મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડ (the “Company”) સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા તેના ઇક્વિટી શેર્સ (“Equity Shares” and such offering the “Offer”) નો આઈપીઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડીંગ તારીખ, બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રહેશે. જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે.
*બિડ/ઓફર બંધ થવાના દિવસે યુપીઆઈમેન્ડેટ સ્વીકારવાનો છેલ્લો સમય સાંજે 5:00 વાગ્યા સુધી રહેશે.
ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 768થી રૂ. 807 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 18 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકશે.
આ ઓફરમાં રૂ. 2,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 91,66,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
ઓફર ફોર સેલ હેઠળ એક્ઝોરા ટ્રેડિંગ એલએલપી (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 18,11,000 સુધીના ઇક્વિટી શેર, ડૉ. ચંદ્રશેખર ભાસ્કરન નાયર (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 12,21,000 સુધીના ઇક્વિટી શેર, ઈન્ડિયા બિઝનસે એક્સીલન્સ ફંડ 3 (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 10,00,000 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે. ઉપરાંત અન્ય વેચાણકર્તા શેરધારકોમાં ગોપાલકૃષ્ણ મેંગલોર કિની દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 11,25,000 સુધીના ઇક્વિટી શેર, જે. ગુરુ દત્ત દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 9,02,000 સુધીના ઇક્વિટી શેર, ગોપાલકૃષ્ણ સંપથગિરી દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 9,02,000 સુધીના ઇક્વિટી શેર, સંગીતા એમ. કિની દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 4,52,000 સુધીના ઇક્વિટી શેર, એમ.એ. ઉષા રાની દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 4,51,000 સુધીના ઇક્વિટી શેર, એમ.એ. રોહિત દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 2,48,000 સુધીના ઇક્વિટી શેર, શ્રુતિ જી. કિની સુધીના દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 2,26,000 સુધીના ઇક્વિટી શેર, એમ.એ. શરથ દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 2,02,000 સુધીના ઇક્વિટી શેર, ચ્યુબેકા સર્વિસીસ લિમિટેડ દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 1,93,000 સુધીના ઇક્વિટી શેર, સુજય લિમિટેડ દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 1,93,000 સુધીનાઇક્વિટી શેર, શાહિદા અબ્દુલ કાદર દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 97,000 સુધીના ઇક્વિટી શેર, વિવેક દેવરાજ દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 78,000 સુધીના ઇક્વિટી શેર, અબ્દુલ કાદિર મોહમ્મદ થેરુવાથ દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 48,000 સુધીના ઇક્વિટી શેર તેમજ એમ. ગણેશ કામથ (collectively “Selling Shareholders”) દ્વારા રૂ. [●] મિલિયન સુધીના કુલ 17,000 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે.
કંપનીના ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) (BSE and NSE together, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.
અહીં ઉપયોગમાં લેવાયેલા પરંતુ વ્યાખ્યા ન કરાયેલા તમામ અંગ્રેજી શબ્દો તથા વાક્યોનો અર્થ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબનો રહેશે.
