Virat Gujarat
બિઝનેસ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે એસ્સાર-સમર્થિત મેસાબી મેટાલિક્સના $ 18 બિલિયનના રોકાણની જાહેરાત કરી

વોશિંગ્ટન, ડી.સી. / ભારત, 29 સપ્ટેમ્બર, 2026: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે આજે વોશિંગ્ટન, ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે એસ્સાર-સમર્થિત મેસાબી મેટાલિક્સ દ્વારા સંપૂર્ણ સંકલિત અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે કરવામાં આવનાર $ 18 બિલિયનના ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી આયર્ન ઓર ખાણનું આયોવામાં સ્થપાનારા નવા સ્ટીલ કોમ્પ્લેક્સ સાથે જોડાણ કરવામાં આવશે.

આ જાહેરાત એસ્સાર ગ્રૂપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર શ્રી રવિ રૂઇયા અને મેસાબી મેટાલિક્સના ચેરમેન શ્રી રેવંત રૂઇયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુ.એસ. કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક, યુ.એસ. એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટ, યુ.એસ. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કના ચેરમેન જોન જોવાનોવિક તેમજ આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ, સેનેટર જોની અર્ન્સ્ટ અને આયોવા કોંગ્રેસનલ ડેલિગેશનના સભ્યો રેપ્રેઝન્ટેટિવ મેરિઆનેટ મિલર-મીક્સ અને એશ્લે હિન્સન પણ ઉપસ્થિત રહ્યા હતા.

વ્હાઇટ હાઉસ ખાતેની જાહેરાતની લિંક : https://www.youtube.com/watch?v=TmNee1tFlmc

આ રોકાણમાં આયોવામાં પ્રસ્તાવિત $15 બિલિયનના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સ ઉપરાંત, મિનેસોટા ખાતે આયર્ન ઓર માઇન અને પેલેટાઇઝિંગ ફેસિલિટીમાં થયેલા વર્તમાન $3 બિલિયનના રોકાણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અમેરિકન ઇતિહાસમાં સિંગલ લોકેશન ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સમાં થયેલું સૌથી મોટું રોકાણ છે. આ પ્રોજેક્ટ થકી મિનેસોટા અને આયોવામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે, સમગ્ર મિડવેસ્ટ ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને સંપૂર્ણ સંકલિત, 100% અમેરિકન સ્ટીલ સપ્લાય ચેઇન સ્થાપિત કરીને અમેરિકન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ આવશે; જેમાં આયર્ન ઓરનું ખનન, સ્ટીલનું ગલન (મેલ્ટિંગ) અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં જ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેસાબી મેટાલિક્સ દ્વારા તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 50 વર્ષોમાં સૌપ્રથમ નવી આયર્ન ઓર માઇન શરૂ કરવામાં આવી છે.

 

એસ્સાર ગ્રૂપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર શ્રી રવિ રૂઇયાએ જણાવ્યું હતું કે:

“આ રોકાણ એસ્સારની વૈશ્વિક સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને વૈશ્વિક સ્તરે વર્લ્ડ-ક્લાસ બિઝનેસ સ્થાપવાના મારા ભાઈ શશી રૂઇયાના વિઝનને આગળ ધપાવશે. સ્ટીલ વેલ્યુ ચેઇનમાં ત્રણ દાયકાથી વધુના બહોળા અનુભવ સાથે, એસ્સાર આ ઐતિહાસિક રોકાણમાં તેની કુશળતા પ્રદાન કરતાં ગર્વ અનુભવે છે. આ પહેલ ભારત-યુ.એસ. આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે અને દીર્ઘકાલીન રોકાણ, ઔદ્યોગિક વિકાસ તેમજ રોજગારી સર્જન દ્વારા તેમના આ વિઝનમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

 

મેસાબી મેટાલિક્સના ચેરમેન શ્રી રેવંત રૂઇયાએ જણાવ્યું હતું કે:

“આ ક્ષણ અમેરિકન સ્ટીલ ઉદ્યોગ માટે નિર્ણાયક અને મેસાબી મેટાલિક્સ માટે એક પરિવર્તનકારી સીમાચિહ્નરૂપ છે. અમે 100% અમેરિકન સ્ટીલનું ઉત્પાદન કરવા માટે મિનેસોટાના વર્લ્ડ-ક્લાસ આયર્ન ઓર સંસાધનોને આયોવાના સ્ટીલ નિર્માણ સાથે સાંકળીને પાયાથી જ એક સંપૂર્ણ સંકલિત સ્ટીલ બિઝનેસનું નિર્માણ કરી રહ્યા છીએ. આ રોકાણ હજારો નવી નોકરીઓનું સર્જન કરશે, સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવશે અને મેસાબી મેટાલિક્સને અમેરિકાના સ્ટીલ ઉદ્યોગમાં એક અગ્રણી બળ તરીકે સ્થાપિત કરશે.”

 

મિનેસોટામાં ખનન (Mined in Minnesota)

મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી મેસાબી મેટાલિક્સની આયર્ન ઓર માઇન, યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 50 વર્ષોમાં સ્થપાયેલી સૌપ્રથમ નવી આયર્ન ઓર માઇન છે, જેમાં આજદિન સુધી આશરે $3 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે. મિનેસોટાના નાશવાક (Nashwauk) ખાતે સ્થિત આ ખાણ ‘પેટ્રિઅટ પેલેટ’ (Patriot Pellet)નું ઉત્પાદન કરશે, જે કંપનીનું ડાયરેક્ટ-રિડક્શન-ગ્રેડ (DR-ગ્રેડ) આયર્ન ઓર પેલેટ છે. તે આધુનિક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલમેકિંગ માટે ખાસ ડિઝાઇન કરાયેલું છે અને વિશ્વમાં બનતા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત આયર્ન ઓર પેલેટ્સ પૈકીનું એક છે. પેટ્રિઅટ પેલેટમાં રૂપાંતરિત થયા બાદ ખાણનું આ લોહ અયસ્ક સીધું આયોવા સ્ટીલ કોમ્પ્લેક્સમાં મોકલવામાં આવશે, જે સંપૂર્ણ સ્થાનિક ‘માઇન-ટુ-મિલ’ સપ્લાય ચેઇનની આગામી કડી છે.

હાલમાં આ સાઇટ પર 1,500થી વધુ કન્સ્ટ્રક્શન વર્કર્સ કાર્યરત છે, જ્યારે ખાણ ખાતે 200થી વધુ પૂર્ણ-સમયના કર્મચારીઓ પણ કાર્યરત છે. ખાણ પૂર્ણપણે કાર્યરત થતાં આ સંખ્યા 350 પૂર્ણ-સમયની નોકરીઓ સુધી પહોંચવાની અપેક્ષા છે.

 

આયોવામાં સ્ટીલ નિર્માણ (Steelmaking in Iowa)

મેસાબી મેટાલિક્સનું રોકાણ સમગ્ર આયોવા, મિડવેસ્ટ અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર આર્થિક અને રોજગારીની તકો ઊભી કરશે:

* કંપની આયોવામાં નવું કોમ્પ્લેક્સ સ્થાપવા માટે $15 બિલિયનનું રોકાણ કરશે, જે કન્સ્ટ્રક્શન દરમિયાન 8,000થી વધુ નોકરીઓનું સર્જન કરશે તેમજ સમગ્ર ક્ષેત્રમાં વધારાની રોજગારીને વેગ આપવા માટે સ્થાનિક વેન્ડર્સનો સહયોગ લેશે.

* પ્લાન્ટ કાર્યરત થયા પછી, મેસાબી મેટાલિક્સ ઓછામાં ઓછા 1,750 પૂર્ણ-સમયના સભ્યોને રોજગારી આપશે અને સમગ્ર આયોવા તથા મિડવેસ્ટના સપ્લાયર્સ અને વ્યવસાયો સાથે ભાગીદારી ચાલુ રાખશે.

* કન્સ્ટ્રક્શન અને પૂર્ણ કામગીરીના પ્રથમ 10 વર્ષ દરમિયાન, અમેરિકન-નિર્મિત સ્ટીલમાં મેસાબી મેટાલિક્સનું રોકાણ કુલ $95 બિલિયનનું આર્થિક આઉટપુટ પ્રદાન કરશે — જે પ્રદેશભરના વ્યવસાયો, કામદારો અને સમુદાયોને સક્ષમ બનાવશે.

ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી

નવીન ટેકનોલોજીના સમન્વયથી આયોવામાં મેસાબી મેટાલિક્સનું ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સ વિશ્વની સૌથી કાર્યક્ષમ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ પૈકીનું એક બનશે. આ કોમ્પ્લેક્સ હોટ ડાયરેક્ટ-રિડ્યુસ્ડ આયર્ન (DRI) અને ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF) ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જે ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને ઉત્સર્જનમાં મોટો ઘટાડો લાવશે.

* DRI ટેકનોલોજી: આ ટેકનોલોજી અંતર્ગત મિનેસોટામાંથી મેળવેલા આયર્ન ઓરમાંથી તેના મેલ્ટિંગ પોઇન્ટથી નીચા તાપમાને ઓક્સિજન દૂર કરવામાં આવે છે અને ઘન ધાતુ આયર્ન (મેટાલિક આયર્ન) બનાવવામાં આવે છે. DRI જ્યારે ગરમ હોય ત્યારે જ તેને ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં દાખલ કરવાથી તેને ઓગાળવા માટે જરૂરી ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેનાથી સ્ટીલ ઉત્પાદન પ્રક્રિયાની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં સુધારો થાય છે.

* EAF ટેકનોલોજી: આ સ્ટીલ ઉત્પાદન માટેની વધુ કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક પદ્ધતિ છે. આ પ્લાન્ટની EAFsમાં પ્લાન્ટની પોતાની જ DRI પ્રક્રિયામાંથી મેળવેલા ગરમ, તાજા રિડ્યુસ્ડ આયર્ન અને સ્ક્રેપ સ્ટીલનું મિશ્રણ ફીડ કરવામાં આવશે — જે પરંપરાગત કોલસા આધારિત બ્લાસ્ટ ફર્નેસની સરખામણીએ ઊર્જા વપરાશ અને ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરે છે.

આ અદ્યતન ટેકનોલોજી અને ટકાઉ પદ્ધતિઓ દ્વારા મેસાબી મેટાલિક્સ અત્યંત કાર્યક્ષમ, સંપૂર્ણ સ્થાનિક ઉત્પાદન પ્રક્રિયા પ્રદાન કરશે — જે ઉચ્ચ ગુણવત્તાવાળા, પર્યાવરણ-અનુકૂળ, ખર્ચ-અસરકારક અને 100% અમેરિકન સ્ટીલનું ઉત્પાદન સુનિશ્ચિત કરશે: જ્યાં ખનન, ગલન અને પ્રોડક્ટનું નિર્માણ પૂર્ણતઃ અમેરિકામાં જ થશે.

અમેરિકન સ્ટીલ નિર્માણનું નવું સ્વરૂપ (Reshaping American Steelmaking)

યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટીલ ઉત્પાદકો મુખ્યત્વે બે પ્રક્રિયાઓ પર આધાર રાખે છે: અમેરિકન ખાણોમાંથી આયર્ન ઓરનો ઉપયોગ કરતી ઇન્ટિગ્રેટેડ બ્લાસ્ટ ફર્નેસ મિલ્સ, અને સ્ક્રેપ તેમજ આયાતી લોખંડને રિસાઇકલ કરતી અત્યંત કાર્યક્ષમ ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસિસ. મેસાબી મેટાલિક્સ મિનેસોટા ખાતેની પોતાની નવી ખાણના સ્થાનિક આયર્ન ઓર સાથે આયોવાના આધુનિક ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સ્ટીલમેકિંગ કોમ્પ્લેક્સનું જોડાણ કરીને આ બંને પદ્ધતિઓના શ્રેષ્ઠ પાસાંઓને એકત્રિત કરે છે. આ જોડાણ મેસાબી મેટાલિક્સને સંપૂર્ણ સ્થાનિક, પર્યાવરણ-અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફિનિશ્ડ સ્ટીલ ઉત્પાદનોનું કિફાયતી રીતે નિર્માણ કરવા સક્ષમ બનાવશે.

મેસાબી મેટાલિક્સ કંપની એલએલસી વિશે :

એસ્સાર ગ્રૂપની કંપની, મેસાબી મેટાલિક્સ કંપની એલએલસી (Mesabi Metallics Company LLC), મિનેસોટાના નાશવાક ખાતે અત્યાધુનિક DR-ગ્રેડ આયર્ન ઓર માઇન અને પેલેટ પ્લાન્ટ વિકસાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમાં આશરે $ 3 બિલિયનનું રોકાણ થયું હશે અને મિનેસોટામાં છેલ્લાં લગભગ

પચાસ વર્ષોમાં વિકસિત પ્રથમ નવી આયર્ન ઓર માઇન અને પેલેટ પ્લાન્ટ બનશે. મેસાબી વિશ્વના સર્વોચ્ચ-ગ્રેડ DR પેલેટ્સનું ઉત્પાદન કરશે, જે અમેરિકાના સ્ટીલ ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, જહાજ નિર્માણ, સંરક્ષણ ઔદ્યોગિક પાયો અને વ્યાપક ઉત્પાદન ક્ષેત્રના પુનરુત્થાન માટે જરૂરી મહત્વપૂર્ણ કાચા માલનો વિશ્વસનીય સ્થાનિક પુરવઠો પૂરો પાડશે. ક્રિટિકલ સ્ટીલ સપ્લાય ચેઇન અને ઔદ્યોગિક ઉત્પાદનને ફરીથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પરત લાવવાની વ્યાપક વ્યુહરચનાનો મેસાબી મેટાલિક્સ આધારસ્તંભ છે.

Related posts

સ્વિફ્ટએનલિફ્ટ ટેક એલએલપી એ ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ 2024નું આયોજન કર્યું

viratgujarat

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ

viratgujarat

ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસ પર ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ’ એક્ઝિબિશન માટે કેટલોગનું વિમોચન કર્યું

viratgujarat

Leave a Comment