Virat Gujarat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ગ્રીક ચેસ સ્ટાર સ્ટાવ્રુલા ત્સોલાકિડોઉએ શાનદાર કમબેક સાથે ‘પ્લેયર ઑફ ધી ટુર્નામેન્ટ’નો ખિતાબ જીતીને જાવા ઑલ સ્ટાર્સ 42 ‘સિલ્વર નાઇટ’ બોબર મેળવી

મુંબઈ | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | એફઆઇડીઈના ઇન્ટરનેશનલ માસ્ટર અને વિમન ગ્રાન્ડમાસ્ટર ખિતાબ ધરાવતી ગ્રીક ચેસ ચેમ્પિયન સ્ટાવ્રુલા ત્સોલાકિડોઉને ગ્લોબલ ચેસ લીગ 2026ની ચોથી આવૃત્તિમાં ‘પ્લેયર ઑફ ધી ટુર્નામેન્ટ’ જાહેર કરવામાં આવ્યાં બાદ તેમણે જાવા ઑલ સ્ટાર્સ 42 બોબર – ‘સિલ્વર નાઇટ’ જીતી લીધી છે. ગેન્જીસ ગ્રાન્ડમાસ્ટર્સનું પ્રતિનિધિત્વ કરનારી સ્ટાવ્રુલાએ પોતાની ટીમને પ્રથમ ગ્લોબલ ચેસ લીગનો ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે સ્પર્ધાના શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક તરીકે ઉભરી હતી. શરૂઆતમાં અડચણથી લઈને ટુર્નામેન્ટના સર્વોચ્ચ વ્યક્તિગત સન્માન સુધીની તેમની સફર ‘ઑલ સ્ટાર્સ’ ચેપ્ટરના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે આ મુજબ છે: આગળ વધતા રહેવાનો જુસ્સો, ટીમ પ્રત્યે વફાદાર રહેવાની ભાવના અને જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે પોતાની ચાલ ખેલવાનું સાહસ.

‘ગ્રીક ગોડેસ’ તરીકે ઓળખાતી સ્ટાવ્રુલાએ પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા અદભૂત કમબૅક કરીને સન્માન અને મોટરસાઇકલ પોતાને નામ કર્યા હતાં. તેમણે જે રીતે શરૂઆતમાં પડકારનો સામનો કરીને અને સંઘર્ષ કરીને સ્પર્ધામાં ફરીથી પોતાનું સ્થાન બનાવ્યું, તેણે ખરેખર આ સિદ્ધિને ખાસ બનાવી દીધી હતી.

ક્લાસિક લેજન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થારેજાએ જણાવ્યું હતું કે, ‘સ્ટાવ્રુલાની સફર એટલા માટે ખાસ રહી કારણ કે, તે ફક્ત જીત પર કેન્દ્રિત નહોતી. તેમણે શરૂઆતમાં પડકારનો સામનો કર્યો, આગળ વધતા રહેવાનું સાહસ બતાવ્યું અને પોતાની દૃઢતા તથા નિર્ધાર દ્વારા પોતાનું સ્થાન મેળવ્યું. તેમણે જે રીતે આ સફળતાને પોતાની ટીમ સાથે શૅર કરી તે બાબતથી પણ હું એટલો જ પ્રભાવિત થયો છું, કારણ કે તેમણે સ્વીકાર્યું કે, વ્યક્તિગત સિદ્ધિઓ ઘણીવાર ટીમના સામૂહિક સહયોગના આધારે હાંસલ થતી હોય છે. આ ચારિત્ર્ય, વ્યક્તિત્વ અને ટીમ સ્પિરિટનું સંતુલન ‘ઑલ સ્ટાર્સ’ ચેપ્ટરના કેન્દ્રસ્થાને છે. ‘સિલ્વર નાઇટ’ બોબર આ ભાવનાને બિરદાવવાનો અને તેને સાચા અર્થમાં આત્મસાત કરનારા ખેલાડીને માન્યતા આપવાનો અમારો પ્રયાસ છે.’

બેંગ્લુરુમાં યોજાયેલા ગ્લોબલ ચેસ લીગની ચોથી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રાએ જાવા ઑલ સ્ટાર્સ 42 બોબર – ‘સિલ્વર નાઇટ’નું અનાવરણ કર્યું હતું. આ મોટરસાઇકલ એ લોકોને સન્માનિત કરવા માટે બનાવવામાં આવી હતી, જેઓ પોતાની આસપાસના લોકો પ્રત્યે ઇમાનદાર રહે છે અને પોતાના પર ભરોસો રાખે છે. આ મોટરસાઇકલના પ્રથમ વિજેતા તરીકે સ્ટાવ્રુલા બિલકુલ યોગ્ય સાબિત થઈ છે, કારણ કે, આ ટુર્નામેન્ટમાં તેમની સફર ‘ઑલ સ્ટાર્સ’ ચેપ્ટરની ભાવના બિલકુલ અનુરૂપ રહી છે.

સ્ટાવ્રુલાની જીત અને તેમની ‘સિલ્વર નાઇટ’ બોબર એ વાતનો પુરાવો છે કે, ચેમ્પિયનના શાનદાર પ્રદર્શન પાછળ દૃઢતા, સાહસ અને તાપમાં તપીને સોનાની જેમ નિખરવાની ક્ષમતા રહેલી હોય છે. જાવા ઑલ સ્ટાર્સ 42 બોબર – ‘સિલ્વર નાઇટ’ના પ્રથમ વિજેતા તરીકે, સ્ટાવ્રુલા એ વાતનું પ્રતિનિધિત્વ કરે છે કે, ઑલ સ્ટાર હોવાનો અર્થ શું છે: પોતાના નિર્ણય પર ભરોસો રાખવો, પોતાના મૂલ્યોને જાળવી રાખવા અને જીતની દિશામાં સૌને પોતાની સાથે લઇને આગળ વધવું.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ લઈને આવ્યું છે ધનતેરસ અને દિવાળી પર ખાસ ‘ફેસ્ટિવ ડિલાઇટ ઑફર્સ’

viratgujarat

Ai+ સ્માર્ટફોન ફ્લિપ સ્માર્ટફોન બજારમાં ક્રાંતિ લાવે છે: ₹30,000થી ઓછી કિંમતે ભારતનો પ્રથમ ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કરે છે

viratgujarat

રુટ્સ ડેકોર ઇન્ડિયાએ રિયલ એસ્ટેટ અને હોમ ડેકોર ઇકોસિસ્ટમ માટે ભારતના પ્રથમ પેટન્ટેડ ટેક-સંચાલિત ફિઝિટલ મોલનો પ્રારંભ કર્યો

viratgujarat

Leave a Comment