Virat Gujarat
બિઝનેસ

જિયોફાઇનાન્સ એપ દ્વારા વિવિધ બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ માટેનું પ્લેટફોર્મ લોન્ચ કરાયું

યુઝર્સ જિયોફાઇનાન્સ એપ દ્વારા એક  પ્લેટફોર્મ પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરી શકે છેતેમાં રોકાણ કરી શકે છે અને સરળતાથી તેને ટ્રેક કરી શકે છે

મુંબઈ11 ફેબ્રુઆરી 2026: જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.

સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો માટે આ ફીચર આદર્શ છે. આ સુવિધા યુઝર્સને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા આકર્ષક વ્યાજ દરો પર ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવાની અને તેમાં સરળતાથી રોકાણ કરવાની સુવિધા આપે છે.

જિયોફાઇનાન્સ એપ દ્વારા એફડી કરવાના મુખ્ય ફાયદાઓ આ મુજબ છે:

એફડી પ્રોવાઇડર્સની વિશાળ શ્રેણીઃ
આ સુવિધા યુઝર્સને યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક અને મહિન્દ્રા ફાયનાન્સ સહિત અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણી કરવામાં મદદ કરે છે. નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યાજ દર અને સમયગાળા મુજબ ફિલ્ટર્સની સુવિધા પણ આપવામાં આવી છે.

સ્પર્ધાત્મક વ્યાજ દરોનો લાભ:
વાર્ષિક 8.15 ટકા* સુધીના વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે, જેમાં સ્મોલ ફાયનાન્સ બેંકો અને NBFCsના વધુ વળતર આપતા વિકલ્પોનો સમાવેશ થાય છે.

સરળ અને સુરક્ષિત ડિજિટલ બૂકિંગ:
કોઈપણ હસ્તક્ષેપ વગર, મિનિટોમાં એફડી બૂક કરવા માટેની સંપૂર્ણ ડિજિટલ ‘એન્ડ-ટુ-એન્ડ’ પ્રક્રિયા પૂરી પાડે છે.

વધુ સારા આયોજન માટે પારદર્શક માહિતી:
યુઝર્સ ટેન્યોર, ટેક્સની લાગુ પડતી શરતો, લોક-ઇન પિરિયડ અને સમય મર્યાદા પહેલા નાણાં ઉપાડવા (પ્રિમેચ્યોર વિડ્રોઅલ) સંબંધિત નિયમો અને શરતોની વિગતો જોઈ શકે છે.

કોન્સોલિડેટેડ એફડી ટ્રેકિંગ:
આ એપ ચાલુ અને બંધ થયેલી એફડી પર દેખરેખ રાખવા માટે એક વ્યાપક ડેશબોર્ડ પૂરું પાડે છે, જેમાં વળતર, પાકતી મુદત અને રિન્યુઅલ માટેના રિમાઇન્ડર્સને ટ્રેક કરવાની સુવિધા સામેલ છે.

આ લોન્ચ પ્રસંગે જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુરભે એસશર્માએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતી એફડીનો  વિશાળ વિકલ્પ  યુઝર્સને તેમના જીવનના લક્ષ્યો મુજબ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વકના નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો અમારો એક પ્રયાસ છેભારતમાં એફડી બચત માટેનો એક લોકપ્રિય વિકલ્પ રહ્યો છેતેમ છતાં યુઝર્સને અવારનવાર વિવિધ સંસ્થાઓની એફડી વચ્ચે સરખામણી કરવામાંવ્યાજદરો સમજવામાં અથવા અલગઅલગ પ્લેટફોર્મ પર તેમની ડિપોઝિટને ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હોય છેઅમે એફડી શોધવાસરખામણી કરવાબૂક કરવા અને તેને ટ્રેક કરવા માટે એક સરળ અને પારદર્શક એન્ડટુએન્ડ ડિજિટલ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવીને  અડચણોને દૂર કરી રહ્યા છીએ.

જિયોફાઇનાન્સ એપ પર ફિક્સ્ડ ડિપોઝિટની આ સુવિધા બ્લોસ્ટેમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જે એક બીટુબી બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ બેંકો અને NBFCs સાથે બિઝનેસ કોરસપોન્ડન્ટ અને/અથવા ટેકનિકલ સર્વિસ પ્રોવાઈડર તરીકે જોડાયેલું છે.

એફડીના વિવિધ વિકલ્પો જાણવા માટે, યુઝર્સ જિયોફાઇનાન્સ એપ ડાઉનલોડ કરી શકે છે, એપના હોમ પેજ પર જઈને ‘ફિક્સ્ડ ડિપોઝિટ્સ’ સેક્શનમાં જઈ શકે છે અને એફડી બૂકિંગ પૂર્ણ કરવા માટે થોડા સરળ સ્ટેપ્સને અનુસરી શકે છે.

Related posts

દુબઈના આ રેસ્ટોરાંમાં નવા મોસમી મેનુઓ સાથે મે મહિનાનો આનંદ માણો

viratgujarat

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા સ્તન કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

viratgujarat

એમેઝોન ગ્રોસરીના ફેસ્ટિવલ સિલેક્શનની સાથે તમારી દિવાળીને વધુ વિશેષ બનાવો

viratgujarat

Leave a Comment