Virat Gujarat
આઈપીઓ

એસએસ રિટેલ લિમિટેડનો આઈપીઓ બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

અમદાવાદ, 11 સપ્ટેમ્બર, 2026: એસએસ રિટેલ લિમિટેડે (‘Company’ or ‘SS Retail’) તેના ઇક્વિટી શેરના આઈપીઓની જાહેરાત કરી હતી. ઓફરની વિગતો આ મુજબ છે: આ ઓફરમાં [.] ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 3,600.00 મિલિયન સુધીની છે. આ ઉપરાંત, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સિદ્ધાર્થ ગુણવંત શાહ, દીપા સિદ્ધાર્થ શાહ, હર્ષલ કિશોર પારેખ અને ભાવિની હર્ષલ પારેખ તેમજ અન્ય શેર વેચનારા હિસ્સેદાર રાખી નરેન્દ્ર ફિરોદિયા દ્વારા [.] ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે, જેની કુલ કિંમત રૂ. 1,400.00 મિલિયન સુધીની છે.

એસએસ રિટેલ મોબાઇલ ફોન, એસેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટેની મલ્ટી-બ્રાન્ડ રિટેલ ચેઇન છે. કંપની હાલમાં 5 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા અને ગુજરાતનો સમાવેશ થાય છે (નાણાંકીય વર્ષ 2027માં કામગીરી શરૂ કરી હતી).

એસએસ રિટેલ મેટ્રો શહેરો, મિની મેટ્રો શહેરો, ટિયર-1 શહેરો, ટિયર-2 શહેરો તથા ટિયર-3 અને તેનાથી આગળના શહેરો સહિત વિવિધ પ્રકારનાં શહેરોમાં અનેક પ્રોડક્ટ કેટેગરીમાં વેપાર કરે છે. જોકે, કંપનીનું મુખ્ય ધ્યાન ટિયર-2 અને ટિયર-3 તથા તેનાથી આગળના શહેરોમાં મોબાઇલ ફોન અને એસેસરીઝના રિટેલ વેચાણ પર રહ્યું છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપની ભારતમાં 503 સ્ટોર ચલાવતી હતી, જેમાંથી 458 સ્ટોર મહારાષ્ટ્રમાં હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ સંખ્યાને કારણે કંપની પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં તેમજ મહારાષ્ટ્રમાં સૌથી મોટી મોબાઇલ ફોન રિટેલ ચેઇન તરીકે સ્થાન ધરાવે છે અને તેના સમકક્ષ સ્પર્ધકોમાં ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મોટી મોબાઇલ રિટેલ ચેઇન છે.

વર્ષો દરમિયાન કંપનીએ પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો છે અને તેના સ્ટોરની સંખ્યા 31 માર્ચ, 2024ના રોજ 109 શહેરોમાં 236 સ્ટોરથી વધીને 31 માર્ચ, 2026ના રોજ 215 શહેરોમાં 503 સ્ટોર થઈ છે. આ સમયગાળા દરમિયાન સ્ટોરની સંખ્યામાં 45.99 ટકાના સીએજીઆરથી વધારો થયો છે. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ વૃદ્ધિને કારણે કંપની દેશની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ રિટેલ ચેઇન્સમાંની એક બની છે. વધુમાં, નોલેજ કંપની રિપોર્ટ મુજબ, કંપનીનો આ વૃદ્ધિ દર તેના સમકક્ષ સ્પર્ધકોમાં માત્ર બીજો સૌથી ઊંચો દર જ નથી, પરંતુ આ જ સમયગાળા દરમિયાન સમકક્ષ કંપનીઓના 19.29 ટકાના સરેરાશ વૃદ્ધિ દર કરતાં આશરે 2.4 ગણો વધારે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીના સ્ટોર કુલ 2,41,365 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2026માં કંપનીનું પ્રતિ ચોરસ ફૂટ વેચાણ રૂ. 1,46,347.03 હતું, જે તેના સમકક્ષ સ્પર્ધકોમાં સૌથી વધુ હતું. આ બાબત કંપનીના વિવિધ પ્રકારના સ્ટોરમાં ઉપલબ્ધ જગ્યાના કાર્યક્ષમ ઉપયોગ અને સ્ટોરની સારી ઉત્પાદકતા દર્શાવે છે.

કંપની મુખ્યત્વે તેની 3 બ્રાન્ડ ‘એસએસ મોબાઇલ’, ‘મોબાઇલ એક્સચેન્જવાલા’ અને ‘ધ મોબાઇલ સ્પેસ’ મારફતે કામગીરી કરે છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન કંપનીએ ઓલિનિયો નેક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ઓલિનિયો)માં 51.04 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. ઓલિનિયો પણ આ જ પ્રકારના વ્યવસાયમાં કાર્યરત છે. 31 માર્ચ, 2026 સુધીમાં ઓલિનિયોના 34 સ્ટોર હતા અને આ તમામ સ્ટોર મહારાષ્ટ્રમાં કાર્યરત હતા. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન કંપનીએ “GIZMORE” બ્રાન્ડ પણ હસ્તગત કરી હતી, જે બીટુબી રિટેલ એસેસરીઝ બ્રાન્ડ છે.

ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે એનએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.

આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 (“SCRR”) સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs” અને આવો હિસ્સો “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો ઇન્શ્યોરન્સ એક્ટ, 1938ની જોગવાઈઓ હેઠળ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલી જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2013ની જોગવાઈઓ હેઠળ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોંધાયેલા પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સમાં માટેની અનામત કેટેગરીમાં કોઈ અંડરસબ્સ્ક્રીપ્શનમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી થઈ શકે છે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (“Net QIB Portion”). આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, ઓફરના મહત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“NIIs”) (Non-Institutional Category) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે), એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઉપરાંત, ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (RIIs) (Retail Category) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે શેર ફાળવવામાં આવશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઓફરના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની પરવાનગી નથી.

Related posts

પ્રણવ કન્સ્ટ્રક્શન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 118/- થી રૂ. 124/- પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ.

viratgujarat

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સનો રૂ. 10.14 કરોડનો IPO 6 જાન્યુઆરીએ ખુલશે

viratgujarat

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 304 થી રૂ. 320 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ

viratgujarat

Leave a Comment