Virat Gujarat
બિઝનેસ

અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ 24 માર્ચ, 2026ના રોજ ખુલશે

  • પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 201થી રૂ. 212નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે (“Equity Share”)
  • બિડ/ઇશ્યૂ મંગળવાર, 24 માર્ચ, 2026ના રોજ ખુલસે અને શુક્રવાર, 27 માર્ચ, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 23 માર્ચ, 2026 રહેશે
  • બિડ્સ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના લઘુતમ 70 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુના 70 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે

અમદાવાદ, 20 માર્ચ, 2026 – અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ (the “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઇશ્યૂ મંગળવાર, 24 માર્ચ, 2026 ના રોજ ખોલશે અને તે શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. આ આઈપીઓ સંપૂર્ણપણે રૂ. 4,400 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ છે.

 

પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 8,27,96,840 ઇક્વિટી શેર્સ હાલની તારીખે બાકી છે.

 

કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી અંદાજિત રૂ. 4,400 મિલિયનની ચોખ્ખી આવકનો ઉપયોગ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ (collectively, the “Object of Issue”) માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

 

એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને કીનોટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“Book Running Lead Managers” or “BRLMs”) છે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.

 

આ ઇક્વિટી શેર્સ કંપનીના 12 માર્ચ, 2026 ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) દ્વારા જારી કરવામાં આવી રહ્યા છે જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી-2, સેન્ટ્રલ દિલ્હી (“RoC”) માં ફાઇલ કરવામાં આવ્યા છે. કંપનીના શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, collectively the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.

Related posts

HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન્સને સન્માનિત કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ધ પિંક રન’નું આયોજન કરાયું

viratgujarat

IndiGo ગુજરાતમાં નેટવર્કને મજબૂત કરવાનું ચાલુ રાખે છે; મુંબઈ અને જામનગર વચ્ચે દૈનિક ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ થાય છે

viratgujarat

ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશને ટ્રાન્સલેશન ફેલોશિપના 3જા રાઉન્ડ માટે અરજીઓ મંગાવી

viratgujarat

Leave a Comment