Virat Gujarat
આઈપીઓ

મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026: મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે (એમપીઆઈએસએલ) તેના આઈપીઓની વિગતો જાહેર કરી છે. આઈપીઓ માટેની બિડીંગ પ્રક્રિયા બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 322થી રૂ. 339 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 44 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા 1,43,06,785 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

એમપીઆઈએસએલ વિશ્વભરની બેંકો, ફિનટેક કંપનીઓ, એનબીએફસી અને સરકારોને પેમેન્ટ સોલ્યુશન્સ, આઇડેન્ટિફિકેશન સોલ્યુશન્સ, સુરક્ષિત સોલ્યુશન્સ તેમજ સ્માર્ટ ટેગિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) સોલ્યુશન્સ પૂરા પાડે છે. નાણાંકીય વર્ષ 2026માં કંપનીનો ભારતના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં આશરે 36.4 ટકા અને ડેબિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં 30.9 ટકા હિસ્સો હતો. આ સાથે કંપની વિશ્વમાં તેમજ ભારતમાં પેમેન્ટ કાર્ડના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, કંપની ભારતની સૌથી મોટી નેશનલ આઇડેન્ટિટી કાર્ડ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તેણે 12 પ્રાદેશિક ભાષાઓમાં 1 અબજથી વધુ કાર્ડનું બિલિંગ કર્યું છે. નાણાંકીય વર્ષ 2026માં એમપીઆઈએસએલે ભારતભરમાં આવેલી 10 સુવિધાઓ મારફતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં 300થી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી હતી.

પેમેન્ટ કાર્ડના ઉત્પાદન અને પર્સનલાઇઝેશન માટે એમપીઆઈએસએલને પેમેન્ટ નેટવર્ક્સ માસ્ટરકાર્ડ તરફથી 16 વર્ષથી વધુ સમયથી, રૂપે તરફથી નવ વર્ષથી વધુ સમયથી અને અન્ય પેમેન્ટ નેટવર્ક્સ તરફથી અનુક્રમે 15 વર્ષ અને નવ વર્ષથી વધુ સમયથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત, કંપનીની સુવિધાઓ સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ માટે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ (લેવલ 1), વર્ઝન 4.0.1 હેઠળ પ્રમાણિત છે. મણિપાલ સુવિધાને સુરક્ષિત કાર્ડ ઉત્પાદન અને પર્સનલાઇઝેશન માટે ‘INTERGRAF’ (સેન્ટ્રલ બેંક લેવલ) તેમજ કાર્ડ ક્વોલિટી મેનેજમેન્ટ માટે પણ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે.

ઇશ્યૂના ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઇશ્યૂ માટે બીએસઈ લિમિટેડ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.

આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(2)ના મુજબ ઓફરનો લઘુત્તમ 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs” અને આવો હિસ્સો “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે, જે પૈકી એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ તેમના તરફથી પ્રાપ્ત થઈ હોય.

ઉપર મુદ્દા (2)માં જણાવ્યા મુજબ જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ કેટેગરીમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી થઈ શકે છે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (“Net QIB Portion”).

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, ઓફરના મહત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે), એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે અને ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઓફરના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની પરવાનગી નથી.

Related posts

NSE એ IPO માટે ફાઇલ કરી, જે ભારતમાં રૂ. 30,000 કરોડનો સૌથી મોટો IPO હોઈ શકે છે

viratgujarat

બાગમને પ્રાઈમ ઓફિસ REIT નો રૂ. 3,405 કરોડનો આઈપીઓ મંગળવાર, 05 મે, 2026 ના રોજ ખુલશે

viratgujarat

આઈબીએલ ફાઇનાન્સ લી. Rs.50 કરોડ સુધીના સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ અને રિડીમેબલ NCDsનો પબ્લિક ઈશ્યુ લાવવાની દરખાસ્ત કરે છે

viratgujarat

Leave a Comment