Virat Gujarat
મનોરંજન

ફાતિમા સના શેખ, વિજય વર્મા અભિનિત રોમેન્ટિક ડ્રામા ગુસ્તાખ ઈશ્ક જિયોહોટસ્ટાર પર 27મી જાન્યુઆરી, 2026થી સ્ટ્રીમ થશે

~ મનીષ મલ્હોત્રા અને દિનેશ મલ્હોત્રા નિર્મિત આ વિભુ પુરીનો રોમાન્સ યાદગાર પ્રેમની વ્યાખ્યા કરતી સઘન, ઝંખના અને અકથિત ઈચ્છાઓને મઢી લે છે ~

મનીષ મલ્હોત્રા નિર્મિત રોમેન્ટિક ડ્રામા ગુસ્તખ ઈશ્ક જિયોહોટસ્ટાર પર 27મી જાન્યુઆરી, 2026થી પ્રસારિત થશે. ફિલ્મ કલાકારો ફાતિમા સના શેખ અને વિજય વર્માની મુખ્ય ભૂમિકા સાથે નસીરૂદ્દીન શાહ, નતાશા રસ્તોગી, જયા ભટ્ટાચાર્ય, શરીબ હાશ્મી, ઝાઈન ખાન દુરાની, ફૈઝલ રાશીદ વગેરે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે અને દિગ્દર્શન વિભુ પુરી દ્વારા કરાયું છે. ભાવનાઓ મોટે ભાગે અકથિત હોય તેવી દુનિયામાં સ્થાપિત ગુસ્તાખ ઈશ્ક પ્રેમને તેના સૌથી અસંરક્ષિત સ્વરૂપમાં ખોજ કરે છે, જ્યાં ઝંખના, નબળાઈ અને શાંત બળવો એકબીજામાં ગૂંથાઈને નમ્ર તેટલો જ સઘન રોમાન્સ ઉજાગર કરે છે.

મનીષ મલ્હોત્રા અને દિનેશ મલ્હોત્રા દ્વારા નિર્મિત ગુસ્તાખ ઈશ્ક 1998માં સ્થાપિત છે અને પુરાની દિલ્હી અને મલેરકોટલાની બોલકણી ગલીઓમાં શરૂ થાય છે. ફિલ્મ પપ્પનની વાર્તા છે, જે પુરુષ કળા થકી હેતુની તલાશમાં છે, જેનું જીવન એકાંત કવિ અને તેની આગઝરતી આઝાદ પુત્રી સાથે ભટકાય ત્યારે સાવ બદલાઈ જાય છે. કવિતા, મેન્ટરશિપ અને અકથિત ભાવનાઓનું આંતરગૂંથણ થાય છે ત્યારે વાર્તા પ્રેમ, નિયંત્રણ અને આપણે બનીએ તેને શાંતિથી આકાર આપતી પસંદગીઓની નમ્ર છતાં શક્તિશાળી ખોજ બની જાય છે.

ફિલ્મ વિશે બોલતાં મનીષ મલ્હોત્રા કહે છે, ગુસ્તાખ ઈશ્ક સમકાલીન રોમાન્સ છે, જે પ્રેમની તેના કાવ્યાત્મક અને નિર્બળ રૂપમાં ઉજવણી કરે છે. આખી ટીમે એવી ફિલ્મ સાકાર કરી છે જે દ્રષ્ટિગોચર રીતે સમૃદ્ધ, ભાવનાત્મક રીતે ભાવનાશીલ અને અત્યંત હૃદયસ્પર્શી છે. ફાતિમા સના શેખ અને વિજય વર્માથી લઈને નસીરૂદ્દીન શાહ અને અન્ય કલાકારો સુધી અસાધારણ કલાકારો સાથે કામ કરવાનું ખરેખર સમૃદ્ધ બની રહ્યું, કારણ કે કલાકારો ફિલ્મની દુનિયામાં અનન્ય ઊંડાણ અને નિખાલસતા લાવે છે. વાર્તા આખરી ફ્રેમ પછી પણ યાદગાર રહી જાય છે અને મને જિયોહોટસ્ટાર પર દર્શકો સુંદર સિનેમાટિક અનુભવ ખોજ કરે અથવા પુનઃમુલાકાત લે તેની બેહદ ખુશી છે.

ફાતિમા સના શેખ કહે છે, ગુસ્તાખ ઈશ્ક ફિલ્મ પૂરી થયા પછી પણ લાંબો સમય સુધી યાદગાર રહી ગઈ છે. અમને સૌથી વધુ હૃદયસ્પર્શી મારું પાત્ર તે શું કહે છે તેનાથી નહીં પરંતુ તે શું મહેસૂસ કરવાનું અને શું ટાળવાનું પસંદ કરે તેની વ્યાખ્યા કરે છે. તે નિર્બળતા અને શક્તિ સાથે પોતાની મરજીથી પ્રેમ અનુભવે છે અને તે ભીતરી દુનિયા ભજવવાનું બહુ અંગત મહેસૂસ થયું. વિભુ પુરીનું સંવેદનશીલ દિગ્દર્શન શાંતિને બોલાવે છે, ખાસ કરીને એવા સરે જ્યારે મહિલા શાંત રહેવાનું અપેક્ષિત હોય છે. વિજય સાથે કામ કરવું તે ફિલ્મની હાઈલાઈટમાંથી એખ છે. તે અનન્ય કલાકાર છે અને અતુલનીય નમ્ર સીન ભાગીદાર છે અને મને તેની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. નસીરજી સાથે કામ ખરેખર સન્માનજનક છે અને પોતાની અંદર માસ્ટરક્લાસ છે. મનીષ મલ્હોત્રા નિર્માતા હોવાથી ફિલ્મમાં ઉષ્મા અને સુંદર ભાવનાત્મક ધ્યેય લાવે છે.

વિજય વર્મા ઉમેરે છે, ફિલ્મ પ્રેમને શબ્દોની પાર ખોજ કરવા મને પડકારે છે. ગુસ્તાખ ઈશ્ક અકથિત ભાવનાઓમાં જીવે છે અને તે અનુભવ કલાકાર તરીકે અત્યંત પુરસ્કૃત છે. પપ્પનનો પ્રવાસ શિસ્ત અને ઈચ્છા, પરંપરા અને આવેગ વચ્ચે ભીતરી સંઘર્ષ દ્વારા આકારબદ્ધ થાય છે, જે સંઘર્ષ ઘણા બધા લોકો ઓળખશે. મને સૌથી વધુ સારી વાત લાગી કે ફિલ્મ પ્રેમને સંયમ અને ગૌરવની નજરે જુએ છે, જેથી તણાવ પોતાને જોરથી જાહેર કરવાને બદલે શાંતિથી નિર્માણ થાય છે. ફિલ્મને મળેલી ઉષ્મા વાર્તા અને તેના સમકાલીન ભાવનાત્મક હાર્દમાં અમારો વિશ્વાસ દ્રઢ બનાવે છે અને મને જિયોહોટસ્ટાર પર તેને વ્યાપક દર્શકો મળે તેની ખુશી છે, જ્યાં દર્શકો ખરા અથમાં તેની કવિતા અને ઊંડાણને શોષી શકે છે.

કોઈકને ખરેખર પ્રેમ કરવાનો અર્થ શું છે? અને પ્રેમનું સંવર્ધન કરવા માટે કોઈ કેટલો ત્યાગ કરી શકે?

જોતા રહો ગુસ્તાખ ઈશ્ક, 27મી જાન્યુઆરી, 2026થી સ્ટ્રીમ થશે, જિયોહોટસ્ટાર પર!

Related posts

જીયા સંજયભાઈ ત્રિપાઠીની શૉર્ટ ફિલ્મ ‘સંસ્કાર’ થઈ લૉન્ચ

viratgujarat

તણાવ 2 વોલ્યુમ 2 6ઠ્ઠી ડિસેમ્બરથી સ્ટ્રીમ થશેઃ હમણાં રોમાંચક ટ્રેલર જુઓ!

viratgujarat

અમદાવાદ “ધ ગાના એરેના – ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3” સાથે એક ભવ્ય સંગીતમય સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર

viratgujarat

Leave a Comment