Virat Gujarat
બિઝનેસ

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

ચેન્નઈ, ૧૪ ઓક્ટોબર ૨૦૨૬: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ આજે તમિલનાડુમાં જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં પ્રવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અસલ ડેરી પદાર્થોથી બનેલું અને માત્ર ₹૨૦ની કિંમતે મળતું જોયલેન્ડ ગ્રાહકો માટે સ્ટ્રોબેરી અને વનીલા જેવા સ્વાદિષ્ટ ફ્લેવર્સમાં આવ્યું છે.

​આ લોન્ચિંગ સાથે કંપનીએ પોતાના ટોટલ બેવરેજ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે, જે ગ્રાહકોને ‘વ્યાજબી કિંમતે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ’ આપવાની તેમની નિષ્ઠાને વધુ મજબૂત કરે છે. ‘ઓછી કિંમતે વિશ્વસ્તરીય ગુણવત્તા’ આપવાના કંપનીના વચનને પૂરું કરતાં જોયલેન્ડ એક રેડી-ટુ-ડ્રિંક પેકિંગમાં અસલી સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાનો અનુભવ આપે છે.

​રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણાકુમારે જણાવ્યું હતું કે “રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં અમારો આ પ્રવેશ RCPLના પોર્ટફોલિયોને વિસ્તારવા અને ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડવાની દિશામાં એક મહત્વનું કદમ છે. જોયલેન્ડ ડ્રીંક થકી અમે ડેરીની અસલ સામગ્રીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા અને બધાને પરવડે તેવી કિંમતનો સંગમ લાવી રહ્યા છીએ, જેથી વધુને વધુ લોકો સુધી સર્વશ્રેષ્ઠ વસ્તુ પહોંચાડી શકીએ.

​તમિલનાડુથી આ સફરની શરૂઆત થઈ રહી છે અને અમે જોયલેન્ડને એક વિશાળ ડેરી બેવરેજ બ્રાન્ડ તરીકે વિકસાવીશું અને ધીરે ધીરે સમગ્ર ભારતમાં તેનો વિસ્તાર કરીશું.”

​RCPLના મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, રિટેલ ક્ષમતા અને ગ્રાહકોની જરૂરિયાતોની સમજ પરથી જોયલેન્ડ હવે તમિલનાડુમાં તરત જ ઉપલબ્ધ થઈ ગયું છે. આ લોન્ચિંગ રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં આવનારા સમયમાં નવા ફ્લેવર્સ ઉમેરવાની અને અન્ય ડેરી બેવરેજ ક્ષેત્રમાં વિસ્તાર કરવાની યોજના છે.

​તમિલનાડુમાં લોન્ચ થયા બાદ જોયલેન્ડ ટૂંક સમયમાં તબક્કા પ્રમાણે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે.

Related posts

ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરનાં ત્રણ એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

viratgujarat

જિયો અને કેન્વાએ દરેક ભારતીયના હાથમાં એઆઈ ક્રિએટિવિટીની તાકાત આપવા માટે હાથ મિલાવ્યા

viratgujarat

સ્કોડા ઓટોએ ભારતમાં RS વારસો લંબાવ્યો: નવી Kodiaq RS SUV લોન્ચ કરવાની જાહેરાત કરી

viratgujarat

Leave a Comment