Virat Gujarat
બિઝનેસ

સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજી લિમિટેડે પોતાની નવી કોર્પોરેટ ઓળખની જાહેરાત કરી

ભારત, ફેબ્રુઆરી, 2026:સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજી લિમિટેડ (પૂર્વમાં સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ ટેક્નોલોજી લિમિટેડ) એ આજે તેની નવી કોર્પોરેટ ઓળખ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે કંપનીના અગાઉના નામ બદલ્યા પછી તેના બ્રાન્ડ વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન રૂપે  સાબિત થઈ રહ્યો છે.

કંપનીએ અગાઉ સ્ટોક એક્સચેન્જને Standard Glass Lining Technology Limitedમાંથી Standard Engineering Technology Limitedમાં નામ બદલવાની માહિતી આપી હતી. નવી કોર્પોરેટ ઓળખનું લોન્ચ આ પરિવર્તનનું દૃશ્યરૂપ પ્રતિબિંબ છે અને કંપનીની વધતી વ્યાપકતા, વિસ્તાર અને વ્યૂહાત્મક દિશા સાથે તેની બ્રાન્ડ ઓળખને સુસંગત બનાવે છે.

સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજી લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કંદુલા નાગેશ્વર રાવે જણાવ્યું કે “આ પરિવર્તનનો અર્થ કંપની ગ્લાસ લાઇનિંગ વ્યવસાયથી કોઈપણ રીતે વિમુખ થવાની નથી. ગ્લાસ લાઇનિંગ કંપનીના મૂળ સ્વભાવ (DNA) નો મુખ્ય ભાગ છે અને તે તેના સૌથી ઝડપી વૃદ્ધિ પામતા અને વધુ નફાકારક ક્ષેત્રોમાંનું એક છે. નવી બ્રાન્ડ ઓળખ કંપનીના ઉચ્ચ-સુક્ષ્મતા આધારિત, સંકલિત એન્જિનિયરિંગ પ્લેટફોર્મ તરફના પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, જે કલ્પનાથી લઈને કમિશનિંગ સુધી એક જ જવાબદારી હેઠળ જટિલ, બહુ-વિભાગીય પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની ક્ષમતા દર્શાવે છે.”

નવી ઓળખ નીચેના મુદ્દાઓને રેખાંકિત કરે છે:

-કંપનીની વિસ્તરેલી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ

-તેની મજબૂત ટર્નકી અને એન્ડ-ટુ-એન્ડ અમલીકરણ ક્ષમતાઓ

-તેની વધતી વૈશ્વિક હાજરી અને મહત્ત્વાકાંક્ષા

-માત્ર સાધન સપ્લાયર તરીકે નહીં, પરંતુ ગ્રાહકો માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકેની તેની સ્થિતિ

મેનેજમેન્ટ દ્વારા જણાવાયું કે આ પરિવર્તન વિચારીને, શિસ્તબદ્ધ અને ગ્રાહકને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું છે, જે કંપનીની લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત છે. ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને સંબંધિત પ્રોસેસ ઉદ્યોગોને સેવા આપવા માટે એક સ્કેલેબલ અને ઉચ્ચ-ગુણવત્તાવાળું એન્જિનિયરિંગ પ્લેટફોર્મ વિકસાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કંપની તેના મુખ્ય ગ્લાસ લાઇનિંગ વ્યવસાયને વધુ મજબૂત બનાવતી રહેશે અને સાથે સાથે તેના વ્યાપક એન્જિનિયરિંગ અને સંકલિત સોલ્યુશન્સ પોર્ટફોલિયોમાં વૃદ્ધિને વેગ આપશે.

Related posts

ભારતમાં 84 ટકા પ્રોફેશનલ્સ 2026 માં નોકરી શોધવા માટે તૈયાર નથી: લિંક્ડઇન

viratgujarat

એમેઝોન ફ્રેશ હવે ભારતના નાના નગરોમાં ગુણવત્તાયુક્ત કરિયાણું પહોંચાડશે, 170+ શહેરોમાં સેવા પૂરી પાડશે

viratgujarat

બાર્સા એકેડેમી છ પાનખર શિબિરો સાથે ભારત પરત ફરે છે — એફસી બાર્સેલોનાના ખેલાડીની જેમ તાલીમ લેવાની જીવનમાં એક વાર મળેલી તક

viratgujarat

Leave a Comment