જીવનસાથીની શોધ એટલે માત્ર બે વ્યક્તિઓ વચ્ચે સુમેળ બેસાડવાની પ્રક્રિયા નથી; ખાસ કરીને ભારતીય પરિવારોમાં આ એક એવી સમગ્ર પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિગત પસંદગીઓ, અપેક્ષાઓ, પરિવારજનોના અભિપ્રાયો અને અનેક માપદંડોનો સમાવેશ થાય છે. આ જ પરિચિત છતાં મનોરંજક વાસ્તવિકતાને પોતાની નવીનતમ ગુજરાતી ઓરિજિનલ સિરીઝની દુનિયામાં રજૂ કરતાં શેમારૂમીએ ભારતનાં લોકપ્રિય મેચમેકર સીમા તાપડિયા સાથે હાથ મિલાવ્યા છે. શેમારૂમીની ગુજરાતી ડ્રામેડી ‘હજુ વાત ચાલે છે’ માટે આ સહયોગના ભાગરૂપે એક મનોરંજક અને મેચમેકિંગ આધારિત વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ સિરીઝમાં શિવાની દવેની કહાની રજૂ કરવામાં આવી છે, જે ગોઠવેલાં લગ્નની અનિશ્ચિતતાઓ અને અનેક સંભવિત જીવનસાથીઓ સાથેની મુલાકાતો વચ્ચે પોતાની જીવનયાત્રા આગળ વધારે છે.
મેચમેકિંગ પ્રત્યેના પોતાના આગવા અભિગમ તેમજ વ્યક્તિઓનાં વ્યક્તિત્વ, પરિવારો અને અપેક્ષાઓને સમજવાની વિશેષ ક્ષમતા માટે જાણીતા સીમા તાપડિયા ‘હજુ વાત ચાલે છે’ની દુનિયામાં પ્રવેશ કરીને શિવાની માટે યોગ્ય જીવનસાથીની શોધમાં પોતાનો અનુભવ અને નિપુણતા ઉમેરે છે. આ સહયોગ સિરીઝને વાસ્તવિક જીવન સાથે જોડતું એક મનોરંજક વિસ્તરણ પૂરું પાડે છે, જેમાં સીમા યોગ્ય જીવનસાથીની પસંદગી કરતી વખતે મહત્ત્વ ધરાવતા ગુણો, પરસ્પર સુસંગતતા અને અપેક્ષાઓને નજીકથી સમજે છે. તેમનો આ સહભાગ સિરીઝના મુખ્ય વિષયને વધુ રસપ્રદ બનાવે છે, જેમાં અનેક સંભવિત જીવનસાથીઓની પસંદગી અને ગોઠવેલાં લગ્નની પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ અભિપ્રાયોનો સમાવેશ થાય છે સીમા તાપડિયા વર્ષ ૨૦૦૫ થી વ્યવસાયિક રીતે મેચમેકિંગ ક્ષેત્રે કાર્યરત છે અને પોતાના શો દ્વારા તેમને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ મળી છે.
આ સહયોગ અંગે વાત કરતાં સીમા તાપડિયા જણાવે છે, “મેચમેકિંગ માત્ર બાયોડેટા સાથે બાયોડેટા મેળવવાની પ્રક્રિયા નથી; પરંતુ વ્યક્તિ, તેમનો પરિવાર, તેમનાં મૂલ્યો અને જીવનસાથી પાસેથી તેમની વાસ્તવિક અપેક્ષાઓને સમજવાની પ્રક્રિયા છે. શેમારૂમી અને ‘હજુ વાત ચાલે છે’ સાથેના આ સહયોગમાં મને સૌથી વધુ ગમેલી બાબત એ છે કે આ શો યોગ્ય જીવનસાથીની શોધ દરમિયાન અનુભવાતી મજા, મૂંઝવણ અને લાગણીઓને ખૂબ જ સહજ રીતે રજૂ કરે છે. પસંદગી માટે અનેક વિકલ્પો હોઈ શકે છે, પરંતુ આખરે પરસ્પર સુસંગતતા અને સમજણ જ કોઈપણ સંબંધને સફળ બનાવે છે. આ દુનિયાનો ભાગ બનવાની અને આપણે યોગ્ય રિશ્તો શોધી શકીએ છીએ કે નહીં તે જાણવાની મને ખૂબ મજા આવી!”
‘હજુ વાત ચાલે છે’ના માધ્યમથી શેમારૂમી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનાં મૂળ સાથે જોડાયેલી એક કહાનીને આધુનિક અને હળવા-ફૂલકા અંદાજમાં દર્શકો સમક્ષ રજૂ કરે છે. આ શો શિવાનીની લગ્ન માટેની વિવિધ મુલાકાતોની સફરને અનુસરે છે, જેમાં તે પરિવારની અપેક્ષાઓ, પોતાની વ્યક્તિગત પસંદગીઓ અને લગ્નજીવનને ખરેખર સફળ બનાવતી બાબતો જેવા મહત્ત્વના પ્રશ્નો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. સીમા તા પડિયા સાથેનો આ સહયોગ આ વિષયને પડદા પૂરતો મર્યાદિત રાખવાને બદલે દર્શકો સુધી પહોંચાડે છે અને મેચમેકિંગના વિષયને એક રસપ્રદ સંવાદમાં પરિવર્તિત કરે છે. આ રીતે યોગ્ય રિશ્તાની શોધ એક એવો અનુભવ બની જાય છે, જેની સાથે દર્શકો સહજતાથી જોડાઈ શકે, પોતાના અભિપ્રાયો રજૂ કરી શકે અને તેનો આનંદ માણી શકે. ‘હજુ વાત ચાલે છે’ હાલમાં શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે, જ્યારે તેનું હિન્દી વર્ઝન ‘એક કન્યા કુંવારી’ શીર્ષક હેઠળ ઉપલબ્ધ છે.
