Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય

તલગાજરડા, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે.

પ્રદેશ, દેશ કે દુનિયા કોઈ પણ જગ્યાએ સર્જાતી આપદાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા તરફથી સંવેદના સહાય અર્પણ થતી રહે છે. તાજેતરમાં ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ થઈ છે.

છેલ્લાં કેટલાંક દિવસોમાં આ અકસ્માત દુર્ઘટનાઓમાં મરણ પામેલ વ્યક્તિનાં વારસદાર પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે સહાય અર્પણ થયેલ છે. આ યાદી મુજબ મહુવા તાલુકાના છાપરી ગામે વાડી વિસ્તારમાં દીપડાએ કરેલ હુમલામાં ૧ બાળક, મોરબી હળવદ માર્ગ પર ચરાડવા ગામ નજીક વાહન અકસ્માતમાં રણછોડગઢ ગામની ૫ વ્યક્તિ, ગોંડલ તાલુકાનાં શેમળા ગામે ઓરિયા તળાવમાં ડૂબી જતાં ૩ બાળકો, બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે પાનસા રીંછડી ગામે તળાવમાં ડૂબી ૩ બાળકો, સિધ્ધપુર દેથલી ચોકડી પાસે વાહન અડફેટે ૧ શ્રમિક, સુરતમાં ખાંડ બજારમાં કારખાનામાં ૪ શ્રમિકો અને ભાવનગરમાં રામદરબારથી ઘરે પરત જતાં ૨ વ્યક્તિ મરણ પામેલ છે. છેલ્લા આ મરણ પામનાર ૧૯ વ્યક્તિઓનાં વારસદાર પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહેલ છે.

== સમાપ્ત ==

Related posts

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

અગસ્ત્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી

viratgujarat

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) SET અને SITEEE 2026 દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ ટૂંક સમયમાં બંધ થઈ રહી છે.

viratgujarat

Leave a Comment