ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી અને એનર્જી સોલ્યુશન્સ કંપની ArMeeઇન્ફોટેક લિમિટેડએ જાહેરાત કરી હતી કે, કંપનીને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) પાસેથી ઇનિશિયલ પબ્લિક ઓપનિંગ (IPO) માટે મંજૂરી મળી ગઈ છે. હવે કંપનીએ ઇશ્યૂમાંથી ₹300 કરોડનું ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ ખંડવાલા સીક્યોરિટીઝ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે તથા રજિસ્ટ્રાર કેમીયો કૉર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે.
જ્યારે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ArMee ઇન્ફોટેક લિમિટેડ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, ICT લેબ ડિપ્લૉયમેન્ટ અને મેનેજ્ડ સર્વિસીસ એમ તમામમાં સંપૂર્ણ ક્ષમતા પ્રદાન કરે છે, ત્યારે IT અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે રિટેલ અનુભવ ઝોનમાં નોંધપાત્ર હાજરી પણ ઊભી કરી રહી છે. આની સાથે સાથે ArMee પોતાના રિન્યૂએબલ એનર્જી વર્ટિકલને ધીમે ધીમે મજબૂત કરી રહી છે, જેમાં સોલર EPC અને PPAs (વીજ ખરીદી સમજૂતીઓ) અંતર્ગત લાંબા ગાળે વીજળીના ઉત્પાદનમાં કેન્દ્રિત વિસ્તરણ સામેલ છે. આ રીતે તે ભારતમાં ઊર્જા પરિવર્તનમાં અર્થપૂર્ણ રીતે સામેલ થવા પોતાને સજ્જ કરી રહી છે.
કંપની એપ્રિલ, 2026 સુધીમાં ₹2,500 કરોડની કુલ આઉટસ્ટેન્ડિંગ ઑર્ડર બુક ધરાવે છે. તેમાં કંપનીના સોલર એનર્જી વર્ટિકલમાંથી ₹1,900 કરોડ તથા IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને IT મેનેજ્ડ સર્વિસીસમાંથી ₹600 કરોડના ઑર્ડર સામેલ છે, જે ઊંચી વૃદ્ધિ ધરાવતાં તમામ ક્ષેત્રોમાં કંપનીની વિવિધતાસભર વ્યાવસાયિક હાજરી દર્શાવે છે.
ArMeeઇન્ફોટેકએ તાજેતરમાં ₹83.69 કરોડનો એક પ્રતિષ્ઠિત વર્ક ઑર્ડરનો સપ્લાય તબક્કો પૂર્ણ કર્યો હતો, જે બિહાર સરકારની બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ (BEPC)એ કંપનીને સમગ્ર શિક્ષા 2025-26 કાર્યક્રમ અંતર્ગત આપ્યો હતો. કંપનીએ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ પાસેથી 15 વર્ષના ગાળા માટે 150MW/ 300 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે એક કોન્ટ્રાક્ટ પણ મેળવ્યો છે.
DRHPમાં જણાવ્યા મુજબ, કંપની IPOમાંથી પ્રાપ્ત કુલ રકમમાંથી ₹155 કરોડનો ઉપયોગ નવા સરકારી/PSU પ્રોજેક્ટ ખરીદી વ્યવસાય વધારવા, ₹60કરોડપોતાની કાર્યકારી મૂડીગત જરૂરિયાતો પૂર્ણ કરવા અને ₹7.5 કરોડ કંપનીની બાકી નીકળતી લૉનની આગોતરી ચુકવણી કે ચુકવણી માટે કરવાનો ઇરાદો ધરાવે છે. ArMee ઇન્ફોટેક લિમિટેડ બાકીની રકમનો ઉપયોગ ઇશ્યૂના ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાની યોજના ધરાવે છે.
વર્ષ 2003માં ArMee ઇન્ફોટેક લિમિટેડની કામગીરીનું નેતૃત્વ એના પ્રમોટર્સ કિર્તીકુમાર ચિમનભાઈ પટેલ અને અમી રિધિશ પટેલ કરે છે, જેમની પાસે ઉદ્યોગમાં કામગીરીનો બહોળો અનુભવ છે. બંને પ્રમોટર કંપનીની શરૂઆતથી તેની સાથે સંકળાયેલા છે અને દરેક પ્રમોટર IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બે દાયકાથી વધારે સમયગાળાનો અનુભવ ધરાવે છે. કંપનીના પ્રમોટર, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રિધિશ કિર્તીભાઈ પટેલ 2012માં કંપનીની કામગીરીમાં જોડાયા હતા. માર્ચ, 2026 સુધી કંપની 1200 કર્મચારીઓ ધરાવતી હતી.
ArMeeઇન્ફોટેક લિમિટેડએ નાણાકીય વર્ષ 2025-26માં કામગીરીમાંથી ₹1,456 કરોડની આવક અને ₹51 કરોડનો ચોખ્ખો નફો (PAT) કર્યો હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં અનુક્રમે ₹1,294 કરોડ અને ₹41 કરોડ હતો.
વધારે વિગત મેળવવા કૃપા કરીને વેબસાઇટ જુઓ: https://armeeinfotech.com/
