Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોબોલ્ટા અમદાવાદમાં નવા સ્ટોર સાથે ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવશે

અમદાવાદ, ગુજરાત | ૦૧ નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતની ઝડપથી વિકસતી સ્વદેશી સ્માર્ટ ક્લીનિંગ ટેક્નોલોજી કંપનીઓમાંની એક રોબોલ્ટા (Robolta) અમદાવાદમાં નવા સ્ટોરના ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં પોતાની હાજરીનો વિસ્તાર કરી રહી છે. વિપુલ રામાણી, નિરવ રાકોલિયા, ભૌદિપ સુહાગિયા અને રોહન રામાણી – ચાર યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા સ્થાપિત આ કંપનીએ ભારતીય ઘરો સુધી ટેક્નોલોજી આધારિત સફાઈનાં આધુનિક સોલ્યુશન્સ પહોંચાડવાના ઉદ્દેશ સાથે સુરતથી પોતાની સફર શરૂ કરી હતી.

માત્ર 1થી 1.5 વર્ષના ટૂંકા ગાળામાં રોબોલ્ટાએ 5,000થી વધુ ગ્રાહકોને સેવા આપી છે, 3 સ્ટોર અને 15થી વધુ રિટેલ પાર્ટનર લોકેશન્સ સ્થાપિત કર્યા છે તથા 30થી વધુ સંભવિત રિટેલ ભાગીદારીની દિશામાં કામ કરી રહી છે. આગામી સમયમાં વધુ ૩ સ્ટોર શરૂ કરવાની યોજના સાથે કંપની સમગ્ર ભારતમાં ગ્રાહકો સુધી પોતાની પહોંચ વધારી રહી છે.

સુરતથી સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદ સુધી

રોબોલ્ટાએ દક્ષિણ ગુજરાતના ગ્રાહકોને પ્રોડક્ટ ડેમો, યોગ્ય માર્ગદર્શન અને વેચાણ પછીની સેવા પૂરી પાડવાના હેતુથી સુરતમાં પોતાના ફ્લેગશિપ સ્ટોરની શરૂઆત એક પાયલટ પ્રોજેક્ટ તરીકે કરી હતી. ગ્રાહકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદ બાદ કંપનીએ તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારના ગ્રાહકોને સેવા આપવા રાજકોટમાં પણ સ્ટોર શરૂ કર્યો છે.

ગુજરાતનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર અને રાજ્યના વિકાસનું મુખ્ય શહેર એવા અમદાવાદમાં નવા સ્ટોરની શરૂઆત કંપનીના વિસ્તરણમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

કંપની ટૂંક સમયમાં વડોદરા, વાપી અને ગાંધીધામમાં પણ નવા સ્ટોર શરૂ કરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણથી ગુજરાતમાં રોબોલ્ટાનું રિટેલ અને સર્વિસ નેટવર્ક વધુ મજબૂત બનશે.

ક્લીનિંગ રોબોટ્સથી લઈને સંપૂર્ણ ક્લીનિંગ ઈકોસિસ્ટમ સુધી

રોબોલ્ટાએ શરૂઆત માત્ર 3થી 4 ક્લીનિંગ રોબોટ્સ સાથે કરી હતી. ત્યારથી કંપનીએ પોતાની પ્રોડક્ટ રેન્જનો વિસ્તાર કરીને તેમાં રોબોટિક ફ્લોર ક્લીનર્સ, વેટ એન્ડ ડ્રાય ક્લીનર્સ, ફેબ્રિક અને ડસ્ટ માઈટ કેર સોલ્યુશન્સ, ગ્લાસ ક્લીનિંગ રોબોટ્સ, કોર્ડલેસ ક્લીનિંગ એપ્લાયન્સિસ અને એર પ્યુરિફાયર્સનો સમાવેશ કર્યો છે.

વિવિધ કેટેગરી અને કિંમતની રેન્જમાં પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવીને રોબોલ્ટાનો ઉદ્દેશ ટેક્નોલોજી આધારિત સફાઈ માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનવાનો છે. ફ્લોર અને ફેબ્રિકની સફાઈથી લઈને કાચની સપાટીઓની સફાઈ અને ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારવા સુધીનાં સોલ્યુશન્સ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાની કંપનીની યોજના છે.

કંપની માને છે કે દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને સ્માર્ટ ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે, ત્યારે રોજિંદી સફાઈની પદ્ધતિઓમાં પણ બદલાવ આવવો જોઈએ. ભારતમાં સ્માર્ટ ક્લીનિંગના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની હાજરી વચ્ચે રોબોલ્ટા આ કેટેગરીમાં વિકસતા ભારતીય સ્વદેશી વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરે છે.

વેચાણથી આગળ, સેવા પર વિશેષ ધ્યાન

રોબોલ્ટા માટે વિસ્તરણનો અર્થ માત્ર પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનો નથી. ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય સોલ્યુશન, પ્રોડક્ટનું લાઈવ ડેમો, નિષ્ણાત માર્ગદર્શન અને વિશ્વસનીય વેચાણ પછીની સેવા પૂરી પાડવી કંપનીની મુખ્ય પ્રાથમિકતા છે.

અમદાવાદના નવા સ્ટોરમાં પણ ગ્રાહકોને પ્રોડક્ટ્સનું લાઈવ ડેમો જોવા મળશે અને સ્થળ પર જ સર્વિસ સપોર્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે.

કંપનીના સ્થાપકોના મંતવ્યો

ભૌદિષ સુહાગિયા, રોબોલ્ટાના સહ-સ્થાપક, એ જણાવ્યું: ‘અમે સુરતથી એવી દૃષ્ટિ સાથે શરૂઆત કરી હતી કે ટેક્નોલોજીની મદદથી રોજિંદી સફાઈને વધુ સરળ બનાવી શકાય. અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને તેમને મળેલો અનુભવ અમને ગુજરાતમાં વધુ વિસ્તરણ કરવા માટે પ્રેરિત કરે છે. અમદાવાદમાં સ્ટોરની શરૂઆત અમારી સફરનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. યોગ્ય પ્રોડક્ટ્સની પસંદગીથી લઈને વિશ્વસનીય વેચાણ પછીની સેવા સુધી, ગ્રાહકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવા પર અમારું ધ્યાન રહેશે.’

રોહન રામાણી, રોબોલ્ટાના સહ-સ્થાપક,એ ઉમેર્યું: “ટેક્નોલોજી આપણી જીવનશૈલીને બદલી રહી છે, તો સફાઈની પદ્ધતિઓમાં પણ બદલાવ આવવો જોઈએ. થોડા ક્લીનિંગ રોબોટ્સથી શરૂ કરીને સફાઈ અને હવાની ગુણવત્તા સંબંધિત વિવિધ સોલ્યુશન્સ સુધીની અમારી સફર ભારતીય ગ્રાહકો માટે સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઊભી કરવાની અમારી મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે. કંપનીના વિકાસની સાથે ગ્રાહકોનો અનુભવ અને વેચાણ પછીની સેવા અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે.

રોબોલ્ટા માને છે કે ગુજરાત હંમેશાં ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસ ઇનોવેશનમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં પોતાની હાજરીનો વિસ્તાર કરીને કંપની વધુને વધુ ભારતીય ઘરો અને વ્યવસાયો સુધી સ્માર્ટ ક્લીનિંગ સોલ્યુશન્સ પહોંચાડવા માગે છે.

== સમાપ્ત ==

Related posts

શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું સફળ આયોજન

viratgujarat

ખરાબ પોશ્ચર, વાસ્તવિક નુકસાન: ડિજિટલ યુગનો ઓર્થોપેડિક ખર્ચ

viratgujarat

એચડીએફસી બેંકે છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’ અભિયાન લૉન્ચ કર્યું

viratgujarat

Leave a Comment