Virat Gujarat
મનોરંજન

સ્વર્ણિમ યુનિવર્સિટીમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાને વિદ્યાર્થીઓ સાથે કરી કોલેજ લાઇફની મજેદાર વાતો, વિદ્યાર્થીઓ સાથે બનાવી રીલ

ગાંધીનગર 30 સપ્ટેમ્બર 2026: બોલિવૂડ કલાકારો આયુષ્માન ખુરાના અને સારા અલી ખાને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ અને હળવા અંદાજમાં વાર્તાલાપ કર્યો હતો. ફિલ્મ ઉડતા તીરના કલાકારોની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીત અને મજેદાર પળોએ કેમ્પસમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જ્યું હતું.

આયુષ્માન ખુરાના માટે આ મુલાકાત ખાસ રહી હતી, કારણ કે તેઓ બીજી વખત સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાના અગાઉના અનુભવને યાદ કરતાં કહ્યું હતું, “સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી મારા માટે લકી છે. મને અહીંના વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે.”

સારા અલી ખાને પણ વિદ્યાર્થીઓ સાથે સરળતાથી જોડાઈને કોલેજ લાઇફ અને વિદ્યાર્થીજીવનના અનુભવો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જો મને ફરીથી યુનિવર્સિટીમાં ભણવાની તક મળે તો હું ચોક્કસ આ યુનિવર્સિટીની પસંદગી કરું.” તેમણે ઉમેર્યું હતું કે અહીંના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી અને પ્રેમાળ છે.

આ દરમિયાન આયુષ્માન અને સારાએ વિદ્યાર્થીઓ સાથે કોલેજ લાઇફની મજેદાર અને યાદગાર પળો અંગે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અભિનેતાઓએ વિદ્યાર્થીઓ સાથે મળીને એક રીલ પણ બનાવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ બંને કલાકારોનું ઉત્સાહપૂર્વક અભિવાદન કર્યું હતું.

મુલાકાતના અંતે આયુષ્માન ખુરાના અને સારા અલી ખાને વિદ્યાર્થીઓને તેમની આગામી ફિલ્મ ઉડતા તીરને સિનેમાઘરોમાં જોવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

Related posts

વિક્રાંત મેસી અને શનાયા કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને આકર્ષી રહી છે – ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પહેલું પોસ્ટર રિલીઝ

viratgujarat

યામાહાના હાઇબ્રિડ રેન્જ સ્કુટર સ્માર્ટ ટેક અને ધ્યાનકર્ષક નવા કલર્સ સાથે લોન્ચ કરાયા

viratgujarat

ઈંતેજારી ખતમ! બાલવીરનો આગામી અધ્યાયથી શરૂ થશે, જે ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!

viratgujarat

Leave a Comment