Virat Gujarat
હેલ્થકેર

મૈરિંગો સિમ્સ હોસ્પિટલે TACOS 2026નું સફળ આયોજન કર્યું, થોરાસિક અને કોલોરેક્ટલ ઓન્કોલોજી ક્ષેત્રે એક્સલન્સ માટેની આગવી પહેલ

Ahmedabad, 21 February 2026: મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ઓન્કો સાયન્સ વિભાગે 21-22 ફેબ્રુઆરી 2026નાં
રોજ TACOS 2026 (થોરાસિક અને કોલોરેક્ટલ ઓન્કોલોજી સમિટ)નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં
દેશભરના અગ્રણી ઓન્કોલોજિસ્ટ્સ, સર્જન્સ, એકેડેમિશિયન્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ થોરાસિક અને કોલોરેક્ટલ
કેન્સર પર ફોકસ્ડ એકેડેમિક એક્સચેન્જ માટે એકઠા થયા હતા.
પ્રથમ વખત આયોજિત, TACOS 2026એ કેન્સર કેરમાં ઝડપથી વિકસતા બે ક્ષેત્રો, થોરાસિક અને કોલોરેક્ટલ
ઓન્કોલોજી માટે એક હાય-ઇમ્પેક્ટ સાયન્ટિફિક પ્લેટફોર્મ બનાવ્યું છે. સમિટમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ
ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી, પલ્મોનોલોજી અને ગેસ્ટ્રો-ઓન્કોલોજીના પ્રખ્યાત એક્સપર્ટ્સની ભાગીદારી
જોવા મળી, જે મજબૂત નેશનલ અને રિજનલ પ્રતિનિધિત્વને પ્રતિબિંબિત કરે છે.
આ સાયન્ટિફિક પ્રોગ્રામમાં લેટેસ્ટ ગાઇડલાઇન્સ, લેન્ડમાર્ક ટ્રાયલ્સ અને કેર માટેનાં વિકસતા સ્ટાન્ડર્ડ્સ પર
વ્યાપક, પુરાવા-આધારિત ચર્ચાઓ કરવામાં આવી હતી. પેનલ ડિસ્કશન્સ અને દિબેટ્સમાં સર્જરી vs SBRT,
ઓછામાં ઓછો ઇન્વેસિવ એપ્રોચ અને મલ્ટિમોડાલિટી ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીસ સહિતની મુખ્ય કન્ટેમ્પરરી કોન્ટ્રોવર્સી
વિશે ચર્ચા થઇ હતી, જે ડાયનામિક એકેડમિક એક્સચેન્જને પ્રોત્સાહન આપે છે.
આ સમિટનું મુખ્ય આકર્ષણ લાઇવ કેસ-આધારિત ચર્ચાઓ હતી, જ્યાં ક્લિનિકલ કેસ પર એક્સપર્ટ ઇનસાઇટ્સ
અને પ્રેક્ટિકલ ડિસિઝન-મેકિંગનો એપ્રોચ રાખવામાં આવ્યો હતો. કોન્ફરન્સમાં ક્વિઝ સ્પર્ધાઓ, એબ્સ્ટ્રેક્ટ
પ્રેઝન્ટેશન્સ અને ઇન્ટરેક્ટિવ સેશન્સ દ્વારા યુવા ઓન્કોલોજિસ્ટ્સને એન્ગેજ કરવામાં આવ્યા હતા, જેનાથી
ઓન્કોલોજી પ્રોફેશનલ્સની આગામી જનરેશનને પ્રોત્સાહન મળે.
મલ્ટિડિસિપ્લિનરી એપ્રોચ પર ભાર મૂકતા, TACOS 2026 એ કોલાબરેટિવ, ટીમ-આધારિત કેન્સર કેર અને
પ્રિસિઝન ઓન્કોલોજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ સમિટે લેટેસ્ટ રિસર્ચ અને તેના પ્રેક્ટિકલ ક્લિનિકલ
એપ્લિકેશન વચ્ચેના અંતરને સફળતાપૂર્વક દૂર કર્યું હતું, જેમાં ફેફસાં, અન્નનળી અને કોલોરેક્ટલ કેન્સરમાં દર્દીનું
સ્વાસ્થ્ય સુધારવા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટે નોલેજ શેરિંગ, પ્રોફેશનલ નેટવર્કિંગ અને ઓન્કોલોજી પ્રેક્ટિસમાં અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા
માટે એક મહત્વપૂર્ણ એકેડેમિક ફોરમ તરીકે સેવા આપી હતી.

કોન્ફરન્સ ડિરેક્ટર ડૉ. અભિષેક જૈને જણાવ્યું હતું કે, “TACOS 2026 ની કલ્પના અર્થપૂર્ણ વાર્તાલાપ, પુરાવા-
આધારિત ચર્ચાઓ અને મલ્ટિડિસિપ્લિનરી કોલાબરેશન દ્વારા થોરાસિક અને કોલોરેક્ટલ ઓન્કોલોજીને આગળ
ધપાવવા માટે એક ડેડિકેટેડ એકેડેમિક પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી. સમિટે દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારવાના
હેતુથી લેટેસ્ટ રિસર્ચ અને ઇનોવેશનને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી હતી.”
કોન્ફરન્સ ડિરેક્ટર ડૉ. નિશાંત સંઘવીએ જણાવ્યું હતું કે, “TACOS 2026 એ કોલોરેક્ટલ ઓન્કોલોજીમાં નેશનલ
અને ઇન્ટરનેશનલ પદ્ધતિઓ પર ચર્ચા વિચારણા માટે મહત્વપૂર્ણ પહેલ છે. આ પ્લેટફોર્મ અર્થપૂર્ણ સાયન્ટિફિક
એક્સચેન્જ અને કોલાબરેટિવ લર્નિંગને સક્ષમ કરે છે તથા સમગ્ર ભારતમાં દર્દીઓની સ્થિતી સુધારવા અને કેન્સર
કેરનાં સ્ટાન્ડર્ડ્સને મજબૂત બનાવવામાં ફાળો આપે છે.”
સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. મનીષ ગાંધીએ જણાવ્યું હતું કે, “TACOS 2026 એ ફક્ત એક કોન્ફરન્સ જ નથી
પરંતુ વિઝન, કુશળતા અને ઇનોવેશનનું સંકલન છે. વિવિધ સેક્ટર્સનાં લીડર્સને એકસાથે લાવીને, અમારો હેતુ
અત્યાધુનિક સાયન્સને રિયલ-વર્લ્ડ ઇમ્પેક્ટમાં પરિવર્તિત કરવાનો, અર્થપૂર્ણ કોલાબરેશનને પ્રોત્સાહન આપવાનો
અને દર્દીના સારા સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધતા સાથે થોરાસિક અને કોલોરેક્ટલ કેન્સર કેરનાં ભવિષ્યને ફરીથી
વ્યાખ્યાયિત કરવાનો છે.”
MCIMS ના ફેસિલિટી ડિરેક્ટર શ્રી મયુર દવેએ જણાવ્યું હતું કે, “અમે અનેક રાજ્યો અને શહેરો તેમજ વિદેશમાં
હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર તરીકે કોલાબરેટિવ ક્લિનિકલ પ્લેટફોર્મ દ્વારા હંમેશા એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ અને
સુપર સ્પેશિયાલિટી ક્લિનિકલ એક્સલન્સ અને ક્લિનિશિયન્સ વચ્ચે સતત નોલેજ શેરિંગ માટે સહાયક ભૂમિકા
ભજવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મીડિયા મિત્રોના ખૂબ આભારી છીએ જેમણે પોતાનો કિમતી સમય આપીને
દરેક વ્યક્તિ સુધી જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો છે. અમે સૌના આભારી છીએ.”

Related posts

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રણ માટે નવી થેરાપી ‘સિલેજ ટ્રિયો’ લોન્ચ

viratgujarat

Ride to Rise: HCG Hospitals, Rajkot દ્વારા બ્રેકફાસ્ટ બાઇક રેલી મારફતે કેન્સર જાગૃતિ અભિયાન

viratgujarat

SAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક (WAAW) 2025નું કરાયું આયોજન

viratgujarat

Leave a Comment