જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડ (the “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર ગુરુવાર, 30 જુલાઈ, 2026ના રોજ ખોલશે.
આ ઓફરમાં કુલ રૂ. 18,000 મિલિયન (રૂ. 1,800 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (“The Total Offer Size”).
એન્કર ઇન્વેસ્ટર માટેની બિડીંગ તારીખ બુધવાર, 29 જુલાઈ, 2026 રહેશે. બિડ/ઓફર સબસ્ક્રીપ્શન માટે ગુરુવાર, 30 જુલાઈ, 2026ના રોજ ખુલશે અને સોમવાર, 3 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે.
ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 214થી રૂ. 225નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 66 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ તેના 66ના ગુણાંકમાં બિડ કરી શકશે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 21નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી કરવા માટે, તેની મુખ્ય પેટાકંપનીઓ જુનિપર ગ્રીન ગામા વન પ્રાઇવેટ લિમિટેડ તેમજ તેની પેટાકંપનીઓ જુનિપર ગ્રીન કાઇટ પ્રાઇવેટ લિમિટેડ અને જુનિપર ગ્રીન પાવર ફાઇવ પ્રાઇવેટ લિમિટેડ પૈકીની એકમાં રોકાણ કરવા માટે કરશે, જેથી તેમના બાકીના ઋણની સંપૂર્ણ કે આંશિક કે અમુક હિસ્સાની રકમની પૂરેપૂરી કે તબક્કાવાર ચુકવણી/પૂર્વચુકવણી કરી શકાય. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે (“Object of Issue”).
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ કે બીઆરએલએમ છે.
