Virat Gujarat
જ્વેલર્સ

અમદાવાદમાં ‘સ્વર્ણ મુદ્રા 24K ગોલ્ડ બચત યોજના’નો 1 નવેમ્બરથી પ્રારંભ

અમદાવાદ , 1 નવેમબર, 2026 : અમદાવાદમાં ‘સ્વર્ણ મુદ્રા 24K ગોલ્ડ બચત યોજના’નો પ્રારંભ 1 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોમાં નિયમિત બચતની ટેવ વિકસાવવાનો અને સોનામાં બચત કરવા માટે એક સુવ્યવસ્થિત વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે.

આ યોજના હેઠળ ગ્રાહકો માટે દૈનિક ₹50 અને ₹100ની બચતના બે વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે. ₹50ના વિકલ્પ હેઠળ દર મહિને 50 મિલિગ્રામ 24 કેરેટ સોનાનો સિક્કો તથા ₹2.50 લાખનું આકસ્મિક વીમા કવર આપવાની જોગવાઈ છે. જ્યારે ₹100ના વિકલ્પ હેઠળ દર મહિને 125 મિલિગ્રામ 24 કેરેટ સોનાનો સિક્કો અને ₹5 લાખનું આકસ્મિક વીમા કવર આપવાની માહિતી આપવામાં આવી છે. બંને યોજનાઓની મુદત 12 મહિનાની રહેશે.

સ્વર્ણ મુદ્રાના પ્રમોટર ગૌરાંગભાઈ શાહે જણાવ્યું હતું કે, “ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની ગોલ્ડ બચત યોજનાની શરૂઆત સ્વર્ણ મુદ્રા દ્વારા કરવામાં આવી રહી છે. ₹50ના વિકલ્પથી જોડાનારા ગ્રાહકોને 50 મિલિગ્રામનો સોનાનો સિક્કો ભૌતિક સ્વરૂપે તેમના ધર સુધી કુરિયર દ્વારા પહોંચાડવાની ખાતરી આપવામાં આવે છે. સ્વર્ણ મુદ્રાને આગામી સમયમાં અમદાવાદ ઉપરાંત ગુજરાત અને દેશના વિવિધ મોટા શહેરોમાં લઈ જવાની અમારી યોજના છે. હાલમાં અમદાવાદમાં હેલ્મેટ સર્કલ, બહુચરાજી, કલોલ ખાતે અમારી શાખાઓ કાર્યરત છે, આગામી ટૂંક સમયમાં વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ અને માણસામાં નવી શાખાઓ શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત વિદેશમાં પણ બે-ત્રણ સ્થળોએ ફ્રેન્ચાઇઝી શરૂ કરવા અંગે પ્રાથમિક ચર્ચા અને પૂછપરછ ચાલી રહી છે. અમને આશા છે કે આ દિશામાં પણ સકારાત્મક પરિણામો મળશે.”

સ્વર્ણ મુદ્રા 24K ગોલ્ડ બચત યોજનાનો હેતુ નિયમિત બચત અને પરિવારના આર્થિક આયોજન અંગે જાગૃતિ વધારવાનો છે. ગ્રાહકોને યોજનામાં જોડાતા પહેલાં સોનાના સિક્કા મેળવવાની પાત્રતા, ચુકવણીની શરતો તેમજ વીમા કવરની મર્યાદા અને નિયમો અંગે સંપૂર્ણ લેખિત માહિતી મેળવવાની સલાહ આપવામાં આવે છે. સ્વર્ણ મુદ્રા પરિવારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી સોનાની બચતનો આ વિકલ્પ પહોંચાડવાનો અને આગામી સમયમાં દેશભરમાં પોતાની હાજરી વિસ્તારવાનો છે.

Related posts

કરણ જોહરની ‘ત્યાની જ્વેલરી’ના નવા કેમ્પેઈનમાં શેફાલી શાહ બ્રાન્ડ એમ્બેસેડર બની

viratgujarat

જવેલશીક એ અમદાવાદમાં ફ્લેગશિપ સ્ટોર ઓપન કર્યો

viratgujarat

GGJSમાં ભાવિન વોરાને જ્વેલરી ડિઝાઇન અને કૌશલ્ય વિકાસ માટે સન્માન કરાયું

viratgujarat

Leave a Comment