Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ, સાંજે 7:00 વાગ્યે ઇન્ફોસિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે ‘રાગ રાજ 2.0’ માં આ વખતે દર્શકો માટે એક ખાસ નવી સરપ્રાઈઝ લોકગીતની રજૂઆત કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. સાથે જ યુવા પેઢી માટે ગુજરાતી લોકસંગીતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કોન્સર્ટ નું પ્લાનિંગ “સન ઑફ જમાદાર” ઇવેન્ટ્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ રિંજય ઇવેન્ટસ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે.

રાજ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ સાથે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત લોકસંગીતને આધુનિક સંગીતના રંગ સાથે રજૂ કરીને દરેક વયના સંગીતપ્રેમીઓને એક યાદગાર અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

Related posts

ભારત વિકાસ પરિષદની મળેલી બેઠકમાં કારોબારીની કરાયેલ જાહેરાત

viratgujarat

વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ મેળવવાના ષડયંત્રોમાં વ્યસ્ત છે – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat

“VB G RAM G* (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025) યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્થિત રહ્યા હતા.

viratgujarat

Leave a Comment