Virat Gujarat
બિઝનેસ

YouMee અમદાવાદમાં પ્રથમ આઉટલેટ સાથે ગુજરાતમાં કર્યું ભવ્ય આગમન

ભારતની અગ્રણી પેન-એશિયન રેસ્ટોરન્ટ બ્રાન્ડ YOUMEE એ અમદાવાદમાં પોતાના પ્રથમ આઉટલેટના શુભારંભ સાથે ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. ફિનિક્સ પેલેડિયમ મોલના 5મા માળે આવેલું આ નવું રેસ્ટોરન્ટ અમદાવાદના ફૂડપ્રેમીઓને ઓથેન્ટિક એશિયન વાનગીઓ, જાપાનીઝ માંગા થીમ આધારિત આકર્ષક ઇન્ટિરિયર્સ અને અનોખો ડાઇનિંગ અનુભવ પ્રદાન કરશે.

ગુજરાતમાં YOUMEEના આગમન સાથે બ્રાન્ડના રાષ્ટ્રીય વિસ્તરણને વધુ મજબૂતી મળી છે. સાથે જ અમદાવાદ જેવા ઝડપથી વિકસતા ફૂડ ડેસ્ટિનેશનમાં એક નવા અને આધુનિક પેન-એશિયન ડાઇનિંગ કોન્સેપ્ટનો ઉમેરો થયો છે.

જાપાનીઝ માંગાની રંગીન દુનિયાથી પ્રેરિત આ રેસ્ટોરન્ટમાં આકર્ષક ગ્રાફિક આર્ટવર્ક, સર્જનાત્મક ઇન્ટિરિયર્સ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળે છે. અહીં જાપાન, કોરિયા, ચીન, થાઇલેન્ડ સહિત વિવિધ એશિયન દેશોની વાનગીઓ એક જ છત નીચે પીરસવામાં આવે છે. મેનૂમાં હેન્ડક્રાફ્ટેડ સુશી, રામેન, ડિમસમ, બાઓ, રાઇસ અને નૂડલ્સ બાઉલ્સ, સ્મોલ પ્લેટ્સ, સ્વાદિષ્ટ ડેઝર્ટ્સ તેમજ નવીન બેવરેજિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તાજી સામગ્રી, અસલી સ્વાદ અને નવીન મેનૂ માટે જાણીતી YOUMEE દેશભરના ફૂડ લવર્સ માટે પસંદગીનું ડાઇનિંગ ડેસ્ટિનેશન બની છે. અહીં પીરસાતી દરેક વાનગીમાં પરંપરાગત એશિયન સ્વાદ અને આધુનિક રજૂઆતનું અનોખું સંતુલન જોવા મળે છે, જે પરિવાર સાથેના ભોજન, મિત્રો સાથેની મુલાકાત, બિઝનેસ લંચ અને ખાસ પ્રસંગો માટે આદર્શ સ્થળ બનાવે છે.

આ પ્રસંગે લાઇટ બાઇટ ફૂડ્સના CEO શ્રી રણજીત પલિયાથે જણાવ્યું હતું કે,
“અમદાવાદ આજે ભારતના સૌથી ઝડપથી વિકસતા ફૂડ ડેસ્ટિનેશન્સમાંનું એક બની રહ્યું છે, જ્યાં લોકો ગુણવત્તા, નવીનતા અને યાદગાર ડાઇનિંગ અનુભવને મહત્ત્વ આપે છે. અમે લાંબા સમયથી YOUMEEને ગુજરાતમાં લાવવા ઇચ્છતા હતા અને ફિનિક્સ પેલેડિયમ મોલ અમારી પ્રથમ શાખા માટે શ્રેષ્ઠ સ્થાન સાબિત થયું છે. અમદાવાદના ફૂડપ્રેમીઓને અમારી વિશિષ્ટ પેન-એશિયન ડાઇનિંગ અનુભવથી પરિચિત કરાવતા અમને આનંદ થાય છે અને અમને વિશ્વાસ છે કે YOUMEE શહેરનું એક પસંદગીનું ડાઇનિંગ ડેસ્ટિનેશન બનશે.”

અમદાવાદમાં પ્રથમ આઉટલેટના પ્રારંભ સાથે YOUMEE ભારતના વિવિધ મહત્વપૂર્ણ શહેરોમાં પોતાના વિસ્તરણના વિઝનને આગળ વધારી રહી છે. ઉત્તમ ભોજન, આકર્ષક વાતાવરણ અને ઉષ્માભર્યા આતિથ્ય સાથે દરેક મુલાકાતને યાદગાર બનાવવાનો બ્રાન્ડનો પ્રયાસ રહેશે.

Related posts

ક્રાફ્ટન ઈન્ડિયાએ વર્ષ 2026ના અંત સુધીમાં બીજીએમઆઇ લાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી, 25 ઓગસ્ટના રોજ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ થશે

viratgujarat

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા  ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

viratgujarat

બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતીય બજારને મજબૂત કરવા સિક્સ ઈન્ક ટેન્ક પ્રિન્ટરનું અનાવરણ કર્યું

viratgujarat

Leave a Comment