Virat Gujarat
બિઝનેસ

BSH એ ભારતના પ્રથમ પરફેક્ટ-ફિટ ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ સાથે પ્રીમિયમ રેફ્રિજરેશનની પુનઃકલ્પના કરી

નેશનલ, 18 જૂન, 2026: ભારતીય ગ્રાહકો જ્યારે ડિઝાઇન, સુવિધા અને ઉન્નત જીવનશૈલીનું સંયોજન કરતા ઉપકરણોની વધુને વધુ માંગ કરી રહ્યા છે, ત્યારે BSH Hausgeräte GmbH ની પેટાકંપની, BSH હોમ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ, તેના નવા બોશ અને સિમેન્સ ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સના લોન્ચ સાથે ઝડપથી વધી રહેલી સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર કેટેગરીમાં પ્રવેશ કર્યો છે.

પ્રીમિયમ સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરની આધુનિકતા અને બોટમ ફ્રીઝર ડિઝાઇનની વ્યવહારિકતાને એકસાથે લાવતી આ નવી રેન્જ શહેરી ભારતીય જીવનશૈલી માટે તૈયાર કરવામાં આવી છે.

આધુનિક શહેરી જીવનને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવેલું આ રેફ્રિજરેટર ઓછી જગ્યા રોકવાની સાથે હાઈ કૅપેસિટી સ્ટોરેજ પૂરું પાડે છે, જે તેને આજના શહેરી ઘરો અને મોડ્યુલર કિચન માટે એક આદર્શ પસંદગી બનાવે છે.

આ રેફ્રિજરેટર એકમાત્ર એવું રેફ્રિજરેટર છે કે જેને કિચન કાઉન્ટરટોપ્સ અને કેબિનેટરી સાથે શ્રેષ્ઠ રીતે ફિટ થવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પ્રીમિયમ બિલ્ટ-ઇન એપ્લાયન્સ જેવો આકર્ષક દેખાવ આપે છે.

આ રેફ્રિજરેટરની કાઉન્ટર-ડેપ્થ પરફેક્ટ ફિટ ડિઝાઇન, નિયર ઝીરો ગેપ ઇન્સ્ટોલેશન, 115° એન્ટી-કોલિઝન હિંજીસ, ફ્લેક્સ કન્વર્ટિબલ ઝોન્સ, વ્યવસ્થિત ફ્રીઝર સ્ટોરેજ અને ખાસ એક્સેસ ટ્રે જેવી સુવિધાઓ એકસાથે મળીને ભારતીય પરિવારો દ્વારા ખોરાકનો સંગ્રહ કરવા, તેનો ઉપયોગ કરવા, તેને ગોઠવવા અને સાચવવાની રીતોને વધુ સરળ બનાવે છે. આ સાથે જ, તે તેને રેફ્રિજરેટર તરીકે ઇન્સ્ટોલ કરવાની સુવિધા પણ આપે છે, જે તેને વિવિધ પ્રકારના આધુનિક ભારતીય રસોડાની માટે ઉત્તમ પસંદગી બનાવે છે.

આ લોન્ચ સાથે, BSH ભારતના વધુને વધુ સમજદાર ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે બોશ અને સિમેન્સ બ્રાન્ડ હેઠળ બજારમાં બે અલગ-અલગ વિકલ્પો રજૂ કરી રહ્યું છે.

બોશ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટરને ભારતીય પરિવારો દરરોજ જે રીતે ખોરાકનો સંગ્રહ, વ્યવસ્થાપન અને ઉપયોગ કરે છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જે તેને ભારતનું સૌથી વધુ વિચારપૂર્વક બનાવાયેલું રેફ્રિજરેટર બનાવે છે. વધુ સુવિધા અને તાજગી આપવા માટે તેની દરેક વિશેષતા ભારતીય ખોરાકની આદતો, સ્ટોરેજની જરૂરિયાતો અને વપરાશની રીતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

બીજી બાજુ, સિમેન્સ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર તેના સ્લોટ-ઇન સેમી ઇન્ટિગ્રેટેડ મોડેલ દ્વારા રસોડામાં બિલકુલ આરામથી ફિટ થઈ જાય છે, જેને આધુનિક મોડ્યુલર કિચનમાં કોઈ વધારાની જગ્યા લીધા વિના સરળતાથી ગોઠવાઈ શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે.

આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં, BSH હોમ એપ્લાયન્સીસના MD અને CEO સેફ ખાને જણાવ્યું હતું કે, “ભારતમાં રસોઈ બનાવવી એ હંમેશાં રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. હવે, ખોરાકને સાચવવો પણ એટલું જ જરૂરી બની ગયું છે. ગ્રાહકો વધુ પ્રમાણમાં કરિયાણું ખરીદી રહ્યા છે, અલગ રીતે ભોજન બનાવી રહ્યા છે અને બગાડ ઘટાડવાની સાથે ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવા માટે સ્માર્ટ રીતો શોધી રહ્યા છે. તેથી, રેફ્રિજરેશનનું ભવિષ્ય માત્ર સાઈઝ અથવા તેની વિશેષતાઓ દ્વારા નક્કી નહીં થાય. તે એ આધારે નક્કી થશે કે રેફ્રિજરેટરને તાજગી જાળવી રાખવા, ખોરાકને વ્યવસ્થિત ગોઠવવા, આધુનિક રસોડામાં ફિટ થવા અને રોજિંદા જીવનને વધુ બહેતર બનાવવા માટે કેટલું સમજદારીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. આજના ભારતીય ગ્રાહકો એવા ઉપકરણો ઇચ્છે છે જે ઉત્કૃષ્ટ અનુભવ આપવાની સાથે શહેરી જીવનની જગ્યા, ગતિ અને વાસ્તવિકતાઓ માટે વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલા હોય. અમારા નવા બોશ અને સિમેન્સ ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ સાથે, અમે એક એવું ફોર્મેટ રજૂ કરી રહ્યા છીએ જે વિચારશીલ ડિઝાઇન, ઇન્ટેલિજન્ટ સ્ટોરેજ, રસોડા સાથે સીમલેસ જોડાણ અને રોજિંદી સુવિધાને એવી રીતે એકસાથે લાવે છે જે બજારમાં આ પહેલાં ક્યારેય જોવા નહતું મળ્યું.”

રેફ્રિજરેટર એ આપણી વૃદ્ધિ માટેની મુખ્ય જરૂરિયાતોમાંની એક છે, અને 2026 ના વર્ષને BSH ઇન્ડિયાના ‘યર ઓફ રેફ્રિજરેશન’ તરીકે ઠરાવવામાં આવ્યું હોવાથી, અમે ઉત્પાદનો, નવીનતા અને બજારમાં અમારી વૃદ્ધિ માટે લક્ષિત રોકાણો કરી રહ્યા છીએ. અમારો હેતુ માત્ર પ્રીમિયમ કૂલિંગ કેટેગરીમાં ભાગ લેવાનો નથી, પરંતુ તેને એક નવો આકાર આપવામાં મદદ કરવાનો છે. વિવિધ ફોર્મેટ અને ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરતા મજબૂત પોર્ટફોલિયો સાથે, અમે ભારતમાં અમારા કૂલિંગ બિઝનેસને નોંધપાત્ર રીતે વધારવા અને પ્રીમિયમ રેફ્રિજરેશન માર્કેટમાં BSH ને સૌથી પ્રભાવશાળી કંપની તરીકે સ્થાપિત કરવા માટેના દરવાજા ખોલી રહ્યા છીએ.”

અનન્ય વિશેષતાઓ:

  • પરફેક્ટ ફિટ કાઉન્ટર-ડેપ્થ ડિઝાઇન (594 મીમી ઊંડાઈ) – સામાન્ય મોડ્યુલર કિચનના માપમાં આરામથી ફિટ થઈ જાય છે, જેના લીધે મોટા સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સની જેમ મોટા અને ભારે નથી દેખાતા.
  • નિયર ઝીરો ગેપ ઇન્સ્ટોલેશન- મોંઘા બિલ્ટ-ઇન ઉપકરણોની જરૂરિયાત વિના અથવા ઇન્સ્ટોલેશનની ફ્લેક્સિબિલિટીનો ભોગ આપ્યા વિના પ્રીમિયમ બિલ્ટ-ઇન જેવો આકર્ષક દેખાવ પ્રદાન કરે છે.
  • અનન્ય સાઇડ-બાય-સાઇડ + બોટમ ફ્રીઝર કોન્ફિગરેશન- સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરના પ્રીમિયમ લુક સાથે વારંવાર ઉપયોગમાં લેવાતા તાજા ખોરાક અને શાકભાજીને અનુકૂળ ઊંચાઈએ રાખવાનો અર્ગોનોમિક લાભ આપે છે.
  • 115° એન્ટી-કોલિઝન હિંજીસ – જ્યારે રેફ્રિજરેટર દિવાલો અથવા કેબિનેટની નજીક રાખવામાં આવે ત્યારે પણ શેલ્ફ અને ડ્રોઅરનો સંપૂર્ણ ઉપયોગ કરવાની સુવિધા આપે છે, જેનાથી મોટા વાસણો, ટ્રે અને કુકવેર મૂકવા અને કાઢવાનું સરળ બને છે.
  • 5031 ક્ષમતા: ભારતીય સ્ટોરેજની જરૂરિયાતો માટે પૂરતી જગ્યા.
  • ફ્લેક્સ કન્વર્ટિબલ ઝોન-ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોના આધારે તેમને કૂલિંગ અને સોફ્ટ-ફ્રીઝિંગ મોડ્સ વચ્ચે સ્વિચ કરવાની મંજૂરી આપે છે, પછી ભલે તે પીણાં ઠંડા કરવા હોય, મેરિનેટ કરેલી સામગ્રી રાખવી હોય અથવા ગૌરમે ખોરાક રાખવો હોય.
  • 4 ખાસ ફ્રીઝર સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ્સ– પરિવારોને ફ્રોઝન ફૂડ, સ્નેક્સ, રેડી-ટુ-કુક આઇટમ્સ, મસાલા અને રસોડાની જરૂરી સામગ્રીને સ્વચ્છતાપૂર્વક અલગ રાખવામાં મદદ કરે છે, તેમજ તેને જોવાનું અને ત્યાં સુધી પહોંચવાનું સરળ બનાવે છે.
  • 2 ક્વિક-એક્સેસ ફ્રીઝર ટ્રે- આખા ફ્રીઝરમાં ગોઠવેલી વસ્તુઓને અડ્યા વિના વારંવાર ઉપયોગમાં લેવાતી ફ્રોઝન વસ્તુઓ સુધી ઝડપથી પહોંચવાનું સરળ બનાવે છે.
  • એડવાન્સ્ડ હાઇજીન એન્ડ ઓડર મેનેજમેન્ટ સિસ્ટમ- વિવિધ ખોરાક વચ્ચે ગંધની અદલાબદલી ઘટાડે છે, જેનાથી તાજગી જળવાઈ રહે છે અને સ્વાદ એકબીજામાં ભળી જતો અટકે છે.
  • વિચારપૂર્વક ગોઠવાયેલું ઇન્ટેરિયર આર્કિટેક્ચર – વસ્તુઓ જોવાની, લેવાની અને સ્ટોરેજની કાર્યક્ષમતામાં સુધારો કરે છે જેથી ગ્રાહકોને ખોરાક શોધવામાં ઓછો સમય લાગે અને વસ્તુઓ ભૂલાઈ જવાની કે બગડવાની શક્યતા ઘટે છે.

નવા બોશ અને સિમેન્સ ફોર ડોર સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર્સ સમગ્ર ભારતમાં બોશ અને સિમેન્સના ફ્લેગશિપ બ્રાન્ડ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

Related posts

ઠંડર ફરી ત્રાટક્યું; હીરો મોટોકોર્પ અને થમ્પસ અપ દ્વારા Xtreme 250R સાથે ઠંડરવ્હીલ્સ 2.0 લોન્ચ

viratgujarat

એબીડીની 2026ના પ્રથમ ત્રિમાસિકમાં મજબૂત કામગીરીઃ વેરા પછીનો નફો 5 ગણો ઊછળ્યો

viratgujarat

FOREVERMARK DIAMOND JEWELLERY ભારતમાં લોન્ચ

viratgujarat

Leave a Comment