Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝમાં 50 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે

અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપે અમદાવાદ સ્થિત ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 50 મિલિયન યુએસ ડોલરના પ્રસ્તાવિત રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ વ્યૂહાત્મક ભાગીદારીનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય કંપનીના વિસ્તરણ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને વ્યવસાયની વૃદ્ધિ યોજનાઓને સપોર્ટ કરવાનો છે.

આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક રોકાણકાર અને ગ્રોથ પાર્ટનર તરીકે જોડાશે. આ રોકાણ 25 મિલિયન યુએસ ડોલરના બે તબક્કામાં કરાશે, જે કોર્પોરેટ મંજૂરીઓ અને નિયમિક જરૂરિયાતો પૂર્ણ કરવાને આધીન રહેશે.

25 મિલિયન યુએસ ડોલરનો પ્રથમ હપ્તાનો ઉપયોગ વર્તમાન કામગીરીને મજબૂત કરવા અને વિસ્તરણ માટે કરાશે, જ્યારેકે બીજા હપ્તાનો ઉપયોગ કંપનીની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાઓને અનુરૂપ બિઝેસિસના હસ્તાંતરણ માટે કરાશે.

આ બંન્ને સંસ્થાનો કંપનીની વૃદ્ધિ અને વિસ્તરણની વ્યૂહરચના માટે સાથે મળીને કામ કરશે, તેમની જે-તે ક્ષેત્રમાં કુશળતા, નેટવર્ક અને ઇન્ડસ્ટ્રીના અનુભવનો લાભ લેશે. આ ભાગીદારીથી ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝને ટેક્નોલોજી-કેન્દ્રિત એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવામાં મદદ મળી રહેશે તેમજ કંપનીનું નામ બદલીને ફોક્સ ડેન્યુબ ટેક્નોલોજીસ લિમિટેડ કરવાની પણ યોજના છે.

કંપનીના ટેક્નોલોજી ડેવલપમેન્ટ, વિસ્તરણની પહેલો, વ્યૂહાત્મક હસ્તાંતરણ, નવા બિઝનેસ વર્ટિકલ્સ અને ઇનોવેશન આધારિત પ્રોગ્રામ માટે ફંડ્સનો ઉપયોગ કરાશે. આ સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, આઇટી-સક્ષમ સર્વિસિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી સંબંધિત ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડેવલપમેન્ટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં  ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સુનિલ રાજદેવે જણાવ્યું હતું કે, આ ભાગીદારી કંપનીની વૃદ્ધિના આગામી તબક્કા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસ્તાવિત રોકાણથી અમે અમારી વર્તમાન કામગીરીને વિસ્તારી શકીશું, વ્યૂહાત્મક હસ્તાંતરણ કરી શકીશું તેમજ ઉભરતી ટેક્નોલોજી સેક્ટર્સમાં અમારી ક્ષમતાઓનું નિર્માણ કરી શકીશું. અમને વિશ્વાસ છે કે આ સહયોગ વૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરશે તેમજ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં અમારી ઉપસ્થિતિને મજબૂત કરશે.

ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. અજય કુમારે જણાવ્યું હતું કે, અમે ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ અને તેની વૃદ્ધિની રણનીતિમાં મજબૂત સંભાવનાઓ જોઇ રહ્યાં છીએ. અમારી ભૂમિકા નાણાકીય રોકાણથી પણ વિશિષ્ટ છે, જેમાં મેનેજમેન્ટ સાથે મળીને વિસ્તરણ અને લાંબાગાળે મૂલ્ય સર્જન માટે કામ કરવાનો ઉદ્દેશ્ય છે. ભેગા મળીને અમારો હેતુ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ઉપસ્થિતિ સાથે ટેક્નોલોજી દ્વારા સંચાલિત સંસ્થાની રચના કરવાનો છે. રોજગારના ભવિષ્ય ઉપર એઆઇના પ્રભાવ વિશે ચર્ચા ચાલી રહી છે ત્યારે અમારું માનવું છે કે ટેક્નોલોજી કુશળ વ્યક્તિઓ માટે રોજગારની તકોનું સર્જન કરવામાં તેમજ આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

ભાવિ યોજનાઓના ભાગરૂપે ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ 15 ઓગસ્ટના રોજ એરોડિફેન્સ ડિવિઝન શરૂ કરવાની યોજના ધરાવે છે, જે સાથે કંપની એરોસ્પેસ, ડિફેન્સ અને એડવાન્સ્ડ ટેક્નોલોજી સંબંધિત પહેલોમાં પ્રવેશ કરશે.

અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 540361) આઇટી હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સના ટ્રેડિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને એન્જિનિયરીંગમાં કાર્યરત છે. કંપની ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ડિફેન્સ ટેક્નોલોજી અને ગ્લોબલ ટ્રેડ ઉપર તેનું ધ્યાન વધારી રહી છે.

નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતા ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ એક એનર્જી કંપની છે તથા યુએઇ સ્થિત ફોક્સટ પેટ્રોલિયમ એફઝેડસી સાથે સંકળાયેલી છે. આ ગ્રૂપ ઓઇલ અને ગેસ વેલ્યુ ચેઇન સહિત પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં કાર્યરત છે તેમજ વ્યૂહાત્મક રોકાણ અને લાંબાગાળાના બિઝનેસ ડેવલપમેન્ટ પહેલો ઉપર કેન્દ્રિત છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં 30 વર્ષની ઉજવણી કરવા સાથે નવું ઈનોવેશન વિઝન રજૂ

viratgujarat

ડ્રીમ ફાઉન્ડેશન અને ગુજરાત પોલીસ SRPF કર્મચારીઓમાં સ્થૂલતા સામે જંગ માટે એકત્રીત

viratgujarat

ઇન્ડિયન ઓઇલ દેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની અવિરત ઉપલબ્ધતાની ખાતરી આપે છે

viratgujarat

Leave a Comment