Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટ્રાઈડેન્ટ ગ્રુપ દ્વારા ‘વિકસિત ભારત મિશન’ અંતર્ગત અખિલ ભારતીય સ્તરે ભરતી અભિયાનનો પ્રારંભ

રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્ય સાથે 3,000 થી વધુ ‘કર્મયોગીઓ’ની નિમણૂક કરવામાં આવશે

રાષ્ટ્રીય | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — ટ્રાઈડેન્ટ ગ્રુપની મુખ્ય કંપની અને ભારતની અગ્રણી બિઝનેસ ગ્રુપ પૈકીની એક એવી ટ્રાઈડેન્ટ લિમિટેડ દ્વારા તેના મેન્યુફેક્ચરિંગ એકમોમાં 3,000 થી વધુ કર્મયોગીઓની નિમણૂક કરવા માટે એક વ્યાપક ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ કાપડ ઉત્પાદન (ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને મજબૂત કરવા અને રોજગાર નિર્માણ વધારવાના રાષ્ટ્રીય એજન્ડાને અનુરૂપ હાથ ધરવામાં આવી રહી છે.

ટ્રાઈડેન્ટ ગ્રુપના ગ્રુપ CHRO પૂજા બી. લુથરાએ આ જાહેરાત અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “ટ્રાઈડેન્ટમાં અમે દૃઢપણે માનીએ છીએ કે પ્રતિભા એ ભારતના ઉત્પાદન ક્ષેત્રના પરિવર્તનનો પાયો છે. આ મોટા પાયાની ભરતી પહેલ દ્વારા, અમે રાષ્ટ્રીય વિઝનને સમર્થન આપવાની સાથે અમારા કાર્યબળને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. વ્યવસાયિક વિસ્તરણ ઉપરાંત, અમારું ધ્યાન લાંબા ગાળાની કારકિર્દી ઘડવા, સમુદાયોને સશક્ત બનાવવા અને વૈશ્વિક ઉત્પાદન નેતૃત્વ તરફની ભારતની સફરમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પર છે.”

ટ્રાઇડન્ટ ગ્રુપે વિવિધ કૌશલ્ય સ્તર અને અનુભવને માન્યતા આપવા માટે સુવ્યવસ્થિત વેતન માળખું (Compensation Framework) અમલમાં મૂક્યું છે. જેમાં 2-3 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોને દર મહિને  રૂ. 25,000નું વેતન આપવામાં આવશે. ત્રણથી અને પાંચ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને દર મહિને રૂ. 36,000 આપવામાં આવશે. જ્યારે પાંચથી સાત વર્ષ સુધીની ઉચ્ચ કક્ષાની નિષ્ણાતી ધરાવતા ઉમેદવારોને દર મહિને રૂ.50,000નું વેતન આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પગાર ઉપરાંત, કર્મચારીઓને પર્ફોર્મન્સ-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ, લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ,નિઃશુલ્ક હોસ્ટેલ સુવિધા,સબસિડીયુક્ત ભોજન, સ્પોર્ટ્સ અને જીમ જેવી સુવિધાઓ તેમજતબીબી સહાય, પ્રોવિડન્ટ ફંડ (PF) અને ESI કવરેજ જેવી સુવિધાઓનો લાભ મળશે. આ પહેલ દ્વારા ટ્રાઇડન્ટ તેની વિકાસ વ્યૂહરચનાના મુખ્ય તત્વ તરીકે માનવ મૂડીમાં સતત રોકાણ કરી રહી છે. ગ્રુપ સર્વસમાવેશક પ્રગતિને પ્રોત્સાહન આપવા, પોતાની ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવામાં અને પોતાના કર્મચારીઓ માટે લાંબા ગાળાની આર્થિક સુરક્ષા તેમજ કારકિર્દી વિકાસની તકો સર્જવામાં પ્રતિબદ્ધ છે.

Related posts

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 એ 276 કરોડ ગ્રાહકોની મુલાકાત સાથે બધા રેકોર્ડ તોડ્યા

viratgujarat

ઉડોન નૂડલ્સ અને શ્રીખંડ પ્રત્યે શહેરના પ્રેમથી લઈને 3 મિનિટથી ઓછા સમયમાં iPhone 17 ડિલિવરી: 2025 માં અમદાવાદ ઇન્સ્ટામાર્ટ કેવું હશે

viratgujarat

હાઉસ ઓફ વેડિંગ: સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી

viratgujarat

Leave a Comment