Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સોમાની સિરામિક્સે અમદાવાદમાં પોતાના એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૧૮ નવેમ્બર ૨૦૨૬ | ટાઇલ્સ, બાથવેર અને બિલ્ડિંગ સોલ્યુશન્સના ભારતના અગ્રણી ઉત્પાદકોમાંની એક સોમાની સિરામિક્સ લિમિટેડે ગુજરાતના અમદાવાદમાં પોતાના નવા એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. 4,200 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ એક્સપિરિયન્સ સેન્ટર અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા આલ્પ્સ યુફોરિયોમાં સ્થિત છે. આ સેન્ટર ગ્રાહકો, આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સને સોમાનીના ડિઝાઇન-આધારિત પ્રોડક્ટ પોર્ટફોલિયોને નજીકથી જાણવા-માણવા માટે એક ઇમર્સિવ માહોલ પૂરો પાડે છે.

ઉદ્ઘાટન પ્રસંગે સોમાની સિરામિક્સ લિમિટેડના સીઈઓ શ્રી અમિત સહાયે જણાવ્યું હતું કે: “અમદાવાદમાં અમારા એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન સોમાનીની ડિઝાઇન એક્સેલન્સ અને ઇનોવેશનને અમારા ગ્રાહકોની વધુ નજીક લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. એક ઇમર્સિવ ડેસ્ટિનેશન તરીકે પરિકલ્પિત આ સેન્ટર ગ્રાહકો, આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સને અમારા કલેક્શન્સ નિહાળવાની તેમજ સોમાનીની ઓળખ સમાન ગુણવત્તા અને કારીગરીનો જાતઅનુભવ કરવાની તક આપશે. આ પહેલ મુખ્ય બજારોમાં ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.”

સોમાની સિરામિક્સ લિમિટેડના સીઈઓ શ્રી અમિત સહાયે આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ સુવિચારિત રીતે તૈયાર કરાયેલા રિટેલ ડેસ્ટિનેશન્સ દ્વારા ગ્રાહકોના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

ડિઝાઇનની શોધ અને પ્રોડક્ટ ડિસ્કવરીના ડેસ્ટિનેશન તરીકે પરિકલ્પિત આ એક્સપિરિયન્સ સેન્ટર સોમાનીના વૈવિધ્યસભર કલેક્શન્સ અને સોલ્યુશન્સને એક સુવિચારિત માહોલમાં એક જ છત નીચે રજૂ કરે છે. અહીં મુલાકાતીઓ વિવિધ ડિઝાઇન, ટેક્સચર અને એપ્લિકેશન્સનો અનુભવ કરવાની સાથે આધુનિક રહેણાંક તથા કોમર્શિયલ સ્પેસ માટેની નવી શક્યતાઓ પણ શોધી શકે છે.

ઘરમાલિકો, આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આ એક્સપિરિયન્સ સેન્ટર પરંપરાગત પ્રોડક્ટ ડિસ્પ્લેથી આગળ વધીને એક ઇન્ટરએક્ટિવ માહોલ ઊભો કરે છે, જ્યાં મુલાકાતીઓ ડિઝાઇનની શક્યતાઓને નજર સમક્ષ જોઈ શકે છે, પ્રોડક્ટ્સના ઉપયોગને સમજી શકે છે અને પોતાની સ્પેસ માટે સમજદારીપૂર્વક પસંદગી કરી શકે છે. આ પહેલ પ્રીમિયમ રિટેલ ફોર્મેટ્સ અને એક્સપિરિયન્સ-આધારિત ડેસ્ટિનેશન્સ દ્વારા ગ્રાહકો સાથેનું જોડાણ મજબૂત બનાવવા પર સોમાનીના સતત ફોકસને દર્શાવે છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ નોઈડા તૃતીય સ્ટાર્ટઅપ સમિટ સાથે ભારતનું ટેક ભવિષ્ય પ્રજ્જવલિત કરે છે

viratgujarat

ઓડીએ પુણેમાં ડિલિવરી બોયને કચડી નાખ્યો, મોત: કાર સવાર ભાગી ગયો; CCTV દ્વારા આરોપીની ઓળખ થયા બાદ અરેસ્ટ કરાયો

admin

IOQM 2025: આકાશ–વાપી વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી શાનદાર દેખાવ – તમામ હાઈસ્કૂલ ગ્રેડમાં ઉત્તમ પ્રદર્શન

viratgujarat

Leave a Comment