Virat Gujarat
બિઝનેસ

વૈશ્વિક ઓઇલ જગતમાં સાંડેસરા બ્રધર્સની અદભૂત આગેકૂચ

મૂળ ભારતીય ઉદ્યોગપતિ અને ઓઇલ સેક્ટરના દિગ્ગજ ટાઇકૂન નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા (સાંડેસરા બ્રધર્સ) ના નેતૃત્વ હેઠળની અગ્રણી કંપની સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડક્શન કંપની લિમિટેડ (STERLING OIL) એ આંતરરાષ્ટ્રીય ઉર્જા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે.

સાંડેસરા બ્રધર્સના નેતૃત્વમાં સ્ટર્લિંગ ઓઇલ (એપેક્સ ગ્લોબલ) દ્વારા વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોઈપણ બાહ્ય દેવા કે લોન વગર (DEBT-FREE) સંપૂર્ણ પારિવારિક માલિકીથી સંચાલિત આ ભારતીય કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ડંકો વગાડ્યો.

કંપનીની સહાયક કંપની એપેક્સ ગ્લોબલ એનર્જી લિમિટેડ (APEX GLOBAL ENRGY) દ્વારા ઇટાલીની વૈશ્વિક ઉર્જા દિગ્ગજ કંપની ENI ની નાઇજીરિયન પેટાકંપની – એજીપ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સિસ (નાઇજીરિયા) લિમિટેડ (AENR) ના અધિગ્રહણનો સોદો તમામ નિયમનકારી મંજૂરીઓ બાદ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આશરે ૬૦ કરોડ ડોલર (અંદાજે રૂ. ૫,૭૦૦ કરોડ) ના આ વિશાળ સોદાથી વૈશ્વિક સ્તરે ભારતીય ઉદ્યોગ જગતનું માન વધ્યું છે.

આ અધિગ્રહણ સૌથી વિશેષ એટલા માટે છે કારણ કે સ્ટર્લિંગ ઓઇલ એ સંપૂર્ણપણે પરિવારની માલિકીનું અને ૧૦૦% ડેટ ફ્રી (દેવામુક્ત) કંપની છે, જેમાં કોઈ જાહેર શેરધારકો કે બાહ્ય દેવું નથી. પોતાની આંતરિક મજબૂત મૂડી અને નાણાકીય શિસ્તના જોરે કંપનીએ આ વૈશ્વિક સોદો પાર પાડ્યો છે.

* નાઇજીરિયાના ઓઇલ સેક્ટરમાં મજબૂત પકડ: ENI દ્વારા જારી સત્તાવાર નિવેદનમાં સ્ટર્લિંગ ઓઇલને નાઇજીરિયાના ઓનશોર ક્ષેત્રની અત્યંત સક્ષમ અને અગ્રણી ઓપરેટર કંપની તરીકે બિરદાવવામાં આવી છે.

* ભારતનું ગૌરવ: વર્ષ ૨૦૦૬થી નાઇજીરિયામાં ઓઇલ ક્ષેત્રે મજબૂત પગપેસારો કરનાર સાંડેસરા બ્રધર્સે આજે શેલ, એક્સોનમોબિલ અને ટોટલ એનર્જીસ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સની હરોળમાં ઊભા રહીને સાબિત કરી દીધું છે કે ભારતીય ઉદ્યોગપતિઓ વૈશ્વિક સ્તરે કેવી રીતે સિંહફાળો આપી રહ્યા છે.

આ સીમાચિહ્નરૂપ સફળતા સાથે સાંડેસરા બ્રધર્સની સ્ટર્લિંગ ઓઇલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતીય સાહસિકતા અને સ્વતંત્ર આર્થિક વ્યવસ્થાપન વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં અદભૂત પરિવર્તન લાવી શકે છે.

Related posts

જાણીતા એક્ટર સુનીલ શેટ્ટીના હસ્તે થશે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 4.0નું ફ્લેગ ઓફ

viratgujarat

છેલ્લા ઉપાયથી પ્રથમ પસંદગી સુધીઃ ભારતીયોનો વ્યાપક વર્ગ સોનું ગિરવે શા માટે મૂકે છે

viratgujarat

ટાટા મોટર્સ દ્વારા જુલાઈ 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમતમાં વધારો જાહેર

viratgujarat

Leave a Comment