Virat Gujarat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

પુનરુત્થાનથી પ્રતિબદ્ધતા સુધી: જાવા યઝદીની વિશ્વાસ જીતવાની સફર

મુંબઈ | ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ | એક મોટરસાઇકલ બ્રાન્ડની ઓળખ માત્ર તેની મોટરસાઇકલ પૂરતી મર્યાદિત નથી. રાઇડર્સ માટે મોટરસાઇકલ ખરીદ્યા અને તેની ચાવી હાથમાં આવ્યા પછી જ ખરીદદાર તરીકેની ખરી કસોટી શરૂ થાય છે. નજીકની ડીલરશિપ સુધી કેટલી સરળતાથી પહોંચી શકાય છે, જરૂર પડે ત્યારે રીપ્લેસમેન્ટ પાર્ટ્સ કેટલી ઝડપથી મળી રહે છે, સમય જતાં મોટરસાઇકલની કામગીરી કેટલી વિશ્વસનીય રહે છે અને જરૂરિયાતના સમયે સર્વિસ કેટલી સરળતાથી મળી રહે છે – આ તમામ બાબતો મહત્વની બની જાય છે.

જાવા યઝદી મોટરસાઇકલ્સ માટે આ પાયાની બાબતો તેની વિકાસયાત્રાના આગામી પડાવોનો મુખ્ય આધાર બની છે. એક પ્રતિષ્ઠિત મોટરસાઇકલ બ્રાન્ડનું પુનરાગમન સ્વાભાવિક રીતે તેની પ્રોડક્ટથી જ શક્ય બને છે પરંતુ આ પુનરુત્થાનને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આટલું જ પૂરતું નથી, તેનાથી ઘણું વધારે કરવું પડે તેમ છે. આ માટે ઑનરશિપની એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવી જરૂરી છે, જે નવી મોટરસાઇકલ ખરીદવાનો રોમાંચ ઓસર્યા પછી પણ રાઇડર્સને સતત સાથ અને સહયોગ પૂરો પાડી શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાવા યઝદીએ ડીલરશિપ નેટવર્કના વ્યાપને વિસ્તારવા, સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતાની ખાતરી કરવા, પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા અને સર્વિસને વધુ સુલભ બનાવવા પર વિશેષ ધ્યાન આપ્યું છે, જેથી ઑનરશિપના અનુભવને વધુ સુધારી શકાય.

બ્રાન્ડની હાજરીનો વ્યાપ વધવો એ સૌથી નોંધપાત્ર ફેરફાર રહ્યો છે. જાવા યઝદી તેના ડીલરશિપ નેટવર્કના વિસ્તરણને વધુ વેગ આપી રહી છે. વર્ષ 2026માં કંપનીનું નેટવર્ક 500 ડીલરશિપના આંકડાની નજીક પહોંચી રહ્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2027-2028 સુધીમાં સમગ્ર ભારતમાં 700થી વધુ ટચપૉઇન્ટ્સ સુધી પહોંચવાનો રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તરણથી ઊભરતાં બજારોમાં પણ બ્રાન્ડની હાજરી વધી રહી છે અને દેશભરના રાઇડિંગ સમુદાયો સુધી જાવા યઝદીની પહોંચ વધુ મજબૂત બની રહી છે.

જોકે, રાઇડર્સ માટે ડીલરશિપ નેટવર્કનું વિસ્તરણ માત્ર નકશા પરના આંકડાઓ પૂરતું મર્યાદિત નથી. રાઇડર્સ માટે તેનો અર્થ એ છે કે, મોટરસાઇકલ ખરીદતી વખતે જ નહીં પરંતુ મોટરસાઇકલની સર્વિસ, જાળવણી કે અન્ય કોઈ સહાયની જરૂર પડે ત્યારે પણ પોતાના ઘરની નજીક જ બ્રાન્ડની ડીલરશિપ સુધી પહોંચી શકાય. ડીલરશિપ નેટવર્કનો વ્યાપ વધવાની સાથે જાવા યઝદીની ઑનરશિપના અનુભવમાં સુલભતા વધુને વધુ મહત્વનું સ્થાન મેળવી રહી છે.

આ જ સિદ્ધાંત એક એવી બાબતને પણ લાગુ પડે છે, જે ખાસ ધ્યાનમાં ન આવતી હોવા છતાં એટલી જ મહત્વની છે – સ્પેર પાર્ટ્સ.

સ્વાભાવિક છે કે, મોટરસાઇકલ ચલાવવા માટે હોય છે, સ્પેર પાર્ટની રાહ જોવામાં તે પડી રહે તે સહેજ પણ યોગ્ય નથી. સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા ઘણીવાર નક્કી કરે છે કે, સામાન્ય રિપેરની પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જાય છે કે પછી તેના કારણે રોજિંદા રાઇડિંગમાં લાંબા સમય સુધી વિક્ષેપ પડે છે. આથી જ, જાવા યઝદી તેના વિસ્તરતા ડીલરશિપ નેટવર્કની સાથે સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા માટેની ઇકોસિસ્ટમને પણ વધુ મજબૂત બનાવી રહી છે. આ માટે અધિકૃત સર્વિસ નેટવર્કના માધ્યમથી અસલી સ્પેર પાર્ટ્સ અને કન્ઝ્યુમેબલ્સની ઉપલબ્ધતાની ખાતરી કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશમાં યોજાતા ‘લેજન્ડ્સ કૅર કેમ્પ’ જેવી પહેલે પણ સમગ્ર ડીલરશિપ નેટવર્કમાં રાઇડર્સ માટે સ્પેર પાર્ટ્સ, સર્વિસ અને જાળવણી સંબંધિત સહાયને વધુ સુલભ બનાવી દીધી છે. ઑનરશિપના અનુભવની આ બાબત ભલે સામાન્ય લાગતી હોય પરંતુ વર્ષો સુધી રાઇડર્સનો બ્રાન્ડ સાથેનો અનુભવ કેવો રહે છે, તેના પર તેની મોટી અસર પડે છે. આખરે તો, ઑનરશિપ પ્રત્યેનો વિશ્વાસ આવી સેંકડો નાની-નાની બાબતોના અનુભવથી જ ઘડાય છે.

જાવા અને યઝદીની લેટેસ્ટ જનરેશનની મોટરસાઇકલોની ડીઝાઇનને વધુને વધુ સુધારવામાં આવી રહી છે, ફિટિંગ, ફિનિશિંગ અને એન્જિનીયરિંગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અગાઉની જનરેશનની સરખામણીમાં નવી મોટરસાઇકલ્સની એકંદર બિલ્ડ ક્વૉલિટી, પેનલ્સનું ફિટિંગ, પેઇન્ટની ગુણવત્તા અને મજબૂતાઈમાં સુધારો થયો હોવાનું સ્વતંત્ર મૂલ્યાંકનોમાં પણ નોંધવામાં આવ્યું છે.

કાગળ પર આ ફેરફારો ભલે નાના લાગે પરંતુ રસ્તા પર મોટરસાઇકલ ચલાવતી વખતે તેમનો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવાય છે. પાર્ટ્સમાં કરવામાં આવેલા સુધારા, એન્જિનીયરિંગમાં અપડેટ્સ અને ફિટિંગ તથા ફિનિશિંગ પર વધુ ધ્યાન આપવું એ મોટરસાઇકલોને વધુ સુસંગત અને પરિપક્વ બનાવવાના વ્યાપક પ્રયાસનો જ એક હિસ્સો છે. આથી વિશેષ, તે દર્શાવે છે કે, પ્રોડક્ટનો વિકાસ માત્ર લૉન્ચ ઇવેન્ટ પૂરતો મર્યાદિત રહેતો નથી. ઑનરશિપના સમગ્ર સમયગાળા દરમિયાન અને રાઇડર્સના અનુભવો તથા તેમની શીખમાંથી મોટરસાઇકલને સુધારવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.

આગળ વાત સ્વાભાવિક રીતે સર્વિસ પર આવે છે, કારણ કે બ્રાન્ડ જે વચન આપે છે અને ઑનરશિપના વાસ્તવિક અનુભવ વચ્ચેનો સંબંધ સૌથી વધુ સર્વિસના તબક્કે સ્પષ્ટ થાય છે. મોટરસાઇકલ તેના માલિક સાથે રસ્તા પર કલાકો સુધી દોડતી હોય છે પરંતુ સર્વિસ નેટવર્ક સાથેનો તેનો સંબંધ વર્ષો સુધી ચાલે છે. સર્વિસ દરમિયાન મળતા અનુભવની ગુણવત્તા નિયમિત જાળવણીથી લઈને લાંબાગાળાના વિશ્વાસ સુધીની દરેક બાબતને અસર કરી શકે છે.

જાવા યઝદીની ઑનરશિપ ઇકોસિસ્ટમમાં હવે વૉરંટી, વાર્ષિક જાળવણી, રોડસાઇડ આસિસ્ટન્સ અને સતત વિસ્તરી રહેલું અધિકૃત સર્વિસ નેટવર્ક સામેલ છે. નવી મોટરસાઇકલો સાથે 4 વર્ષ/50,000 કિલોમીટરની સ્ટાન્ડર્ડ વૉરંટી આપવામાં આવે છે, જ્યારે ઑનરશિપના વધારાના પ્રોગ્રામ્સ હેઠળ એક્સ્ટેન્ડેડ કવરેજ, એએમસીના વિકલ્પો અને રોડસાઇડ આસિસ્ટન્સની સુવિધા પણ મળે છે.

આ વ્યાપક પરિવર્તન મહત્વનું છે. હવે સર્વિસને માત્ર કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે જ પૂરી પાડવામાં આવતી સુવિધા તરીકે નહીં પરંતુ ઑનરશિપના અનુભવના એક અભિન્ન હિસ્સા તરીકે જોવામાં આવી રહી છે. અલગ-અલગ રીતે જોઈએ તો, ડીલરશિપ નેટવર્કનું વિસ્તરણ, સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા, પ્રોડક્ટમાં સુધારા અને સર્વિસની સુલભતા જેવી બાબતો કદાચ બહુ મોટું પરિવર્તન ન લાગે. આ તમામ બાબતો સાથે મળીને વધુ મહત્વપૂર્ણ બાબત પર પ્રકાશ પાડે છે: મોટરસાઇકલ કંપની એવા પાયાના પાસાઓ પર કામ કરી રહી છે, જે નક્કી કરે છે કે, પોતાના ગેરેજમાં રહેલી મોટરસાઇકલ પ્રત્યે રાઇડરનો વિશ્વાસ લાંબા સમય સુધી જળવાઈ છે કે નહીં.

જાવા યઝદીની નિરંતર વિકાસયાત્રા પાછળની કદાચ આ જ સૌથી રસપ્રદ વાત છે. એક પ્રતિષ્ઠિત મોટરસાઇકલ બ્રાન્ડનું પુનરુત્થાન ભલે તેના નામને ફરીથી રાઇડર્સ કમ્યુનિટીમાં ગૂંજતું કરવાથી થાય પરંતુ તેનું ભવિષ્ય મોટરસાઇકલ રસ્તા પર દોડતી થયાં પછી શું થાય છે, તેના પર નિર્ભર રહે છે. 

ક્લાસિક લેજન્ડ્સના સહ-સ્થાપક શ્રી અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, ‘અમે હંમેશાં એવું માનતા આવ્યાં છીએ કે, મોટરસાઇકલ ચલાવવાનો જેટલો આનંદ મળે છે, એટલો જ આનંદ તેની ઑનરશિપનો અનુભવ પણ આપવો જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે આ અનુભવના દરેક પાસાંને વધુ સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા ડીલરશિપ નેટવર્કના વિસ્તરણ અને સર્વિસની સુલભતા વધારવાથી લઈને સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા વધારવા અને આ ક્ષેત્રનો અગ્રણી ઑનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ શરૂ કરવા સુધી, અમે આ દિશામાં સતત પ્રયાસો કર્યા છે. અમારી કટિબદ્ધતા સરળ છે: જાવા, યઝદી અથવા બીએસએ મોટરસાઇકલની ઑનરશિપ સાથે દરેક રાઇડરને આત્મવિશ્વાસ, ભરોસો અને મનની શાંતિ મળવી જોઇએ.’

જાવા યઝદી માટે હવે વિકાસયાત્રાનો આગામી પડાવ માત્ર નવી મોટરસાઇકલો રજૂ કરવા પૂરતો મર્યાદિત નથી પરંતુ તેની સાથે ઑનરશિપનો વધુ સારો અનુભવ પૂરો પાડવા પર પણ એટલો જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કારણ કે, મોટરસાઇકલ લૉન્ચ થાય તે દિવસે રોમાંચ પેદા કરી શકે છે પરંતુ ત્યાર પછી દરરોજ રાઇડર્સનો વિશ્વાસ જીતવો પડે છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

viratgujarat

એએસસીઆઈના જાહેરાત-સાક્ષરતા કાર્યક્રમમાં 2063 શાળાઓના 10 લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાયા

viratgujarat

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી (કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો

viratgujarat

Leave a Comment