નવી દિલ્હી, ભારત: વૈશ્વિક સ્તરે નવી ઊર્જાવાળા વાહનો (NEV – New Energy Vehicle)ના અગ્રણી ઉત્પાદક BYDની પેટાકંપની BYD Indiaએ આજે BYD SEALION 7 Festive Edition લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUVનું લિમિટેડ-એડિશન વર્ઝન છે, જેમાં વિશિષ્ટ ટેન અને બ્લેક ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. માત્ર 150 યુનિટ્સ સુધી મર્યાદિત આ Festive Edition ₹50.60 લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ રહેશે અને તે ફક્ત SEALION 7 Premium વેરિઅન્ટ પર આધારિત છે. આ રજૂઆત BYD Indiaના ‘Celebrate Your Dreams with BYD’ તહેવારી અભિયાનને વધુ આગળ વધારે છે, જેમાં ઉજવણીની ભાવનાને SEALION 7ની ડિઝાઇન, ટેક્નોલોજી અને પર્ફોર્મન્સ સાથે જોડવામાં આવી છે.
આ રજૂઆત અંગે બોલતાં, BYD Indiaના ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસના હેડ શ્રી રાજીવ ચૌહાણે જણાવ્યું હતું કે, “ભારતના પ્રીમિયમ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં અમારી હાજરીનો વિસ્તાર કરવાની સાથે, અમે એવા ઉત્પાદનો અને અનુભવો તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે ભારતીય ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે સુસંગત હોય. SEALION 7 Festive Edition આ જ અભિગમનું વિસ્તરણ છે, જેમાં તહેવારોની સિઝન માટે મર્યાદિત સંખ્યામાં Premium વેરિઅન્ટમાં વિશિષ્ટ ટેન અને બ્લેક ઇન્ટિરિયર રજૂ કરવામાં આવ્યું છે. આ એડિશનમાં SEALION 7ની ઓળખ સમાન ટેક્નોલોજી, સલામતી અને પર્ફોર્મન્સ જાળવી રાખવામાં આવ્યાં છે, સાથે જ ગ્રાહકોને આ મોડેલનું એક અલગ અને વિશિષ્ટ સ્વરૂપ પસંદ કરવાની તક મળે છે. આ એડિશન સાથે, અમે ભારતમાં SEALION 7ને મળેલા મજબૂત પ્રતિસાદને આગળ વધારવા માટે ઉત્સુક છીએ.”
ટેન અને બ્લેક ઇન્ટિરિયર Festive Editionનું મુખ્ય વિશિષ્ટ આકર્ષણ છે, જે SEALION 7ની કેબિનને વધુ ઉષ્માભર્યો અને પ્રીમિયમ લુક આપે છે. આ એડિશનમાં SEALION 7 Premiumનાં મુખ્ય સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ યથાવત્ રાખવામાં આવ્યાં છે. તેમાં 82.56 kWhની Blade Battery આપવામાં આવી છે, જે BYDની Cell-to-Body (CTB) ટેક્નોલોજી અને Intelligence Torque Adaption Control (iTAC) દ્વારા સમર્થિત છે. Premium વેરિઅન્ટ 230 kW પાવર અને 380 Nm ટોર્ક જનરેટ કરે છે. તે માત્ર 6.7 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે અને NEDC ટેસ્ટ સાયકલ મુજબ તેની દાવો કરાયેલી રેન્જ 567 કિમી છે.
SEALION 7 ઇલેક્ટ્રિક પર્ફોર્મન્સની સાથે પ્રીમિયમ ટેક્નોલોજી અને આરામદાયક સુવિધાઓનું પેકેજ પણ પ્રદાન કરે છે. તેમાં 15.6 ઇંચની રોટેટિંગ ટચસ્ક્રીન, ક્વિલ્ટેડ નેપ્પા લેધર સીટ્સ, ઇલેક્ટ્રિક સનશેડ સાથેની પેનોરેમિક ગ્લાસ રૂફ અને હેડ્સ-અપ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. વાહનની સલામતી તેની વિશેષતાઓનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. SEALION 7માં 11 એરબેગ્સ આપવામાં આવી છે અને તેને Euro NCAP તરફથી 5-સ્ટાર સલામતી રેટિંગ મળ્યું છે.
2025માં રજૂઆત થયા બાદથી BYD SEALION 7ને ગ્રાહકો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે. હાલમાં સમગ્ર ભારતમાં આ મોડેલના 4,500થી વધુ યુનિટ્સ કાર્યરત છે, જે 2026માં પ્રીમિયમ EV સેગમેન્ટમાં તેની મજબૂત હાજરી દર્શાવે છે. આ ઇલેક્ટ્રિક SUVને ઓટોમોટિવ ઉદ્યોગમાં પણ અનેક માન્યતાઓ પ્રાપ્ત થઈ છે. તેમાં Euro NCAP તરફથી મહત્તમ 5-સ્ટાર સલામતી રેટિંગ, ACKO Drive TOTM 2026માં Luxury Mid-size SUV of the Year, car&bike Awards 2026માં Premium EV of the Year, TV9 Awardsમાં Premium SUV of the Year અને CarBike360 Auto Excellence Awards 2026માં Best EV Designનો સમાવેશ થાય છે.
ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેક્નોલોજીમાં BYDના વ્યાપક નેતૃત્વને વધુ મજબૂત બનાવતાં, તેની Blade Batteryને CarBike360 Auto Excellence Awards 2026માં Best New EV Battery Technology તરીકે સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે Jagran Hi-Tech દ્વારા BYDને Pioneer in Battery Technology તરીકે નવાજવામાં આવી હતી. કંપનીએ 2026ની Fortune Global 500 યાદીમાં 91મું સ્થાન મેળવ્યું છે, જે આ પ્રતિષ્ઠિત યાદીમાં તેનું સતત પાંચમું વર્ષ છે.
