Virat Gujarat
બિઝનેસ

હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 17 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે

હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ લિમિટેડ (The “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર સોમવાર, 17 ઓગસ્ટ, 2026ના રોજ ખોલશે.

 

ઓફરનો પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 57થી રૂ. 60 નક્કી કરવામાં આવ્યો છે (“Price Band”).

 

બિડ ઓછામાં ઓછા 250 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 250 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે (“Minimum Bid Lot”).

 

એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ શુક્રવાર, 14 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર સોમવાર, 17 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે.

આ ઇશ્યૂમાં સંપૂર્ણપણે ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 26,000 મિલિયન સુધીનું રહેશે. દરેક શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે.

 

બ્લેકસ્ટોનના રિયલ એસ્ટેટ ઈન્ડિયાના હેડ આશિષ મોહતાએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર કેન્દ્રિત પ્રથમ આઈપીઓ લોન્ચ કરતાં અમને ખુશી થઈ રહી છે. આ બ્લેકસ્ટોનનો દેશમાં 15મો આઈપીઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સાતમું લિસ્ટિંગ પણ છે. ભારતીય મૂડીબજારોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને અમારા રોકાણકારો માટે તકોનો વિસ્તાર કરવાના અમારા પ્રયાસોની આ પહેલ આગળની કડી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી એસેટ્સ, પ્રતિષ્ઠિત ભાડૂઆતો અને આર્થિક વિકાસના મહત્વપૂર્ણ આધારસ્તંભને ટેકો આપતી કામગીરી સાથે હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સને ભારતનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનાવવામાં અમને ગર્વ છે.”

 

હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સના સીઈઓ ઉર્વિશ રાંભિયાએ જણાવ્યું હતું કે, “આઈપીઓ હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. માત્ર છ વર્ષમાં અમે બ્લેકસ્ટોનની વૈશ્વિક પહોંચ, ક્ષેત્રની ગહન નિપુણતા અને મજબૂત સંચાલન ક્ષમતાના સહારે ભારતનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બન્યા છીએ. ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદન ક્ષેત્ર અને આર્થિક વિકાસનો મહત્વપૂર્ણ આધાર છે. ભારતના આગામી તબક્કાના વિકાસને ટેકો આપવા માટે જરૂરી આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી ફેસિલિટીઝનું નિર્માણ અમે આગળ પણ ચાલુ રાખીશું.”

 

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ નીચે મુજબ કરવાની દરખાસ્ત કરે છે:

 

1) કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી અને/અથવા સમય પહેલાં ચુકવણી કરવા માટે,

2) કંપનીની કેટલીક સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી અને/અથવા સમય પહેલાં ચુકવણી કરવા માટે

3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

 

આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઇશ્યૂના હેતુ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ), એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને 360 વન ડબલ્યુએએમ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

 

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમ 6(2) નું પાલન કરતા બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(2) ના સંદર્ભે નેટ ઇશ્યૂના લઘુતમ 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) 33.33 ટકા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (બી) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમતે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય.

 

જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રખાયેલા એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (“Net QIB Portion”).

 

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી નેટ ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, જો નેટ ઇશ્યૂના મહત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (“NIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો મુજબ એનઆઈબીની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે અને નેટ ઇશ્યૂના મહત્તમ 10 ટકા સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ  (“RIB”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

 

આ ઉપરાંત, એમ્પ્લોઇ રિઝર્વેશન હિસ્સામાં બિડીંગ કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, એ શરતે કે ઇશ્યૂ પ્રાઇઝ (એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટના નેટ, જો હોય તો) કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થાય. તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની મંજૂરી નથી.

Related posts

તાંબુ અને પિત્તળ: ગુજરાતના ઉદ્યોગસાહસિક વારસાનું ઘડતર

viratgujarat

સેમસંગ ટીવી પ્લસ દ્વારા ટોપ ક્રિયેટર્સની લાઈનઅપ સાથે અનોખો કન્ટેન્ટ સોદો કર્યો

viratgujarat

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

viratgujarat

Leave a Comment