Virat Gujarat
બિઝનેસ

પોલાઈટ પાવરટેક લિમિટેડે સેબી (SEBI) સમક્ષ ડીઆરએચપી (DRHP) ફાઇલ કર્યું

20 March 2026: પોલાઈટ પાવરટેક લિમિટેડે ("કંપની") માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

આ કંપની એક ઇન્ટીગ્રેટેડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ("EPC") કંપની છે, જે પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગને લગતી સર્વિસ પ્રદાન કરે છે. તેની મુખ્ય એક્સપર્ટિસ સ્ટેટ ગવર્નમેન્ટ યુટિલિટીઝ, પબ્લિક સેક્ટર એન્ડરટેકિંગ્સ તથા પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓ માટે હાઇ-વોલ્ટેજ અને એક્સટ્રા-હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ કેબલિંગ નેટવર્ક, સોલાર ઇપીસી (EPC) પ્રોજેક્ટ્સ, એર-ઇન્સ્યુલેટેડ અને ગેસ-ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનના એક્ઝિક્યુશનમાં રહેલી છે.

કંપનીનો બિઝનેસ તેના મૂળ M/s. પટેલ ઇલેક્ટ્રિકલ્સમાં છે, જે 2006માં તેના પ્રમોટર યોગેશકુમાર નરોત્તમભાઈ પટેલ દ્વારા સ્થાપિત એક પ્રોપરાઇટરી ફર્મ છે. 6 જાન્યુઆરી, 2024નાં રોજ કરાયેલા બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ અનુસાર, કંપનીએ M/s. પટેલ ઇલેક્ટ્રિકલ્સના ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સનો ટ્રેડિંગ અને ડીલિંગનો બિઝનેસ હસ્તગત કર્યો, જેમાં તેની તમામ એસેટ્સ, લાયાબિલિટીઝ, લાઇસન્સ અને પરમિટનો સમાવેશ થાય છે તથા સોલાર એનર્જી અને અન્ય સોલાર-સંબંધિત બિઝનેસનો સમાવેશ થતો નથી, જેનાં પર 31 ડિસેમ્બર, 2023થી ચર્ચા-વિચારણા થઇ રહી છે.

ડીઆરએચપી (DRHP) મુજબ, કંપની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓફરની ટોટલ સાઇઝ 1,25,00,000 ઇક્વિટી શેર સુધી છે, જેમાં 1,00,00,000 સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 25,00,000 સુધીના ઇક્વિટી શેરનાં ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. નેટ ઇન્કમનો ઉપયોગ વર્કિંગ કેપિટલ અંગેની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ઇક્વિટી શેર NSE અને BSE પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.

કંપનીએ તાજેતરમાં ફાઇનાન્શિયલ ગ્રોથ હાંસલ કર્યો છે, જેમાં કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2023માં ઝીરોથી નાણાકીય વર્ષ 2024માં રૂ. 2,464.87 લાખ થઈ હતી અને નાણાકીય વર્ષ 2025માં રૂ. 15,563.01 લાખ થઇ હતી, અને નાણાકીય વર્ષ 2026નાં પહેલા છ મહિનામાં રૂ. 9,732.02 લાખ સુધી પહોંચી હતી, સાથે સાથે EBITDA અનુક્રમે ઝીરો, રૂ. 155.30 લાખ, રૂ. 2,164.44 લાખ અને રૂ. 1,716.38 લાખ તેમજ PAT અનુક્રમે ઝીરો,

રૂ. 84.23 લાખ, રૂ. 1,302.46 લાખ અને રૂ. 1,073.91 લાખ રહ્યા છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આ ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ રૂ. 31,356.19 લાખની હેલ્ઘી ઓર્ડર બુક થકી પ્રતિબિંબિત થાય છે, જે આગળ જતાં સસ્ટેઇન્ડ રેવન્યૂ ગ્રોથ માટે ક્લિયર વિઝિબિલિટી પ્રદાન કરે છે. વધુમાં, 12 માર્ચ, 2026નાં રોજ, કંપનીને રૂ. 30,220.71 લાખના બેઝિક કોન્ટ્રાક્ટ વેલ્યૂનાં એડિશનલ ઓર્ડર પ્રાપ્ત થયા છે.

 

અરિહંત કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને વાલ્મીકિ લીલા કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક-રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.

Related posts

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

viratgujarat

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ આગામી પેઢીના ઓટોમોટિવ ઉત્પાદન માટે વિશ્વકક્ષાનું પેટન્ટ ધરાવતું, આયાત પૂરકને ટેકો આપતું સ્ટીલ ઝાગ્નેલિસ પ્રોટેક્ટ લોન્ચ કર્યું

viratgujarat

HSBC મ્યુચ્યુઅલ ફંડે રેડહેક્સ હાઇબ્રિડ લોંગ-શોર્ટ ફંડ (SIF) લોન્ચ કર્યું

viratgujarat

Leave a Comment