Virat Gujarat
ગુજરાતબિઝનેસ

ગુજરાતમાં વાયરલાઇન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે જિયો મોખરે, ઑગસ્ટ-2026માં જિયોના વાયરલેસ ગ્રાહકોનો આંક 3.41 કરોડે પહોંચ્યો

તા.30 સપ્ટેમ્બર, 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે. જયારે, રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, આ સાથે જ નવા વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધારવામાં જિયો ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

ઑગસ્ટ-2026માં ગુજરાતમાં જિયોનો VLR રેશિયો 101.35 ટકા નોંધાયો હતો, જે મુજબ આશરે 3.45 કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, TRAIની પદ્ધતિ મુજબ 100 ટકાથી વધુ VLR રેશિયો માન્ય છે. તેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ગ્રાહકો (ઇનબાઉન્ડ રોમર્સ)નો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત, વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ પ્રથમ હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑગસ્ટ-2026ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર 9.43 લાખ થયો છે, જે ગુજરાતના વાયરલાઇન બજારમાં 49.81 ટકા હિસ્સો ધરાવે છે. ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યાં હતા આ સાથે આ ક્ષેત્રમાં પણ નવા જોડાણો ઉમેરવામાં જિયોએ ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

તો, ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રે પણ જિયોના ગ્રાહક આધારમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં જિયાનો 5G FWA (ફિક્સ્ડ વાયરલેસ ઍક્સેસ) ગ્રાહક આધાર 4.87 લાખ થયો છે. ઑગસ્ટ-2026માં 6,054 નવા જોડાણો ઉમેરાયા હતા.જ્યારે UBR FWA ક્ષેત્રમાં ઑગસ્ટ-2026માં 16,540 નવા જોડાણો ઉમેરાતા તેનો કુલ ગ્રાહક આધાર 3.67 લાખ થયો છે.

આમ, TRAIના ઑગસ્ટ-2026ના આંકડા મુજબ, ગુજરાતના વાયરલાઇન ક્ષેત્રમાં જિયોનો અગ્રણી હિસ્સો યથાવત્ રહ્યો છે. સાથે જ વાયરલેસ તથા ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રોમાં પણ જિયાએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે.

Related posts

સાઉથ આફ્રિકાના પર્યટન મંત્રી પેટ્રિશિયા દ લિલ ભારતની મુલાકાતે આવશેઃ જેમાં ભારત- સાઉથ આફ્રિકાની મજબૂત ભાગીદારી પર ભાર મૂકવામાં આવશે

viratgujarat

કાફે અકાસા દ્વારા તહેવારોના વિશેષ ભોજન સાથે ઓનબોર્ડ હોળીની ઉજવણીનો પ્રારંભ

viratgujarat

વપરાયેલ ઓટોમોટિવ લુબ્રિકન્ટ્સ માટે સ્કેલેબલ સર્ક્યુલર ઇકોનોમી મોડેલ વિકસાવવા માટે HPCL અને ટાટા મોટર્સ ભાગીદારી કરે છે

viratgujarat

Leave a Comment