેને એવી ઉજવણી કરવાનો છે કે જેની ગ્રાહકો દરવર્ષે આતુરતાથી રાહ જૂએ. 19 તારીખ અને રૂ. 19ની ઓફર આ ખુશીઓના પ્રસંગનો હિસ્સો બનવા વધુ લોકોને આમંત્રિત કરવાની એક સરળ અને યાદગાર રીત છે.

ગ્રાહકોની આઇસક્રીમની અપેક્ષાઓમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આજે, લોકો ગ્રેટ ટેસ્ટથી આગળ વધીને રસપ્રદ ફ્લેવર્સ, બેજોડ એક્સપિરિયન્સ અને એવી બ્રાન્ડ ઇચ્છી રહ્યાં છે કે જે તેમને સતત સરપ્રાઇઝ આપે. તે સ્ટ્રીટ-ઇન્સપાયર્ડ ફેવરિટ ગુઆવા ચિલી હોય કે પછી બેલ્જિયન ચોકલેટ રેન્જનું રસપ્રદ ક્રિએશન હોય, અથવા લોટ્ટે 4ડી ક્રંચ અને સુબક બાર્સ જેવાં ઇનોવેશન હોય, અમારો પ્રયાસ અર્થસભર ઇનોવેશન દ્વારા આઇસક્રીમ એક્સપિરિયન્સને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે.”

ક્લાસિકથી લઇને વિશ્વભરમાં લોકપ્રિય ફ્લેવર્સ અને મજેદાર નવા ફોર્મેટ્સ સાથે હેવમોર ગ્રાહકોના બદલાતા ટેસ્ટ સાથે આઇસક્રીમના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે. જોકે, એક ખાતરી હંમેશાથી રહેશેઃ દરેક સ્કૂપ સાથે મજેદાર ક્ષણો.

== સમાપ્ત ==

Related posts

ગુજરાતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રને મળી સ્પેશિયલ રેલ-ટુ-પોર્ટ કોલ્ડ ચેઈન કોરિડોરની ભેટ

viratgujarat

અમદાવાદના સૌથી ‘મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ’ તરીકે ઓળખાતા ‘બસેરાના ગરબા’ આયોજકો ગુજરાતનાં ખેલૈયાઓને ગરબા ઘુમાવવા સજ્જ

viratgujarat

ઇમામી દ્વારા સ્માર્ટ એન્ડ હેન્ડસમનું અનાવરણ: પુરુષોના ગ્રૂમિંગના ભવિષ્ય માટે બોલ્ડ નવી ઓળખ

viratgujarat

Leave a Comment