Virat Gujarat
બિઝનેસ

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં શ્રી પ્રણવ અદાણીનું સંબોધન

માનનીય મુખ્યમંત્રી શ્રી ડો. મોહન યાદવજી,

આદરણિય કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધીઆજી,

મધ્ય પ્રદેશના માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગોવિંદસિંઘ રાજપુતજી

પ્રદેશના માનનીય પાવર મંત્રી શ્રી પ્રદ્યુમનસિંઘ તોમરજી,

મધ્ય પ્રદેશ સરકારના તમામ માનનીય અધિકારીગણ,

અમારા સાથીઓ, સહયોગીઓ અને અહીં ઉપસ્થિત સર્વે પ્રજાજનોને મારા સાદર

નમસ્કાર

આજે ગુનાની આ પવિત્ર ધરતી ઉપર અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના ભૂમિપૂજનના અવસર નિમિત્તે આપ સર્વની વચ્ચે ઉપસ્થિત રહેવાની મારા માટે ગૌરવની વાત છે. આજનો દિવસ ફકત એક પ્રકલ્પનો આરંભ નથી પરંતુ મધ્યપ્રદેશના વિકાસને એક નવી દીશા તરફ દોરી જતો દિવસ છે.

આદરણિય મુખ્યમંત્રી શ્રી ડો મોહન યાદવજીના નેતૃત્વમાં મધ્યપ્રદેશના વિકાસે નવી રફતાર પકડી છે.

સરકારનું લક્ષ્ય આંતર માળખું, ઉદ્યોગ અને રોજગાર નિર્માણની તકો ઉપર કેન્દ્રીત છે. તેનો પૂરાવો ૨૦૨૫ના વર્ષમાં રાજયએ હાંસલ કરેલો રુ.૧૫ લાખ કરોડથી વધુનો જીડીપી છે તેનો સીધો અર્થ એ છે કે મધ્ય પ્રદેશ પૂરી તાકાતથી આગળ વધી રહ્યું છે.

આદરણિય વડાપ્રધાનશ્રીના પીએમ ગતિ શક્તિ વિઝનના કારણે અહીં લોજીસ્ટિકસ, ઔદ્યોગિક સંલગ્ન આંતર માળખું અને પરિવહન સુવિધાઓમાં સુધારો થયો છે, તેના ફળ સ્વરુપ ઔદ્યોગિક રોકાણો માટે મજબૂત વાતાવરણનું નિર્માણ થયું છે. હું આદરણિય કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદીત્ય સિંધીઆનો પણ વિશેષ આભાર વ્યકત કરું છું.આપના સહયોગ અને પ્રયાસોથી અમોને ઘણી મદદ મળી છે.તેનાથી વિકાસ યોજનાઓ ફક્ત કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર ઝડપથી ઉતરી છે. તાજેતરમાં જ આપે શિવપુરી જિલ્લામાં અદાણી વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા.

મિત્રો, અદાણી સમૂહ આજે ઉર્જા, આંતરમાળખું, લોજીસ્ણિક્સ અને હરીત ટેકનોલજી જેવા દેશ માટે જરુરી અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યો છે.

અમારું ધ્યાન કેવળ વ્યવસાયમાં વધારો કરવાનું નથી પરંતુ ભારત રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવા અને લોકોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવા ઉપર છે. ગત વર્ષે ભોપાલમાં યોજાયેલ વૈશ્વિક રોકારણકારો શિખરમાં અમારા ચેરમેન માનનીય ગૌતમ અદાણીજીએ મધ્યપ્રદેશમાં રુ.૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાનો સંકલ્પ કર્યો હતો.  આ રોકાણ હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ, ખનન, સ્માર્ટ મીટર્સ અને થર્મલ ઉર્જાના ક્ષેત્રમાં થવાનું છે. તેનાથી વર્ષ-૨૦૩૦ સુધીમાં ૧,૨૦,૦૦૦ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે. આજના આ ભુમિપુજનનો અવસર તેમણે કરેલા વાયદાને જમીન ઉપર ઉતારવાની દિશામાં એક મજબૂત કદમ છે. અમારું ધ્યાન ગુના જિલ્લાના લોકોને નોકરીની નવી તકો ઉપલબ્ધ બનાવી તેઓને સમ્માનજનક જીવન પ્રદાન કરવા ઉપર સ્થિર છે.

અમારા માટે મધ્ય પ્રદેશ પહેલાથી જ બહુ મહત્વનું રાજ્ય રહ્યું છે. કત્ની જિલ્લાના અમેઠા અને કીમોર પ્રકલ્પોમાં અમે રુ.૪ હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે.આ પ્રદેશને અદાણી પાવર ૧૨૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડી રહ્યું છે. આ સિવાય ૫,૬૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાની તૈયારી ચાલી રહી છે. તેનાથી મધ્ય પ્રદેશમાં વધી રહેલી વીજળીની જરુરિયાતને પૂરી કરવામાં મદદ મળશે. આ સિવાય લાહોરી, ધાર, રતલામ અને ઉઝજૈનમાં અમે પવન ઉર્જા પ્રકલ્પો પણ શરુ કર્યા છે અને અમે ટૂંક જ સમયમાં ઉજ્જૈન માં પણસિમેન્ટ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરીશું. આજે અમે ગુનમાં અદાણી સિમેન્ટના નવા પ્રકલ્પનું ભૂમિપૂજન કર્યું છે. આજની સ્થિતિએ અદાણી સિમેન્ટની પ્રતિ વર્ષ ૧૦૯ મેટ્રીક ટન ઉત્પાદન ક્ષમતા છે અને અમે સતત વિસ્તરણ કરી રહ્યા છીએ.

અમારા પ્રયાસો હંમેશા એવા રહ્યા છે કે ઉત્પાદન અને પુરવઠાનું માળખું એવું હોય કે જેના લીધે લોકો સુધી સિમેન્ટનો પુરવઠો ઝડપથી પહોંચે. કિંમત ઓછી હોય અને ગુણવત્તા જળવાઇ રહે.

વાર્ષિક ૪૦ લાખ મેટ્રિક ટનની ક્ષમતાનો આ પ્રકલ્પ બે તબક્કામાં બનશે પ્રથમ તબક્કો ૨૦૨૮ સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય છે. અમે તેને ઝડપ, ગુણવત્તા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સપ્પન કરશું. આ પ્રકલ્પમાં રુ.૧,૦૬૦ કરોડનું રોકાણ કરવામાં આવનર છે. ગુનામાં આજ સુધીનું સૌથી મોટું રોકાણ છે, તેનાથી લગભગ ૧૫૦૦ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. આવનારા સમયમાં આ પ્રકલ્પ રાજયની તિજોરીમાં રુ.૬,૦૦૦ કરોડથી વધુનું યોગદાન આપશે. પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે કોઇપણ પ્રકલ્પની અસલ તાકાત ફક્ત આંકડાઓ નથી હોતી, અસલ તાકાત પરિવર્તનની હોય છે જે લોકોના જીવન ધોરણમાં આવે છે. આ પ્રકલ્પની આજુબાજુ નવા નાના વ્યવસાયો, પરિવહન સેવાઓ અને સ્થાનિક પુરવઠાની નવી સંભાવનાઓનું સર્જન થશે.

દોસ્તો આ માત્ર સિમેન્ટ પ્લાન્ટનું રોકાણ નથી પરંતુ મધ્ય પ્રદેશના લોકો ઉપર અપ્રતિમ વિશ્વાસનું રોકાણ છે.આ સ્થાનિક યુવાધનના ભવિષ્ય માટેનું રોકાણ છે અને આ રાજ્યની પ્રગતિમાં હિસ્સેદારીનું રોકાણ છે.આદરણિય મુખ્ય મંત્રીજી અને આદરણિય કેન્દ્રીય મંત્રી મહોદય હું આપનો અને આપની સરકારનો હ્દયપૂર્વક આભાર માનું છું કે આપના રચનાત્મક પ્રયાસોથી ઉદ્યોગો માટે એક હકારાત્મક વાતાવરણ બન્યું છે. અને નિર્ણયો ઝડપથી થઇ રહ્યા છે.  અદાણી સમૂહ મધ્ય પ્રદેશના સુવર્ણ ભવિષ્યની સાથે પૂરી તાકાત સાથે ઉભું છે. અમે રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને કામ કરતા રહેશું અને ભારત દેશના નિર્માણમાં અમારું યોગદાન આપતા રહેશું.

Related posts

ડેવુએ મંગાલી ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારીમાં ભારતીય બજારમાં લ્યુબ્રિકન્ટ્સની શ્રેણી લોન્ચ કરી

viratgujarat

જીઈ એરોસ્પેસનું પુણેનું ઉત્પાદન એકમ 10 વર્ષની કામગીરીની ઉજવણી કરે છે

viratgujarat

કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું

viratgujarat

Leave a Comment