Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં એઆઈ અને આઈપીઆર પર માર્કપેટન્ટ.org દ્વારા બૌદ્ધિક સંપદા પર 19મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો.

સર્જનાત્મક અધિકારોના સંરક્ષણ માટે વૈશ્વિક નિષ્ણાતોની ચર્ચા
અમદાવાદમાં ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (આઈપીઆર) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વચ્ચેના જટિલ સંબંધોને લઈ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું, જેમાં વિશ્વભરના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ સંમેલનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રાજેશ આચાર્ય અને ટ્રસ્ટી ઓમકાર આચાર્ય છે.

સંમેલનમાં આયોજકો એ જણાવ્યું કે એઆઈ મોડલ્સને વિશ્વભરની પુસ્તકો, લેખો અને જ્ઞાન પર ટ્રેન કરવામાં આવે છે, જેના કારણે એઆઈ નવી અને મૂળ કૃતીઓ જેવી રચનાઓ સર્જે છે. પરિણામે, મૂળ સર્જકોને યોગ્ય લાભ મળતો નથી અને તેમના અધિકારો પર અસર થાય છે.

વિશેષજ્ઞોએ જણાવ્યું હતું, “જો ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું યોગ્ય રીતે સંરક્ષણ નહીં થાય તો માનવ સર્જનાત્મકતા ઘટશે અને સાંસ્કૃતિક હ્રાસ થશે.” સંમેલનનું મુખ્ય ઉદ્દેશ આ મહત્વના વિષય પર જાગૃતિ ફેલાવવાનો અને શક્ય ઉકેલો શોધવાનો છે.

આ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કર્યા હતા. સંમેલનમાં એઆઈ દ્વારા સર્જાતા નવા પ્રશ્નો અને તેના હલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ટ્રસ્ટી ઓમકાર આચાર્યએ જણાવ્યું હતું કે, “આવા સંમેલનો દ્વારા વૈશ્વિક સ્તરે જાગૃતિ વધે છે અને સર્જનાત્મક અધિકારોની રક્ષા માટે નીતિગત ચર્ચા શક્ય બને છે.”

Related posts

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે

viratgujarat

સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો

viratgujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લીધી

viratgujarat

Leave a Comment