Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન ગ્રાહકોને INR 2,800 કરોડથી વધુની સર્વાધિક બચત સાથે રેકોર્ડ તૂટ્યો

ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, ડીલ્સ, એમેઝોન પે રિવોર્ડ્સ, કૂપન્સ, મફત પ્રાઇમ ડિલિવરી, એક્સચેન્જ ઑફર્સ અને બીજી ઘણી રીતે બચત થઈ શકી 

11 નવેમ્બરના રોજ ભાઈબીજ સુધી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 ચાલુ રહેશે 

  • ઐતિહાસિક સીમાચિહ્નો: અત્યાર સુધીમાં સૌથી વધુ જથ્થામાં ખરીદી – વાર્ષિક ધોરણે 50% વધારો; 393 કરોડથી વધુ ગ્રાહકો મુલાકાતો લઈ ચુક્યા છે
  • પ્રાઇમ મેમ્બરો માટે અભૂતપૂર્વ વેલ્યૂ: પ્રાઇમ મેમ્બરોએ પ્રાઇમ-ઓન્લી ઑફર્સ સાથે વાર્ષિક ધોરણે 10 ગણી વધુ બચત કરી. પ્રાઇમ મેમ્બરોને તેમના ઓર્ડર પહેલાં કરતાં વધુ ઝડપથી પ્રાપ્ત થયા, જેમાં એક જ દિવસે ડિલિવરીમાં 6 ગણો વધારો થયો – તેમજ ગણતરીની મિનિટો અને કલાકોમાં ડિલિવરી પણ સામેલ છે. શોપિંગ ઇવેન્ટ માટે પ્રાઇમ મેમ્બરો દ્વારા સૌથી વધુ સંખ્યામાં સાઇન-અપ થયું.
  • ભારત વધુ ખરીદી કરે છે, પ્રીમિયમ પસંદ કરે છે: મહાનગરોની બહારના વિસ્તારોમાંથી 70% થી વધુ ગ્રાહકોની મુલાકાતો સાથે ખરીદીના જથ્થામાં વાર્ષિક ધોરણે 50%થી વધુનો વધારો થયો. પ્રીમિયમ સ્માર્ટફોન, ઉપકરણો, ફેશન, બ્યૂટી, આરોગ્ય, ઘર અને બીજી ઘણી કેટેગરીમાં પરવડે તેવા પ્રોગ્રામો દ્વારા અનેકગણો વધારો. EMI આધારિત ખર્ચમાં વાર્ષિક ધોરણે 40%નો વધારો થયો અને EMI પર ખર્ચવામાં આવતા 10 રૂપિયામાંથી 9 વ્યાજમુક્ત નો-કોસ્ટ EMIમાં ગયા, જે ગ્રાહકોને તેમના બજેટમાં ખેંચતાણ કર્યા વિના અપગ્રેડ કરવામાં મદદ કરે છે.
  • ગ્રાહકોની ખુશી માટે વધુ ઝડપી: 120 થી વધુ શહેરોમાં, એમેઝોને દર બેમાંથી એક પ્રોડક્ટ ગણતરીની મિનિટોમાં ડિલિવરી કરી. દેશભરમાં 3 માંથી 1 ઓર્ડર એક જ દિવસે ડિલિવર કરવામાં આવ્યો. એર શિપમેન્ટની સાથે-સાથે ભારતના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દ્વારા રેલ દ્વારા શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો.
  • મિનિટોમાં ડિલિવર કરાયેલી ટોચની ડીલ્સ ગ્રાહકોની સંલગ્નતાને પ્રોત્સાહન આપે છે: એમેઝનો નાઉએ વાર્ષિક ધોરણે in પર પહેલી વાર ખરીદનારા 23 ગણા વધુ લોકોને આકર્ષિત કર્યા છે. એમેઝોન નાઉ પર દૈનિક ઓર્ડરમાં 18 ગણો વધારો તયો, વાર્ષિક ધોરણે સરેરાશ ઓર્ડર મૂલ્ય 30% વધ્યું.
  • સેલર્સને મળી જબરદસ્ત સફળતા: નાના અને મધ્યમ વ્યવસાયિક સેલર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 10 ગણો વધારો થયો, જે વાર્ષિક ધોરણે 30% કરતાં વધુ વધ્યો છે. નવા સેલર્સે યુનિટ વેચાણમાં 3 ગણો વધુ વધારો નોંધાવ્યો છે, જેમાં અલાપ્પુઝા, ગુંતૂર, અજમેર, ભટિંડા અને હુગલી જેવા ટિઅર 2 અને 3 શહેરોના સેલર્સે મોખરે રહ્યા છે. INR 500 થી ઓછી કિંમતના ઉત્પાદનો ઑફર કરતા સેલર્સના યુનિટ વેચાણમાં 70% વાર્ષિક ધોરણે વધારો થયો.
  • વેલ્યૂ કોમર્સ: INR 99થી ઓછી કિંમતનાં ઉત્પાદનોના ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 5 ગણી વૃદ્ધિ થઈ છે, જ્યારે મૂલ્ય ખરીદીમાં વાર્ષિક ધોરણે એકંદરે 20% વધારો થયો છે. એમેઝોન બજારમાં, દૈનિક ખરીદદારોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 10 ગણો વધારો થયો છે.

બેંગલુરુ | 03 નવેમ્બર 2026 | એમેઝોને આજે ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026માં અનેક સીમાચિહ્નો પ્રાપ્ત થયા હોવાની જાહેરાત કરી છે. આ શોપિંગ ઇવેન્ટે ગ્રાહક બચત, ખરીદીનું પ્રમાણ, સેલરની સફળતા અને ડિલિવરીની ઝડપમાં અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે – અત્યાર સુધીમાં 393 કરોડથી વધુ ગ્રાહકો મુલાકાતો લઈ ચુક્યા છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026માં લાખો ગ્રાહકોની બચતનો આંકડો ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે ડીલ્સ, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, કૅશબેક, એમેઝોન પે રિવોર્ડ્સ, ફ્રી પ્રાઇમ ડિલિવરી અને બીજી ઘણી રીતે INR 2,800 કરોડથી વધુની બચત થઈ શકી છે. ઉત્સવની શોપિંગ ઇવેન્ટ દરમિયાન ગ્રાહક મૂલ્ય માટે આ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત થયો છે. ઇવેન્ટ દરમિયાન ખરીદાયેલા દરેક 3 યુનિટમાંથી 1 ને કૅશબેકથી રિવોર્ડ આપવામાં આવ્યો હતો. તહેવારની આ સિઝનમાં વધુ ગ્રાહકોએ પ્રાઇમ પસંદ કર્યું, જેમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026માં Amazon.in પર કોઈપણ શોપિંગ ઇવેન્ટ માટે અત્યાર સુધીમાં પ્રાઇમ મેમ્બરો દ્વારા સૌથી વધુ સાઇન-અપ્સનો રેકોર્ડ બન્યો છે. પ્રાઇમ મેમ્બરો એકધારો એમેઝોનનો શ્રેષ્ઠ લાભ મેળવી રહ્યા છે અને પ્રાઇમ-ઓન્લી ઑફર્સ દ્વારા વાર્ષિક ધોરણે 10 ગણાથી વધુ બચત કરી છે. પ્રાઇમ મેમ્બરોએ અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરીનો પણ અનુભવ કર્યો, જેમાં એક જ દિવસે ડિલિવરીમાં 3.6 ગણો વધારો થયો – તેમજ ગણતરીની મિનિટો અને કલાકોમાં ડિલિવરી પણ તેમાં સામેલ છે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “દેશભરના ગ્રાહકોએ તેમની તહેવારની આકાંક્ષાઓ પૂરી કરવા અને સ્માર્ટફોન તેમજ સ્માર્ટવોચથી લઈને એથનિક વસ્ત્રો, તહેવારને લગતી સજાવટ, બ્યૂટી ઉત્પાદનો, રોજિંદી વપરાશની વસ્તુઓ અને બીજી ઘણી વસ્તુઓની પ્રોડક્ટ કેટેગરીમાં અપગ્રેડ કરવા માટે Amazon.in પસંદ કર્યું છે તે જોઈને અમને ખૂબ આનંદ થયો. આ વર્ષ અમારા માટે એક ઐતિહાસિક વર્ષ રહ્યું છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે 50%થી વધુનો વધારો થયો છે. વધુ મહત્વની વાત એ છે કે, અમે ગ્રાહકો માટે INR 2,800 કરોડથી વધુની સૌથી વધુ બચત કરી શક્યા છીએ, કોઈપણ શોપિંગ ઇવેન્ટની સરખામણીએ વધુ સંખ્યામાં નવા પ્રાઇમ મેમ્બરોનું સ્વાગત કરી શક્યા છીએ, અમારા સેલર્સ માટે રેકોર્ડ વૃદ્ધિ કરી શક્યા છીએ અને દેશભરમાં અમારી સૌથી ઝડપી ગતિએ ઉત્પાદનો ડિલિવર કરી શક્યા છીએ. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલનું એક અઠવાડિયું બાકી રહ્યું છે. અમે અમારા વિશાળ સિલેક્શન, પ્રાઇમ-ઓન્લી ઑફર્સ, ઉત્સાહજનક કૅશબેક અને વધુ પર ડીલ્સ ઉપલબ્ધ કરાવીને ગ્રાહકોને ખુશ કરવા માટે આતુર છીએ”. 

ભારત પ્રીમિયમ પસંદ કરે છે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ખરીદીના જથ્થામાં વાર્ષિક ધોરણે 50%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેમાં 70%થી વધુ ખરીદદારો મહાનગરોની બહારના વિસ્તારના છે. પ્રીમિયમ સ્માર્ટફોન, એપ્લાયન્સિસ, ફેશન, સુંદરતા, આરોગ્ય અને હોમ જેવી કેટેગરીમાં માંગમાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, EMI આધારિત ખર્ચ વાર્ષિક ધોરણે 40% વધ્યો છે અને EMI પર ખર્ચવામાં આવતા 10 રૂપિયામાંથી 9 વ્યાજમુક્ત નો-કોસ્ટ EMIમાં ગયા છે, જે ગ્રાહકોને તેમના બજેટમાં ખેંચતાણ કર્યા વિના અપગ્રેડ કરવામાં મદદ કરે છે.

એમેઝોનનું જોડાણ હવે મોટા પાયે ચાલી રહ્યું છે

અતિ-ઝડપી ડિલિવરી સેવા “એમેઝોન નાઉ” નવા ગ્રાહકો માટે એક પાવરફુલ ગેટવે તરીકે ઉભરી આવી છે, જેના કારણે વાર્ષિક ધોરણે પહેલી વાર Amazon.com પર ખરીદનારાઓની સંખ્યા 23 ગણી વધુ આવી છે. ગણતરીની મિનિટોમાં શ્રેષ્ઠ ડીલ્સ ડિલિવર કરવાના વચનથી તાત્કાલિક સંતોષ મેળવવા માંગતા ગ્રાહકોમાં જોરદાર પ્રતિક્રિયા જોવા મળી છે, જેના કારણે એમેઝોન નાઉ પર વાર્ષિક ધોરણે દૈનિક ઓર્ડરમાં 18 ગણો વધારો થયો છે. ગ્રાહકોએ ઉચ્ચ-મૂલ્યના ઉત્પાદનો પણ પસંદ કર્યા છે, જેમાં દરેક ઓર્ડર કરેલા ઉત્પાદનનું સરેરાશ મૂલ્ય વાર્ષિક ધોરણે 30% વધ્યું છે.

સેલર્સ બમ્પર વૃદ્ધિની ઉજવણી કરી રહ્યા છે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 સેલર્સ માટે, ખાસ કરીને નાના શહેરોના સેલર્સ માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ બન્યો છે. નવા સેલર્સે યુનિટ વેચાણમાં 2.3 ગણો વધારો નોંધાવ્યો હતો, જેમાં અલાપ્પુઝા, ગુંતૂર, અજમેર, ભટિંડા અને હુગલી જેવા ટિઅર 2 અને 3 શહેરોના ઉદ્યમીઓ સામેલ છે. INR 500 થી ઓછી કિંમતના ઉત્પાદનો ઑફર કરી રહેલા સેલર્સે યુનિટ વેચાણમાં વાર્ષિક ધોરણે 70%નો વધારો નોંધાવ્યો છે, જે પરવડે તેવા ઉત્પાદનોની માંગ વધી રહી હોવાનું દર્શાવે છે. વેચાણમાં 10 ગણો વધારો નોંધાવતા નાના અને મધ્યમ વ્યવસાયિક સેલર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 30%થી વધુનો વધારો થયો હતો છે.

એમેઝોન બિઝનેસ પાવર્સ ફેસ્ટિવ ખરીદી

તહેવારોની મોસમ દરમિયાન વેચાણમાં 40% વાર્ષિક વૃદ્ધિની સાથે-સાથે એમેઝોન બિઝનેસે તેની મજબૂત ગતિ જાળવી રાખી છે. નવા વ્યવસાયિક ગ્રાહકોની નોંધણીમાં વાર્ષિક ધોરણે લગભગ 20% વધારો થયો છે, જે સમગ્ર ભારતમાં વ્યવસાયો દ્વારા ઑનલાઇન ખરીદીની વધી રહેલી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે.

સમગ્ર ભારતમાં તહેવારોની ડિલિવરી વધુ ઝડપી

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન, એમેઝોન ઇન્ડિયાએ 3 માંથી 1 ઓર્ડર સમાન દિવસે ડિલિવર કર્યો છે, જેથી સમાન દિવસે ડિલિવર કરાયેલા ઉત્પાદનોની સંખ્યા વાર્ષિક ધોરણે લગભગ 5 ગણી વધી હતી. 120 થી વધુ શહેરોમાં, એમેઝોને દર બેમાંથી એક પ્રોડક્ટ ગણતરીની મિનિટોમાં ડિલિવર કરી છે. એમેઝોન ભારતના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દ્વારા દરરોજ બમણું શિપમેન્ટ રેલ દ્વારા મોકલે છે, તેમજ મુખ્ય કોરિડોર પર એર શિપમેન્ટ પણ કરે છે.

તહેવારોની મોસમ સમગ્ર દેશમાં વધતી જતી વ્યસ્તતાને પ્રતિબિંબિત કરે છે, જેમાં ઑનલાઇન શોપિંગ પહેલાંની સરખામણીએ ભારતના વધુ વિસ્તારોમાં ફેલાયું છે.

  • નાના શહેરો નાના-મહાનગરોની જેમ ખરીદી કરે છે: 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોના ગ્રાહકોએ કોઈમ્બતુર, નાગપુર અને પટના જેવા સમૃદ્ધ નાના-મહાનગરોના ગ્રાહકો જેટલી જ વસ્તુઓ ખરીદી છે.
  • કરનાલ ટોચના 25 શહેરોમાં આવ્યું: કરનાલ inના ટોચના 25 શહેરોમાં સ્થાન પામ્યું છે. શહેરમાં 2 માંથી 1 વ્યક્તિ Amazon.in પર ખરીદી કરે છે અને ત્યાંના ગ્રાહકો બેંગલુરુ જેટલાં જ ઉત્પાદનો ખરીદે છે.
  • ભારત પ્રીમિયમ પસંદ કરે છે: દિલ્હી અને NCR પ્રદેશના ગ્રાહકોએ રાજ્યોમાં સૌથી વધુ મૂલ્યવાળા ઉત્પાદનો ખરીદ્યા છે, તેમજ બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ તેનાથી સહેજ પાછળ છે.

વિવિધ કેટેગરીમાં બ્લોકબસ્ટર માંગ

પ્રીમિયમ ટેકથી લઈને સ્વદેશી બ્રાન્ડ્સ સુધી, ભારતના ગ્રાહકો દરેક કેટેગરીમાં ખરીદી કરે છે અને આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માટે તેમણે બજેટ નક્કી કર્યું છે.

  • સ્માર્ટફોન: INR 30,000 થી વધુ કિંમતના પ્રીમિયમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના વેચાણમાં વાર્ષિક ધોરણે 50% વૃદ્ધિ થઈ છે, જેમાં સેમસંગ અને વનપ્લસનો સામેલ છે. ટિઅર 2 અને 3 શહેરોએ આ સેગમેન્ટના વિકાસમાં અડધાથી વધુ યોગદાન આપ્યું છે.
  • વેરેબલ (પહેરવાલાયક વસ્તુઓ) અને ઇલેક્ટ્રોનિક્સ: એપલ વોચ 11 અને ગાર્મિનના નેતૃત્વ હેઠળ પ્રીમિયમ સ્માર્ટવોચના વેચાણમાં વાર્ષિક ધોરણે 5 ગણો વધારો થયો છે, DJIની આગેવાની હેઠળ પોકેટ કૅમેરાનું વેચાણ 4 ગણું વધ્યું છે અને INR 30,000 થી વધુ કિંમતના પ્રીમિયમ ટેબ્લેટ્સમાં વાર્ષિક ધોરણે 30%થી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.
  • ટીવી અને એપ્લાયન્સિસ: કુલ ખરીદાયેલા ટીવીમાં 60% હિસ્સો 55 ઇંચ અને તેથી વધુ સાઇઝના ટીવીનો હતો. TCL, સોની અને શાઓમીના નેતૃત્વ હેઠળ મીની LED ટીવીમાં વાર્ષિક ધોરણે 33 ગણો વધારો થયો છે તેમજ ટિઅર 2 અને તેનાથી નીચેના શહેરોએ ઘર મનોરંજનની માંગમાં બે તૃતીયાંશથી વધુ હિસ્સો નોંધાવ્યો છે.
  • ફેશન અને બ્યૂટી: કીમતી, બેયોન (હાઉસ ઓફ ટાઇટન) અને લુસિરાના નેતૃત્વમાં લેબમાં તૈયાર કરાયેલા હીરાના ઘરેણાંમાં વાર્ષિક ધોરણે 3 ગણો વધારો થયો છે અને ઓટોમેટિક ઘડિયાળોમાં વાર્ષિક ધોરણે 60% વધારો થયો છે. in પર ખરીદાયેલા દરેક 6 યુનિટમાંથી 1 કોઈ બ્યૂટી પ્રોડક્ટ હતી અને લક્ઝરી બ્યૂટીમાં વાર્ષિક ધોરણે 30% થી વધુનો વધારો થયો છે – ફેશન અને બ્યૂટીમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. ભારત, ટિઅર 2 અને 3 શહેરોમાં ફેશન ગ્રાહકોમાં 23% સુધી વૃદ્ધિ અને ટિઅર 3 શહેરોમાં ગ્રાહકો દ્વારા 50%થી વધુ બ્યૂટી ઉત્પાદનોની ખરીદી સાથે આગળ વધી રહ્યું છે.
  • Gen Z ફેવરિટ: in પર ફેશન અને બ્યૂટી પર ખર્ચવામાં આવેલા 3 માંથી 1 રૂપિયાથી વધુ રકમ Gen Z ફેવરિટ બ્રાન્ડ્સ માટે ખર્ચાઈ છે, જે 25% વાર્ષિક દરે વધારો છે. Amazon.in ના Gen Z સ્ટાઇલ સ્ટોર SERVE સાથે, જે 350થી વધુ બ્રાન્ડ ઑફર કરવામાં આવે છે. પલ્મોનાસે સ્ટેટમેન્ટ જ્વેલરીમાં વાર્ષિક ધોરણે 2.6 ગણો, નાઇકીએ એ જૂતામાં વાર્ષિક ધોરણે 75% વધારો અને બ્લિકક્લેબ એથ્લેઝરમાં વાર્ષિક ધોરણે 80% વધારો નોંધાવ્યો છે.
  • હોમ અને કિચન: વેકફિટ ડેસ્કમાં વાર્ષિક ધોરણે 3.7 ગણો વધારો થયો, સોફામાં 2.3 ગણો વધારો થયો, વોર્ડરોબમાં 2.2 ગણો વધારો થયો, કોફી મેકરમાં લગભગ 80% અને એર ફ્રાયર્સમાં 55% વધારો થયો. ઉચ્ચ-કાર્યક્ષમતાવાળી સોલાર પેનલોમાં લગભગ 7 ગણો વધારો થયો છે.
  • રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ: વનસ્પતિ પ્રોટીનમાં વાર્ષિક ધોરણે બમણાથી વધુ વૃદ્ધિ થઈ છે. મીઠાઈઓમાં વાર્ષિક ધોરણે 70% અને પેટ્સના હેલ્થ માટેનાં ઉત્પાદનો તેમજ પૂરવણીઓમાં વાર્ષિક ધોરણે 40% થી વધુનો વધારો થયો છે. ભારત, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં મહાનગરોની તુલનામાં ટિઅર 2 અને 3 શહેરોમાં વાર્ષિક ધોરણે ત્રણ ગણી ઝડપથી વૃદ્ધિ સાથે આગળ વધ્યું છે.
  • મોબિલિટી: લગભગ 4,500 પિન કોડ ધરાવતા ગ્રાહકોએ in પર ટુ વ્હીલર માટે ખરીદી કરી છે, જેમાં પ્રીમિયમ મોટરસાયકલો ટ્રાયમ્ફ સ્પીડ 400 અને KTM 390 એડવેન્ચરનો સમાવેશ થાય છે.
  • મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ્સ: નુયુકે વાર્ષિક ધોરણે 4 ગણો વધારો કર્યો છે, નેસ્ટેશિયાએ 2 ગણી વૃદ્ધિ અને નેટિવ બાય UCએ 80%થી વધુ વૃદ્ધિ નોંધાવી છે.

લવચીક ચુકવણીઓથી તહેવાર સંબંધિત અપગ્રેડ વધુ સુલભ બન્યું

  • તહેવારોની ખરીદીને વધુ સસ્તી બનાવવા માટે ગ્રાહકોએ વિવિધ ચુકવણીના વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષની સરખામણીએ 20% થી વધુ ગ્રાહકોએ SBI, એક્સિસ બેંક, ICICI બેંક અને HDFC બેંક કાર્ડ પર ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટનો લાભ લીધો છે.
  • EMIથી મોટી ખરીદીને એકધારું પ્રોત્સાહન મળી રહ્યું છે. EMI આધારિત ખર્ચમાં વાર્ષિક ધોરણે 40% વધારો થયો છે. કુલ EMI ખર્ચમાંથી 90% વ્યાજમુક્ત નો કોસ્ટ EMI પર હતો, જેમાં ગયા વર્ષ કરતાં 25% વધુ ગ્રાહકોએ નો કોસ્ટ EMI પસંદ કર્યો છે. EMI આધારિત ખર્ચમાં અડધો ભાગ મોબાઇલ, ટીવી અને ઉપકરણો પરના ખર્ચનો છે.
  • એમેઝોન પે લેટર પર નો કોસ્ટ EMIમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. એમેઝોન પે લેટર પર નો કોસ્ટ EMIમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો છે. તેમના ઇશ્યુમાં વાર્ષિક ધોરણે 30%નો વધારો થયો છે અને એમેઝોન પે લેટર પર કરવામાં આવેલી 4માંથી 3 ખરીદીઓ EMI પર કરવામાં આવી છે, જે ગ્રાહકોની અનુમાનિત, વ્યાજમુક્ત ચુકવણી માટેની વધતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે. પે ઇન 3, તેના વ્યાજમુક્ત હપ્તાના વિકલ્પમાં પણ વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો છે.
  • એમેઝોન પે UPIનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 40% વધારો થયો છે અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા લગભગ 50% વધી છે. આમાં 5 માંથી 2 ગ્રાહકોએ UPI પેમેન્ટનો વિકલ્પ પસંદ કર્યો છે, જ્યારે એમેઝોન પે બેલેન્સનો ઉપયોગ કરનારા ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો છે અને ટ્રાન્ઝેક્શનમાં લગભગ 5 ગણો વધારો થયો છે.
  • એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓનો આધાર વાર્ષિક ધોરણે 25% વધ્યો છે, જેમાં ગ્રાહકોએ ઉચ્ચ મૂલ્યની ખરીદી માટે 12 મહિના અને તેથી વધુ સમયના EMI સમયગાળાનો ઉપયોગ કર્યો હોવાથી તેમાં 3 ગણો વધારો થયો. EMI ઉપરાંત, ગિફ્ટ કાર્ડ્સ વાર્ષિક ધોરણે 75% વધ્યા છે અને તહેવારોની મુસાફરી મજબૂત રહી હતી જેમાં, કુલ બુકિંગમાં ફ્લાઇટ્સ મુસાફરીનો હિસ્સો લગભગ 70% છે તેમજ હોટેલ અને બસના બુકિંગમાં વાર્ષિક ધોરણે 45% અને 40% વૃદ્ધિ થઈ છે.

સમગ્ર ભારતમાં સેલર્સમાં તહેવારનો જોરદાર માહોલ દેખાય છે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026ના પગલે સમગ્ર ભારતમાં સેલર્સના વેચાણમાં મજબૂત ગતિ પકડાઈ છે. નવા સેલર્સે 2.3 ગણાથી વધુ યુનિટ વેચ્યા છે, જે તમામ એડિશનમાં નવા સેલર્સ દ્વારા સૌથી મજબૂત કામગીરી બતાવે છે. નાના અને મધ્યમ વ્યવસાયિક સેલર્સની સંખ્યામાં વેચાણમાં 30%થી વધુનો વધારો થયો છે, જે તહેવારોની ખરીદીના પ્રોગ્રામ દરમિયાન નાના વ્યવસાયોની વધતી સફળતા બતાવે છે. INR 500થી ઓછી કિંમતના ઉત્પાદનો માટે તાજેતરના ફી ઘટાડા બાદ, આ પ્રાઇસ બેન્ડમાં સસ્તા ઉત્પાદનો ઑફર કરતા સેલર્સ માટે તેમનો સૌથી મજબૂત એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ નોંધાયો છે, જેમાં આ સેલર્સ દ્વારા વેચાયેલા યુનિટ્સની સંખ્યા 70%થી વધુ વધી છે અને આ સેલર્સની સંખ્યામાં 35%થી વધુ વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. ખાસ કરીને સુરત, જયપુર અને કોઈમ્બતુરમાંથી સૌથી વધુ આ સેલર્સ છે. ભારતના કારીગર કેન્દ્રોએ પણ તહેવાર સંબંધિત મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જેમાં અજમેર, જોધપુર અને સહારનપુરમાં વેચાયેલા યુનિટ્સમાં વાર્ષિક 30% થી વધુનો વધારો થયો છે. વેચાણમાં 10 ગણો વધારો થયો હોય તેવા કારીગરોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો છે.

બ્રાન્ડ્સે રેકોર્ડ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 ઉજવ્યો

  • નેસ્ટેશિયાના સહ-સ્થાપક અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં, અમે વાર્ષિક ધોરણે 100% થી વધુ વૃદ્ધિ કરી છે અને અમારો આગામી તબક્કો બોટલ, લંચ બોક્સ, કુકવેર, સ્ટોરેજ કન્ટેનર અને કિચન ટૂલ્સની નવી કેટેગરી સાથે રસોડાની કેટેગરી પર કેન્દ્રિત છે”.
  • સ્લોવિકના ઇ-કોમર્સ હેડ શુભમ દંડવતેએ જણાવ્યું હતું કે, “આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં in પર અમારા વેચાણમાં બમણાથી વધુનો વધારો થયો છે, જે વાર્ષિક ધોરણે 154% વધુ છે અને અમે ગયા વર્ષ કરતાં લગભગ ત્રણ ગણા યુનિટ વેચ્યા છે”.
  • VIP ગ્રૂપના CMO સમીર વાંચુએ જણાવ્યું હતું કે, “ચાલુ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં અમારા બ્રાન્ડ્સ એરિસ્ટોક્રેટ, સ્કાયબેગ્સ અને ફૂટલૂઝ માટે ગ્રાહકોની મજબૂત માંગથી અમે ખુશ છીએ. અમારા એકંદર ગ્રૂપ પોર્ટફોલિયોમાં વાર્ષિક ધોરણે 45%નો વધારો થયો છે. આ એક અત્યંત પ્રોત્સાહક કામગીરી છે અને અમે એમેઝોન ગ્રાહકોમાં પ્રાપ્ત કરેલા ગુણવત્તા અને વિશ્વાસને આ વૃદ્ધિથી ફરી પુષ્ટિ મળે છે. જ્યારે એરિસ્ટોક્રેટ અને સ્કાયબેગ્સ ઘર-ઘરનું નામ છે, ત્યારે અમારી નવી લોન્ચ થયેલી બ્રાન્ડ ફૂટલૂઝે એમેઝોન પર VIP ગ્રૂપ પોર્ટફોલિયોમાં 3% યોગદાન આપીને અપેક્ષાઓ કરતાં વધુ સારું કામ કર્યું છે. અમે નાણાકીય વર્ષ 2027ના બાકીના સમયગાળા માટે અને આગામી વર્ષ સુધી આ વૃદ્ધિ પર નિર્માણ કરવા આતુર છીએ”.
  • હોનાસા કન્ઝ્યુમર લિમિટેડના ઇકોમર્સ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રિચા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ દિવાળીએ in પર, ગ્રાહકોએ અમને બતાવ્યું કે તેઓ વધુ સ્માર્ટ ખરીદી કરી રહ્યા છે, સિંગલ યુનિટ કરતાં મૂલ્ય પેક, તૈયાર રૂટિન અને સમસ્યાનું નિરાકરણ કરતી પ્રોડક્ટ્સ પસંદ કરી રહ્યા છે. અમારી ફેસ વૉશ કેટેગરીમાં વાર્ષિક ધોરણે 1.8 ગણો વધારો થયો છે, જેમાં મામાઅર્થ રાઇસ ફેસ વૉશ રેન્જમાં 5 ગણી વૃદ્ધિ થઈ છે, તેમજ સનસ્ક્રીન અને સીરમ કોમ્બો જેવા રેજિમેન્ટ પેકમાં વાર્ષિક ધોરણે 10 ગણો વધારો થયો છે. આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, ગ્રાહકો ક્યૂરેટેડ રૂટિન ઇચ્છે છે. Amazon.in એવી જગ્યા છે જ્યાં અમારા ગ્રાહકો તેમના સ્કીન કૅર રૂટિન શોધે છે, બનાવે છે અને તેના માટે પ્રતિબદ્ધ છે”.

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો. અસ્વીકરણ: ઉત્પાદનની વિગતો, વર્ણન અને કિંમત વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે. એમેઝોન ઉત્પાદનોના ભાવ નક્કી કરવામાં કે તેનું વર્ણન કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્પાદન-સંબંધિત માહિતીની ચોકસાઈ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા આપવામાં આવે છે, જેમાં એમેઝોનની કોઈ ભૂમિકા હોતી નથી. ઉત્પાદનનું વર્ણન, વિશેષતાઓ અને ડીલ્સ વિક્રેતાઓ દ્વારા પૂરાં પાડવામાં આવે છે અને તે જેમ છે તેમ જ રજૂ કરવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

બ્રિટાનિયા બ્રેડ દ્વારા રોમાંચક પુરસ્કારોની સાથે “હર સ્લાઇસ પર પ્રાઇઝ” અભિયાન જાહેરાત કરી

viratgujarat

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

Leave a Comment