Virat Gujarat
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોલ્સ-રોયસ દ્વારા એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે ભારતના સ્વદેશી યુદ્ધ એન્જિનના વિકાસ અને ભાગીદારી માટે વ્યૂહાત્મક ઈરાદાની જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ) અને રોલ્સ-રોયસે(LSE: RR., ADR: RYCEY)ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)પ્રોગ્રામ માટે સાર્વભૌમ સ્વદેશી યુદ્ધ એન્જિનની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે ભાગીદારી સાધવા અને ક્ષમતાઓ પ્રદાન કરવાના પોતાના વ્યૂહાત્મક ઈરાદાની આજે જાહેરાત કરી છે.

 

આ ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ અને રોલ્સ-રોયસ એક સમર્પિત એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સની રચનાની તકો શોધશે જે ભારતમાં પાવર અને પ્રોપલ્શન ટેક્નોલોજી માટે ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનશે.

 

આ ભાગીદારી વિશ્વની અગ્રણી ટેક્નોલોજી અને ઔદ્યોગિક અમલીકરણ ક્ષમતાઓને એક મંચપર લાવીને ભારતમાં AMCA એન્જિનના સંયુક્ત વિકાસ માટે એક આકર્ષક તક પૂરી પાડશે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના ફાઇટર જેટ પ્રોગ્રામને વેગવાન બનાવવા સ્વદેશી એન્જિન પૂરું પાડવાની રક્ષણાત્મક ઇકોસિસ્ટમ માટે નક્કી કરાયેલા વિઝનને સાકાર કરવાની દિશામાં આ મોટું કદમ છે.

 

શ્રી અનંત અંબાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નિવેદન:“ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે અત્યાધુનિક ટેક્નોલોજીઓમાં સાર્વભૌમ ક્ષમતા અનિવાર્ય છે. અમારો ઇરાદો રોલ્સ-રોયસ સાથે મળીને અદ્યતન પ્રોપલ્શનમાં તેમની વિશ્વ-અગ્રણી કુશળતાને ભારતમાં સ્વદેશી એરો-એન્જિન ઇકોસિસ્ટમ બનાવવા માટે રિલાયન્સની ટેક્નોલોજી, ઉત્પાદન, સ્કેલ અને અમલીકરણ ક્ષમતાઓ સાથે જોડવાનો છે. અમારો હેતુ સાથે મળીનેએક એવી સ્થાયી રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાનો છે જે ભારતને આત્મનિર્ભર બનાવી શકે અને સમય જતાં, અદ્યતન પ્રોપલ્શન ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર વિકસિત ભારત‘ના વિઝનમાં અમારું આ યોગદાન છે.”

 

તુફાન એર્ગિનબિલિચ, સીઈઓ, રોલ્સ-રોયસ પીએલસીનું નિવેદન:“હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે હાથ મિલાવવા સાંપડેલી આ તકનું સ્વાગત કરું છું, જે અદ્યતન એન્જિનિયરિંગમાં અમારી એક સદીની વારસાગત અને પૂરવાર થયેલા એન્જિન કૌશલ્યને ભારતીય ઉદ્યોગમાં તેમના સ્વદેશી નેતૃત્વ સાથે જોડે છે. ભારતમાં અમારી અસ્તિત્વ ધરાવતી ભાગીદારી અને ક્ષમતાઓ સાથે મળીને, આ દેશમાં એક મજબૂત, આત્મનિર્ભર એરોસ્પેસ ઇકોસિસ્ટમ બનાવવા તરફ એક મોટો સીમાચિહ્ન સાબિત થાય છે.”

 

એન્જિન નિર્માણમાં રોલ્સ-રોયસના વૈશ્વિક નેતૃત્વને રિલાયન્સની સ્થાપિત ઔદ્યોગિક તાકાત સાથે જોડીને, એરો ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન, પરીક્ષણ, પ્રોડક્શન અને જીવનપર્યંત સમર્થન (થ્રુ-લાઈફ સપોર્ટ) સમગ્ર પ્રક્રિયામાં સાર્વભૌમ, એન્ડ-ટુ-એન્ડ ભારતીય ક્ષમતાનું નિર્માણ કરશે. આ સંરક્ષણ, નાગરિક એરોસ્પેસ અને નવા પાવર અને પ્રોપલ્શન સિસ્ટમ્સમાં વ્યાપક સહયોગને શોધવાની તકોનું પણ નિર્માણ કરે છે.

 

આ જોડાણ ટેક્નોલોજીના સ્વદેશીકરણ માટે ભારતના ‘આત્મનિર્ભર ભારત’નાવિઝનને ટેકો આપશે અને દેશને અદ્યતન પ્રોપલ્શન ક્ષમતાઓમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.

Related posts

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના Q3/9Mના મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી

viratgujarat

Ai+ Smartphone નોવા 2 5G અને નોવા 2 અલ્ટ્રા 5G ના વેચાણની પુનઃ શરૂઆતની જાહેરાત કરે છે — 1 મે, બપોરે 12 વાગ્યે વેચાણ

viratgujarat

એમેઝોન બિઝનેસે 2025માં ભારતીય વ્યવસાયો માટે ₹2,000 કરોડથી વધુ રકમ અનલોક કરી

viratgujarat

Leave a Comment