Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર,રાંચરડા, અમદાવાદ

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા *હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)*ની ભવ્ય ઉજવણી *2 એપ્રિલ, 2026,ગુરુવારના રોજ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે **20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિ*ની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.

સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે *સમગ્ર દિવસ ભંડારો* યોજાશે.

*મંદિરનું વિશેષ વર્ણન:*

આ મંદિરનું *23 ઓગસ્ટ, 2024ના રોજ **લોકાર્પણ* કરવામાં આવ્યું હતું. અહીં *હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે **હનુમાનજીની દુર્લભ મૂર્તિ* છે, જે *ભારતનું ચોથું મંદિર* છે જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં *પાતાળલોક* સાથે *રાવણનો ભાઈ અહિરાવણ* તેમના પગ નીચે દબાયેલો, *રામ-લક્ષ્મણ* અને *પુત્ર મકરધ્વજ* સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ *2000 કિલો* વજનની મૂર્તિ *દુર્લભ રાજસ્થાની પથ્થર*થી નિર્મિત છે.

મંદિરના સ્થાપક *ડૉ. પ્રવીણભાઈ ગર્ગ*એ જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપા નો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે.

બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને *દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં **3 રામ રોટી સેવા રથ* ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ *500 જરૂરિયાતમાંદો લોકોને* સેવા પૂરી પાડે છે.

આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.

– દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.

– દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું.

– હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.

મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.

*જય બાબા નીબ કરોરી મહારાજ! જય શ્રી રામ! જય હનુમાન!*

*મંદિર સમિતિ*

Related posts

ક્રીડા તંત્ર દ્વારા અમદાવાદમાં બાળકોની ઇકોસિસ્ટમ ઘડવા માટે પ્રથમ ‘લીડર્સ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવશે

viratgujarat

દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

viratgujarat

અંબુજા સાંઘીપુરમમાં ખિરસરા જળાશયનું પુનર્જીવન: પર્યાવરણ અને જીવનતંત્રને નવજીવન આપતું અદાણી ફાઉ.નું મહત્વપૂર્ણ પગલું

viratgujarat

Leave a Comment