Virat Gujarat
બિઝનેસ

જીજીએલની ભારતના અંકલેશ્વરમાં બીજી ફ્લોટ એન્ડ વેટ કોટર લાઇન્સની જાહેરાત નવુ રોકાણ સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવે છે અને ભારતમાં આર્કિટેક્ચરલ ગ્લાસની વધતી માંગને પૂર્ણ કરવામાં સહાય કરે છે

ગુજરાત ગાર્ડિયન લિમિટેડ (જીજીએલ), ગાર્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને મોદી રબર લિમિટેડના સંયુક્ત સાહસે આજે તેના અંકલેશ્વર પ્લાન્ટ ખાતે તેની બીજી ફ્લોટ ગ્લાસ લાઇન એન્ડ વેટ કોટર ફેસિલિટીનું ભૂમિપૂજન કર્યું, જે ભારતની ગ્લાસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓના વિસ્તરણની દિશામાં એક મોટા પગલાને દર્શાવે છે.
પ્રોજેક્ટ ટાઇમલાઇનને આધીન, આ પ્રોજેક્ટ 2028ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. એકવાર કાર્યરત થઈ ગયા પછી, નવી એનર્જી-એફિસીએન્ટ એર-ફ્યુઅલ ફાયર્ડ ફ્લોટ ગ્લાસ લાઇન દરરોજ 1,000 મેટ્રિક ટનની ક્ષમતાનો ઉમેરો કરશે, જેનાથી કસ્ટમર યીલ્ડ અને પ્રોસેસિંગ એફિસીએંશીમાં સુધારો કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ કાચની જાડાઈ અને મોટા ફોર્મેટની વિશાળ શ્રેણીનું ઉત્પાદન શક્ય બનશે.
“આ ભૂમિપૂજન ભારતમાં અમારી વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે,” ગાર્ડિયન ગ્લાસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ગુસ બોકહાઉટે જણાવ્યું હતું. “આ રોકાણ ન માત્ર ક્ષમતા વિસ્તરણ વિશે છે, પરંતુ એડવાન્સ્ડ ટેકનોલોજી લાવવા, સપ્લાયની વિશ્વસનીયતાને ઉન્નત બનાવવા અને હાઈ ક્વાલિટી , વેલ્યુ-એડેડ ગ્લાસ સોલ્યુશન્સ સાથે અમારા ગ્રાહકોને સપોર્ટ આપવા વિશે પણ છે.
આ ઉપરાંત, જીજીએલ વાર્ષિક 72,000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું નવું વેટ કોટર ઇન્સ્ટોલ કરશે. આ સુવિધામાં સિંગલ અને ડબલ પેઇન્ટ કોટિંગ ક્ષમતાઓ સાથે એડવાન્સ્ડ મિરર મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, ફૂલ્લી ઓટોમેટેડ હેન્ડલિંગ, પેકિંગ અને લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ હશે, જે થ્રુપુટ વધારવા અને સતત ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
એકવાર પૂર્ણ થયા પછી, અંકલેશ્વર સુવિધા ફ્લોટ, મિરર અને વેલ્યુ-એડેડ કોટેડ ગ્લાસ પ્રોડક્ટ્સ માટે એક અગ્રણી ઇન્ટિગ્રેટેડ હબ તરીકે સેવા આપશે, જે સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે સપ્લાયની વિશ્વસનીયતા અને પ્રતિભાવને સમર્થન આપશે.
એક જ જગ્યાએ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકીકૃત કરીને, જીજીએલનો ઉદ્દેશ્ય ભારતના વિકસતા કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં વિશ્વસનીય ભાગીદાર તરીકેની ભૂમિકાને મજબૂત બનાવવાનો છે, સાથે સાથે ગ્રાહકો અને હિસ્સેદારોને લાંબા ગાળાના મૂલ્ય પહોંચાડવાનો પણ છે.

Related posts

Jio-bp લોન્ચ કરે છે એન્જિન ક્લિનીંગ એક્ટિવ ટેકનોલોજી કોઈ વધારાના ખર્ચ વિના 100 કિમી સુધીની વાર્ષિક વધારાની ડ્રાઈવ આપતું પેટ્રોલ

viratgujarat

મેટરે રાજકોટમાં નવા એક્સપિરિયન્સ હબના ઉદઘાટન સાથે વિસ્તરણ કર્યું, ગુજરાતની ઇલેક્ટ્રિક સફરને બળ આપ્યું

viratgujarat

એર ચીફ માર્શલ એ.પી. સિંહને કર્ણાવતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં માનદ પદવી એનાયત કરવામાં આવશે

viratgujarat

Leave a Comment