Virat Gujarat
અવેરનેસ

ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯ % થી વધુ વિદ્યાર્થીઓએ ગ્રેડ ૧૨ પૂર્ણ કરેલ નથી.

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના કેન્દ્ર સરકારના પ્રોગ્રેસ રિપોર્ટમાં ક્વોલિટી એજ્યુકેશન ના વિષયમાં ગુજરાતના શિક્ષણનો અસલી ચેહરો ખુલ્લો પાડ્યો છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં ગ્રેડ ૧૨ પૂર્ણ કરનારની ટકાવારી ૫૦.૮૨ % બતાવી છે જેનો મતલબ ૪૯.૧૮ % બાળકો એ ગ્રેડ ૧૨ પૂર્ણ કરેલ નથી. જ્યારે સમગ્ર દેશની ૧૨ પૂર્ણ કરવાની ટકાવારી ૬૧.૧૪ છે જે ગુજરાત કરતાં ૧૦ % વધારે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યમાં હાયર સેકન્ડરીમાં વિધાર્થીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૪૭.૩ % છે જ્યારે સમગ્ર દેશનો રેશિયો ૫૮.૪ % વિધાર્થીઓનો છે જે ગુજરાત કરતાં ૧૧ વધારે છે. આંકડા દર્શાવે છે કે ૫૨ % થી વધુ વિધાર્થીઓ હાયર સેકન્ડરી માં એનરોલ થયા નથી. તર્શિયરી શિક્ષણમાં એટલે કોલેજ લેવલના ફોર્મલ એજ્યુકેશનમાં છેલ્લે વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રોવિશનલ ડેટા મુજબ માત્ર ૨૬.૨ % વિધાર્થીઓનું ગ્રોસ એનરોલમેન્ટ થયું હતું જે દર્શાવે છે ૭૩.૮ % વિધાર્થીઓએ કોલેજ લેવલે એનરોલમેન્ટ કરાવ્યું નથી. કોલેજના એનરોલમેન્ટ માં ગુજરાતના રાજ્યો અને સંઘ પ્રદેશમાં ૨૩માં ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાથમિક કક્ષાએ ગુજરાતમાં નેટ એનરોલમેન્ટ ૭૭.૯ % છે જ્યારે ઉચ્ચ પ્રાથમિક માં નેટ એનરોલમેન્ટ માં ૬૭.૫ % જેટલું થયું હતું.
( PARAKH )પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ ક્લાસ ૩, ક્લાસ ૬ અને ક્લાસ ૯માં વિધાર્થીઓનું ભાષા અને ગણિતમાં મીનીમમ પ્રોફિસીએન્સી લેવલ એટલે ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય નું સ્તર રાષ્ટ્રીય સ્તર કરતાં નીચા પ્રમાણનું અને કથળતું જોવા મળ્યું છે. ક્લાસ ૩માં ગુજરાતના વિધાર્થીઓ નું ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્યમાં ભાષામાં ૪૬ % અને ગણિતમાં ૩૮ % છે જ્યારે દેશ ના વિધાર્થીઓની સરેરાશ ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય ભાષામાં ૬૧ % છે અને ગણિતમાં ૫૪ % છે. ક્લાસ ૬માં ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય માં ગુજરાતના વિધાર્થીઓ ની ભાષામાં ૨૨ અને ગણિતમાં ૨૩ ની ટકાવારી છે જ્યારે દેશની સરેરાશ ભાષામાં ૩૩ % અને ગણિત ૩૮ % જેટલી છે. ક્લાસ ૯ માં ભાષામાં ન્યૂનતમ શૈક્ષણિક પ્રાવીણ્ય ૨૪ % અને ગણિતમાં માત્ર ૩ % છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ભાષામાં ૩૧ % અને ગણિતમાં ૧૧ % છે.
કેન્દ્ર સરકારના આંકડાઓ ગુજરાત રાજ્યની કથળેલી શિક્ષણ વ્યવસ્થાનું પ્રતિબિંબ દર્શાવે છે. રીલ બનાવનાર મંત્રીઓને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર મોટા સુધારની માંગ કરી રહ્યું છે. માત્ર શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણ ની નિયત માંથી બહાર આવી શિક્ષણવિદો જોડે ચર્ચા કરી આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા લાવવાની ગુજરાતમાં તાતી જરૂરિયાત છે.

Related posts

વર્લ્ડ ખુશી ડે ના દિવસે હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ કાર્યકમનું આયોજન

viratgujarat

RAG અને Myoin Society નાં ઉપક્રમે અમદાવામાં ‘Myositis Awareness Programme’ યોજાયો

viratgujarat

ઓફફશોર બેટિંગ અને રિયાલ્ટી એએસસીઆઈ એન્યુઅલ કમ્પ્લેઈન્ટ્સ રિપોર્ટ 2024-25માં સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યાં:ગ્રાહકો દ્વારા સંકેત આપેલી નિયમભંગ કરનારી જાહેરાતોમાં 83 ટકાનો ઉછાળો

viratgujarat

Leave a Comment