Virat Gujarat
બિઝનેસ

જિયો અને કેન્વાએ દરેક ભારતીયના હાથમાં એઆઈ ક્રિએટિવિટીની તાકાત આપવા માટે હાથ મિલાવ્યા

મુંબઈ, 15 સપ્ટેમ્બર 2026: જિયો અને કેન્વાએ આજે ​​ભારતભરના લાખો જિયો વપરાશકર્તાઓ માટે કેન્વાના વિશ્વના અગ્રણી વિઝ્યુઅલ કમ્યુનિકેશન પ્લેટફોર્મને લાવવા માટે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જે દરેક માટે સર્જનાત્મકતા અને તકને સુલભ બનાવવાના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારી રહી છે.

આ ભાગીદારી તેના મૂળમાં મોટા પાયે ડિઝાઇનને દરેક સુધી પહોંચે તેવી બનાવવા માટે જિયોની અજોડ ડિજિટલ પહોંચને કેન્વાની એઆઇ-સંચાલિત સર્જનાત્મકતા સાથે જોડે છે, જેનાથી નાના શહેરના વિદ્યાર્થી હોય કે વ્યવસાય ચલાવતા ઉદ્યોગસાહસિક હોય, કોઈપણ માટે વ્યાવસાયિક ગુણવત્તાવાળી સામગ્રી બનાવવાનું સરળ બને છે. સાથે મળીને જિયો અને કેન્વા લાખો વધુ ભારતીયોના હાથમાં સર્જન કરવાની શક્તિ આપી રહ્યા છે.

ફાયદા – 12 મહિના માટે પ્રીમિયમ કેન્વા, એકદમ મફત

  • 12 મહિના માટે મફત: પાત્રતા ધરાવતા જિયો ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વગર કેન્વાના પ્રીમિયમ ક્રિએટિવ ટૂલ્સ મેળવે છે.
  • તમારું જિયો રિચાર્જ કેન્વાનો એક્સેસ નક્કી કરે છે: ₹399ના પ્લાનમાં કેન્વા પ્રો મળે છે. ₹349ના અને ₹349થી ઉપરના તમામ 2 GB/દિવસના પ્લાનમાં કેન્વા પ્રો લાઇટ મળે છે.
  • સેકન્ડોમાં ક્લેમ કરો: માયજિયો એપ ખોલો → ઓફર પર ટેપ કરો → ડિઝાઇન કરવાનું શરૂ કરો. કોઈ છૂપા ચાર્જિસ નથી.

“સર્જનાત્મકતા એ ભારતની સૌથી મોટી તાકાતોમાંની એક છે. કેન્વા દ્વારા અમે લાખો ભારતીયોના હાથમાં વિશ્વ સ્તરીય, એઆઇ સંચાલિત ડિઝાઇન ટૂલ્સ મૂકી રહ્યા છીએ – જે મફત છે અને માયજિયો પર માત્ર એક ક્લિક દૂર છે – જેથી દરેક વિદ્યાર્થી, સર્જક, ઉદ્યોગસાહસિક અને નાનો વ્યવસાય ડિજિટલ ફર્સ્ટ ભારતમાં, તેમને જે ભાષામાં સૌથી વધુ અનુકૂળ હોય તેમાં સર્જન કરી શકે, શીખી શકે, આગળ વધી શકે અને કમાણી કરી શકે.” તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડના અધ્યક્ષ શ્રી કિરણ થોમસે જણાવ્યું હતું.

“ભારત કેન્વાના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે અને અહીં અમે જે ગતિથી થતી પ્રગતિ જોઈ રહ્યા છીએ તે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાના વિચારોને સાકાર કરનારા સ્થાનિક વ્યવસાયો, સર્જકો અને શિક્ષકોની સર્જનાત્મકતા અને મહત્વાકાંક્ષાને દર્શાવે છે. જિયો સાથેની ભાગીદારી એ ભારતમાં અમારી સફરનો એક રોમાંચક નવો અધ્યાય છે, જે દેશભરના લાખો વધુ લોકો સુધી કેન્વાની તાકાતને પહોંચાડવામાં અને કોઈપણ વ્યક્તિને સર્જન કરવા, વાતચીત કરવા અને તેમના વિચારોને સાકાર કરવા માટે તેમને સશક્ત બનાવવામાં મદદ કરે છે.” તેમ કેનવાના સહ-સ્થાપક અને સીઓઓ ક્લિફ ઓબ્રેક્ટે જણાવ્યું હતું.

પ્રોની જેમ ક્રિએટ કરો – ડિઝાઇનના અનુભવની કોઈ જરૂર નથી

  • વિચાર કરવાથી લઈને ગણતરીની મિનિટોમાં તૈયાર: તમારા ફોન પરથી જ સ્કૂલ પ્રોજેક્ટ્સ, સોશિયલ પોસ્ટ્સ, પ્રેઝન્ટેશન્સ, માર્કેટિંગ સામગ્રી, તહેવારોની શુભેચ્છાઓ અને ઘણું બધું બનાવો.
  • તમારી પસંદગીની ભાષામાં બનાવો: હિન્દી અને અનેક ભારતીય ભાષાઓથી સજ્જ, કેન્વા આત્મવિશ્વાસ સાથે સર્જન કરવાનું સરળ બનાવે છે.
  • સર્જનાત્મકતા, એઆઇ દ્વારા સંચાલિત: ઉપયોગ માટે તૈયાર ટેમ્પ્લેટ્સથી લઈને સ્માર્ટ એડિટિંગ અને વન ટેપ ટૂલ્સ સુધી, જરાય સમય બગાડ્યા વિના ફર્સ્ટ ડ્રાફ્ટથી અંતિમ ડિઝાઇન સુધી પહોંચો.

ઓફરની ઉપલબ્ધતા:

16 સપ્ટેમ્બર 2026થી તમામ ચેનલો પર પાત્રતા ધરાવતા પ્લાન સાથે રિચાર્જ કરનાર યુઝર્સ માટે 12 મહિનાની કેન્વા ઓફર લાઈવ થશે.

Related posts

ગેલેક્સી બુક 6 સ્લીક નવા સ્વરૂપમાં એઆઈ- પાવર્ડ પ્રોડક્ટિવિટી અને એડવાન્સ્ડ પરફોર્મન્સ લાવી

viratgujarat

આદિત્ય એ. શ્રીરામ AMAIના પ્રમુખ અને પ્રશાંત જે. મહાલે ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા

viratgujarat

તેલંગાણા સ્પોર્ટ્સ હબ બોર્ડ ઓફ ગવર્નર્સના સહ-અધ્યક્ષ બન્યા ઉપાસના કામિનેની કોનિડેલા

viratgujarat

Leave a Comment