Virat Gujarat
બિઝનેસ

ગણેશ હાઉસિંગે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ લૉન્ચ કરી, 1.5 અબજ અમેરિકી ડોલરની ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમથી 70,000થી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી નોકરીઓ અને અમદાવાદની જીસીસી મહત્વાકાંક્ષાઓને વેગ મળશે

ગુજરાતના ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રને નવી દિશા આપનાર ઐતિહાસિક વિકાસરૂપે, ગણેશ હાઉસિંગ લિમિટેડે આજે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ (MMTC) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતના પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ-રેટેડ એસઈઝેડ આઈટી પાર્ક અને અમદાવાદની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ટેક સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ફ્યુચર-રેડી ઇકોનોમિક ઇકોસિસ્ટમ તરીકે કલ્પના કરાયેલા આ પ્રોજેક્ટ દ્વારા 70,000થી વધુ ઉચ્ચ કુશળ નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે, સાથે સાથે તે અમદાવાદને જીસીસી, ટેકનોલોજી કંપનીઓ, ઇનોવેશન આધારિત વ્યવસાયો અને નોલેજ ઇકોનોમી સેક્ટર્સ માટેના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.

 

વૈષ્ણોદેવી સર્કલ ખાતે અમદાવાદ–ગિફ્ટ સિટી–ગાંધીનગર હાઇ-ગ્રોથ કોરિડોરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ને આશરે 65 એકર વિસ્તારમાં ફેલાયેલા વિશાળ “સિટીની અંદર સિટી” તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો કુલ આયોજનબદ્ધ વિકાસ વિસ્તાર આશરે 18 મિલિયન ચોરસ ફૂટનો રહેશે. આ ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમમાં આશરે 10 મિલિયનચોરસ ફૂટના ગ્રેડ-એકોમર્શિયલ અને ટેકનોલોજી ઓફિસ સ્પેસ, આશરે 6 મિલિયનચોરસ ફૂટના પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અને આશરે 2 મિલિયનચોરસ ફૂટ વિસ્તાર રિટેલ, હોસ્પિટાલિટી, સોશિયલ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમર્પિત રહેશે. આ પ્રોજેક્ટ ગણેશ હાઉસિંગ લિમિટેડ દ્વારા વૈશ્વિક સ્તરે જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપર અને ઓપરેટર ટિશમેન સ્પેયર સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે અને આરએસપી આર્કિટેક્ટ્સ સાથે ડિઝાઇન પાર્ટનર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

 

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આશરે 1.3 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં પહેલેથી જ મજબૂત લીઝિંગ ગતિ જોવા મળી છે અને આશરે 8 લાખ ચોરસ ફૂટ વિસ્તાર અગ્રણી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને લીઝ પર આપવામાં આવ્યો છે. આ ડેવલપમેન્ટે ટેકનોલોજી, કન્સલ્ટીંગ, બાયોટેકનોલોજી અને વર્કસ્પેસ ક્ષેત્રની વિવિધ કંપનીઓને આકર્ષી છે, જેમાં આઈબીએમ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, Searce (સિંગાપોર સ્થિત ગ્લોબલ ટેકનોલોજી અને ક્લાઉડ કન્સલ્ટીંગ કંપની), વાલટેક (જર્મનીની ગ્લોબલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની), Withum (અમેરિકા સ્થિત ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ, ટેક્સ અને એડવાઇઝરી કંપની), કેશિવ બાયોસાયન્સિસ (ગ્લોબલ બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર કેન્દ્રિત કંપની), દેવએક્સ (પ્રીમિયમ મેનેજ્ડ ઓફિસ અને કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઇડર) અને APSER Life Science (આંતરરાષ્ટ્રીય સ્તરની લાઇફ સાયન્સ અને હેલ્થકેર કેન્દ્રિત કંપની) જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ડેવલપમેન્ટથી અમદાવાદ ઉભરતા કોમર્શિયલ, ટેકનોલોજી અને ઇનોવેશન હબ તરીકે ઉભરી રહ્યું હોવાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

 

આ લોન્ચ પ્રસંગે એઆઈસીટીઈ દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલા GREMI City Campus (Ganesh Real Estate Management Institute)નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ સાથે GREMI City Campus નું એકસાથે ઉદ્ઘાટન ગણેશ હાઉસિંગના વ્યાપક વિઝનને દર્શાવે છે, જેમાં અમદાવાદ–ગાંધીનગર ગ્રોથ કોરિડોરમાં રોજગારી સર્જન, ઇનોવેશન, ઉદ્યોગ સહકાર અને ભવિષ્ય માટેના વર્કફોર્સ ડેવલપમેન્ટને એકીકૃત કરવાનો ઉદ્દેશ્ય છે.

 

લોન્ચ ઇવેન્ટ દરમિયાન સંબોધન કરતાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિતજી શાહે જણાવ્યું હતું કે, “ગુજરાત પહેલેથી જ ભારતના સૌથી મજબૂત ઔદ્યોગિક વિકાસ એન્જિનોમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી ચૂક્યું છે અને હવે રાજ્ય ટેકનોલોજી, ઇનોવેશન અને ઉચ્ચ કૌશલ્ય આધારિત સેવાઓ માટે વૈશ્વિક હબ બનવાની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ જેવા પ્રોજેક્ટ્સ ન કેવળ વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોકરીની તકોનું સર્જન કરશે, પરંતુ અમદાવાદને દેશના અગ્રણી ટેકનોલોજી સ્થળોની સમકક્ષ પણ સ્થાન અપાવશે. એટલું જ મહત્વપૂર્ણ GREMI સિટી કેમ્પસનું લોન્ચ પણ છે, જે ઉદ્યોગ સાથે સંકળાયેલી મજબૂત પ્રતિભા અને જ્ઞાન આધારિત ઇકોસિસ્ટમ વિકસાવવાની આવશ્યકતા દર્શાવે છે, જેથી ગુજરાતના ટેકનોલોજી, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન આધારિત ક્ષેત્રોમાં આગામી વિકાસ તબક્કાને મજબૂત આધાર મળી શકે.”

 

આ લૉન્ચ અંગે ગણેશ હાઉસિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તેમજ ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ શેખર પટેલે જણાવ્યું હતું કે, “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી મૂળભૂત રીતે ગુજરાત માટે આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની કહાની છે. અમે એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 70,000થી વધુ નોકરીઓ ઊભી કરશે, ગુજરાતના પ્રતિભાશાળી વર્કફોર્સને રિવર્સ માઇગ્રેશન માટે પ્રોત્સાહન આપશે અને અમદાવાદને વૈશ્વિક કંપનીઓ તથાજીસીસીમાટે એક ગંભીર અને મજબૂત કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. પ્રોજેક્ટનું વ્યૂહાત્મક સ્થાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ આધાર, કનેક્ટિવિટી અને કુશળ વર્કફોર્સનો શક્તિશાળી સમન્વય ઊભો કરે છે, જે ભારતના કોઈપણ સ્થાપિત મેટ્રો માર્કેટ સાથે સ્પર્ધા કરી શકે તેવી ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ને એક એવા કોમર્શિયલ એન્કર તરીકે કલ્પવામાં આવી છે, જે આ તમામ શક્તિઓને એકત્રિત કરીને વૈશ્વિક કંપનીઓ અને આગામી પેઢીના ઉદ્યોગો માટે ભવિષ્યલક્ષી કેન્દ્ર ઊભું કરશે.”

 

આ અંગે વધુમાં ગણેશ હાઉસિંગ લિમિટેડના ડિરેક્ટર અનમોલ પટેલે જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ માટે અમારું વિઝન એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવાનું હતું, જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ ટેકનોલોજી ઇકોસિસ્ટમ્સ સાથે સ્પર્ધા કરી શકે. આ પ્રોજેક્ટના બધા જ પાસાં જેમ કે આઈજીબીસી પ્લેટિનમ-પ્રમાણિત બિલ્ડિંગ્સ અને મોટા ઓફિસ ફ્લોર પ્લેટ્સથી લઈને ટકાઉપણું, કર્મચારીઓની સુખાકારી અને સંકલિત શહેરી આયોજન વગેરે બધું જ કામકાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટિશમેન સ્પેયર અને આરએસપી આર્કિટેક્ટ્સ જેવી વૈશ્વિક પ્રતિષ્ઠિત કંપનીઓ સાથેની અમારી ભાગીદારી ગુજરાતમાંથી કાર્યરત ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાનો વ્યાપારી માહોલ પૂરો પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

 

વધુમાં, ગણેશ હાઉસિંગ લિમિટેડના ડિરેક્ટર અમનવીર પટેલે જણાવ્યું હતું કે, “‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ આજના ઊભરી રહેલા નવા ગુજરાતનું પ્રતિબિંબ છે, જે મહત્વાકાંક્ષી, ભવિષ્ય માટે તૈયાર, ઇનોવેશન આધારિત અને સાથે સાથે જવાબદારી તથા ટકાઉપણામાં ઊંડે સુધી જોડાયેલું છે. અમદાવાદ ઝડપથી એવું સ્થળ બની રહ્યું છે, જ્યાં વૈશ્વિક ઉદ્યોગો, પ્રતિભાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આશાઓ સ્વાભાવિક રીતે એકત્રિત થઈ રહ્યા છે. આ ડેવલપમેન્ટ દ્વારા અમે માત્ર કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પરંતુ એવી ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમ ઊભી કરવા માંગતા હતા, જ્યાં લોકો સાથે મળીને કામ કરી શકે, રહી શકે, નવીનતા લાવી શકે અને વિકાસ કરી શકે. ભારતનું નવીનતા આધારિત અર્થતંત્ર જેમ જેમ આગળ વધી રહ્યું છે, તેમ અમે માનીએ છીએ કે અમદાવાદ ટેકનોલોજી, જીસીસી અને ભવિષ્યકેન્દ્રિત ઉદ્યોગો માટે દેશના સૌથી મહત્વપૂર્ણ ગ્રોથ સેન્ટર્સમાંથી એક બનવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.”

 

‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ને ઇન્ટિગ્રેટેડ “સિટીની અંદર સિટી” તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ગ્રેડ-એઓફિસ બિલ્ડિંગ્સ, પ્લગ-એન્ડ-પ્લે વર્કસ્પેસ, પ્રોસેસિંગ અને નોન-પ્રોસેસિંગ ઝોન, લક્ઝરી રેસિડેન્સીસ, કો-લિવિંગ સ્પેસ, હોસ્પિટાલિટી ડેવલપમેન્ટ, રિટેલ એવન્યુઝ અને ભવિષ્ય માટે તૈયાર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટમાં કર્મચારી કેન્દ્રિત સુવિધાઓ જેમ કે કેફે, રમતગમત સુવિધાઓ, વિશાળ જિમ્નેશિયમ, મનોરંજન વિસ્તારો, ક્રેચ ફેસિલિટીઝ અને આશરે 450 કર્મચારીઓને સમાવી શકે તેવી ફૂડ કોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

સંપૂર્ણ કેમ્પસને ટકાઉપણા સંચાલિત અભિગમ સાથે વિકસાવવામાં આવ્યું છે અને તેને આઈજીબીસી પ્લેટિનમ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે, જે ભારતનું ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રની સર્વોચ્ચ માન્યતા છે. આ પ્રોજેક્ટમાં સ્માર્ટ બિલ્ડિંગ સિસ્ટમ્સ, એઆઈ-સક્ષમ ઓપરેશનલ કાર્યક્ષમતા અને ભવિષ્યના કામકાજને ટેકો આપવા માટે ડિજિટલ-ફર્સ્ટ વર્કપ્લેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

મજબૂત લીઝિંગ ગતિ, હાલ ચાલી રહેલા વિસ્તરણ અને ભારતની સૌથી આકર્ષક વ્યવસાયિક જગ્યાઓ પૈકીની એક તરીકે ઉભરી રહેલા વ્યાપક અમદાવાદ-ગાંધીનગર-ગિફ્ટ સિટી કોરિડોર સાથે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ અમદાવાદના સામાજિક અને આર્થિક વિકાસની કહાનીમાં એક નિર્ણાયક પ્રોજેક્ટ બનવા માટે સજ્જ છે.

 

Related posts

અમદાવાદમાં અક્ષય તૃતીયાના પર્વે ‘ઇન્દ્રિયા’ જ્વેલરીના સેટેલાઇટ વિસ્તારના સ્ટોર હેઠળ ગ્રાહકોને મળશે એક્સક્લુઝિવ ઓફર્સ

viratgujarat

ગુજરાતે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 ની ઉજવણી કરી વધુ માંગ, ઝડપી ડિલિવરી અને સ્માર્ટ બચત સાથે

viratgujarat

હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો

viratgujarat

Leave a Comment