Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના અહો ગુરુદેવ સમારોહમાં શ્રી મોરારી બાપુ ની વિશિષ્ઠ ઉપસ્થિતિ

મુંબઈ | ૨૬મી સપ્ટેમ્બર ૨૦૨૬ | શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આયોજિત અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના ૬૦મા જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલા ભવ્ય ‘અહો ગુરુદેવ’ સમારોહમાં પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામકથાકાર શ્રીમોરારી બાપુએ વિશિષ્ઠ હાજરી આપી હતી.

‘૬૦ ઇયર્સ ઓફ એન એનલાઇટન્ડ એક્ઝિસ્ટન્સ’ ના પાવન વિષય પર ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના શુભ દિવસોમાં આયોજિત આ દ્વિ-દિવસીય મહામહોત્સવમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના તપોમય જીવન, અમૃત વાણી અને વિરાટ માનવસેવા કાર્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અર્થે અનેક સંતો-મહંતો, પ્રબુદ્ધ મહાનુભાવો તથા હજારો આત્મઅભિલાષી ભક્તો એકત્રિત થયા હતા. આ મંગલ ઉજવણી તેમના ૬૦મા અવતરણ વર્ષ નિમિત્તે વર્ષભર પ્રવાહિત થનારા ભક્તિ અને સેવાના પર્વનો એક અવિભાજ્ય અંક છે, જેના અંતર્ગત સમગ્ર વિશ્વમાં વિવિધ દિવ્ય આધ્યાત્મિક સંસંગો, સાંસ્કૃતિક અનુષ્ઠાનો અને નિષ્કામ માનવસેવાના ભગીરથ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના જીવન અને કાર્યો પર આધારિત એક ચિત્રમય જીવનપટ નું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે જ તેમના દ્વારા ‘સર્વિંગ કમ્પેશનેટલી’ વિષય પર પ્રવચન પણ આપવામાં આવ્યું હતું.

પૂજ્ય ગુરુદેવશ્રી તથા તેમના માતૃ-પિતૃ ચરણોમાં વંદના અર્પતા પૂજ્ય મોરારી બાપુએ ભાવપૂર્વક કથન કર્યું કે, “આવા પરમ પ્રબુદ્ધ આત્માને પ્રગટ કરનાર પુણ્યશાળી માતૃ-પિતૃના શ્રીચરણોમાં મારા કોટિ-કોટિ પ્રણામ. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ મારા સાષ્ટાંગ પ્રણામ, જેઓ સ્થૂળ દેહરૂપે આપણી મધ્યે વિદ્યમાન હોવા છતાં, આત્મિક તત્ત્વથી પરમ અલૌકિક, દિવ્ય અને ગુણાતીત છે.”

પૂજ્ય ગુરુદેવશ્રી સાથેના પોતાના પરમ આત્મિક અનુબંધનું સ્મરણ કરતા પૂજ્ય શ્રી મોરારી બાપુએ ભાવપૂર્વક કહ્યું કે, “હું વિચારમગ્ન છું કે કયા મુખે અભિવ્યક્તિ કરૂં. વાણી તો અસીમ છે, પરંતુ આ પાવન પ્રસંગે કયા શબ્દો ચયન કરવા તે વિષયે હું ધર્મસંકટ અનુભવી રહ્યો છું. મારા આ શબ્દો માત્ર તેમની પ્રશંસા પૂરતા સીમિત નથી. પૂજ્ય ગુરુદેવશ્રી સાથેનો મારો આ નાતો કોઈ પ્રાકૃતિક કે લૌકિક નાતો નથી, આ તો ચિન્મય આત્માનો સંબંધ છે. આ પવિત્ર આત્મસંબંધને કારણે જ તેમના અહર્નિશ આશીર્વાદ મારા પર વર્ષે છે અને હું પણ મારા ભાવપુષ્પો તથા ભક્તિ તેમના ચરણોમાં અર્પિત કરું છું. હું અહીં કેવળ આ જ દિવ્ય અને આધ્યાત્મિક નાતાના ખેંચાણે ઉપસ્થિત થયો છું.”

પૂજ્ય ગુરુદેવશ્રીના દિવ્ય જીવનચરિત્ર પર પ્રકાશ પાડતા તેમણે ભાવપૂર્ણ વાણીમાં કહ્યું કે, “તેમના પાવન જીવનમાં પંચ મહાયજ્ઞની દિવ્ય ધારા પ્રવાહિત થાય છે. તેમાંનો એક દ્રવ્યયજ્ઞ છે, પરંતુ તેને કેવળ લૌકિક ધન કે ભૌતિક આહુતિના સંકુચિત અર્થમાં ન સમજવો જોઈએ. આજના યુગમાં, હું આ દ્રવ્યયજ્ઞને પરમ સાધના અને નિષ્કામ સેવારહસ્યના રૂપમાં નિહાળું છું. મેં તેમની અખંડ અને નિરંતર સાધનાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે, અને તેમની દિવ્ય ઉપસ્થિતિ તથા કરુણાકૃપાથી જે આ વિરાટ માનવસેવારૂપી ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તે જ સાચો અને પરમ દ્રવ્યયજ્ઞ છે.”

ઋષિ ચૈતન્ય આશ્રમના આધ્યાત્મિક વડા અને સ્થાપક આનંદમૂર્તિ ગુરુમાએ પણ આ સભાને સંબોધિત કરી હતી.

‘અહો ગુરુદેવ’ એ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના ૬૦મા વર્ષના શુભ પડાવને ચિહ્નિત કરે છે અને આ ઉજવણી ભારત સહિત વિદેશોમાં પણ આધ્યાત્મિક મહોત્સવો, સેવાકીય કાર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વર્ષભર ચાલનારી શ્રેણી દ્વારા ચાલુ રહેશે.

== સમાપ્ત ==

Related posts

નારાયણ સેવા સંસ્થાન દ્વારા સુરતમાં 23મી ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે મફત નારાયણ લિંબ અને કેલિપર કેમ્પનું આયોજન

viratgujarat

કોગ્નિઝન્ટ મોટાભાગના કર્મચારીઓ માટે 1 નવેમ્બરથી સેલેરી વધારો કરશે.

viratgujarat

અવિવા ઇન્ડિયાએ સ્થાયી વિકાસ અને નવીનીકરણ પર કેન્દ્રીત નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળાના સક્ષમ નાણાકીય પરિણામો જાહેર કર્યા

viratgujarat

Leave a Comment