Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસબિઝનેસ

અદાણી ફાઉ. દ્વારા મુન્દ્રા તાલુકામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપેઅદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડનાસહયોગથી મુન્દ્રા તથા આસપાસના વિસ્તારોમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ હાથ ધરવામાં આવી જે અંતર્ગત બાગાયતી રોપાઓનું વાવેતર કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.

 

સીઇઆરકાર્યક્રમ હેઠળ સ્થાનિક ખેડૂતોને બાગાયતી રોપાઓની ખરીદી માટે ટોકન સ્વરૂપે રૂપિયા ૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવી છે.વર્ષ દરમિયાન કુલ આશરે ૧૭૦ જેટલા ખેડૂતો દ્વારા બાગાયતી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તેમજ મુન્દ્રા-માંડવી તાલુકામાં ટકાઉ અને વૈવિધ્યપૂર્ણ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે, જે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુન્દ્રાના વૈજ્ઞાનિક જે.ડી. ગોસ્વામીએ ખેડૂતોને વર્તમાન પાકોની પસંદગી, સંભાળ અને કચ્છના હવામાનને અનુકૂળ બાગાયતી ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું.

 

કાર્યક્રમને સંબોધન કરતાં અદાણી પોર્ટસના એકઝીક્યુટિવ ડાઇરેક્ટર શ્રી રક્ષિત શાહએ ખેડૂતોને વધુમાં વધુ બાગાયતી પાકોનું વાવેતર કરવા અને કચ્છના ફળોને રાજ્યભરમાં ઓળખ મળે દિશામાં પ્રયત્નો કરવા પ્રેરણા આપી હતી. અદાણી ફાઉન્ડેશનના પંકતિ શાહએ જણાવ્યું કે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ બાગાયતી ખેતી અપનાવી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે જરૂરી છે.

 

પ્રસંગે આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. અદાણી ફાઉન્ડેશન દ્વારા આવી પહેલો દ્વારા સ્થાનિક ખેડૂતોની આવકમાં વધારો, પર્યાવરણીય સંતુલન જાળવણી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

 

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના આ પહેલ હરિયાળી આજીવિકા અને પર્યાવરણ સંરક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.

 

વધુ વિગતો માટે વિઝિટ કરો www.adanifoundation.org

Related posts

સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે મોનસૂન સેલ જાહેર કર્યો: ભાડું રૂ. 2,799 થી શરૂ

viratgujarat

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ ઉત્પાદન લાઇનનું જાપાનના રાજદૂત દ્વારા ઉદ્ઘાટન

viratgujarat

ઈન્ડિગો નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેશન શરૂ કરનારી પ્રથમ એરલાઈન બની

viratgujarat

Leave a Comment