બેંગાલુરૂ, 1લી સપ્ટેમ્બર 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) આજે તેની નવી બ્રાન્ડ બોમ્બે ક્રીમરીના લોન્ચિંગની જાહેરાત કરી છે, જે દેશના ઝડપથી વધી રહેલા આઇસક્રીમ માર્કેટમાં તેના વ્યૂહાત્મક પ્રવેશને અંકિત કરે છે.
RCPLના રાષ્ટ્રીય વિતરણ માળખા, રિટેલ ક્ષમતા અને ગ્રાહક સમ્મિલિતતાના પીઠબળ સાથે, આ લોન્ચિંગ આ ક્ષેત્ર પરત્વે તેની ગંભીર અને લાંબાગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે એક કટિબદ્ધતાપૂર્ણ વચન પર આધારિત છે — ઓથેન્ટિક ડેરી સામગ્રી અને દર વખતે ગુણવત્તાસભર અનુભવ. ‘પોષાય તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તા‘ના તેના વચનને વફાદાર રહીને, RCPLનો બોમ્બે ક્રીમરી પોર્ટફોલિયો અસલી ડેરી ક્રીમમાંથી નિર્મિત છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, “અમે બોમ્બે ક્રીમરીની રચના એક એવા સરળ વિચાર સાથે કરી છે કે ડેરી પ્રોડક્ટ્સમાં શોર્ટકટ્સની જરૂર ન હોવી જોઈએ. RCPL માત્ર આઇસક્રીમ ક્ષેત્રમાં પ્રવેશ નથી કરી રહી — પરંતુ અમે તેના માટે કટિબદ્ધ છીએ. અસલી ડેરી ક્રીમમાંથી નિર્મિત, બોમ્બે ક્રીમરી પ્રોડક્ટ્સ દરેક ભારતીય પરિવારને કિફાયતી દરે, હંમેશા અસલી આઇસક્રીમના વાસ્તવિક સ્વાદના વચનની ખાતરી આપે છે.”
બોમ્બે ક્રીમરી આઇસક્રીમ રેન્જમાં કોન, કપ, ટબ, બાર અને સ્ટિક જેવા લોકપ્રિય ફોર્મેટમાં અસલી આઇસક્રીમની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 10થી શરૂ થાય છે. પશ્ચિમ ભારતમાં ત્વરિત ઉપલબ્ધતા સાથે શરૂ કરીને, બોમ્બે ક્રીમરી આઇસક્રીમ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવાશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) વિશે:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) વાસ્તવમાં ગ્રાહકોના રોજિંદા જીવનને સશક્ત બનાવવાના મિશન પર છે. નવતર સંશોધન અને ગ્રાહક સંતોષ પરત્વે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, RCPL વૈશ્વિક માપદંડોને સ્થાનિક વિશ્લેષણ સાથે આત્મસાત કરીને એવી પ્રોડક્ટ્સ નિર્મિત કરે છે જે ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ હોવાની સાથે વ્યાજબી કિંમતે અને દરેક વ્યક્તિની પહોંચમાં સરળતાથી ઉપલબ્ધ હોય. RILના મજબૂત માળખા અને વિશ્વાસના પીઠબળ સાથે, કંપની ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને સંતોષતી સગવડો ઉપલબ્ધ કરાવવાનો, વિવિધ સમુદાયો સાથે લાંબાગાળાના સંબંધો બાંધવાનો અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો ધ્યેય ધરાવે છે. RCPL દેશના ઘરો અને સમુદાયોની વિવિધ જરૂરિયાતોને પરિપૂર્ણ કરીને, વિશ્વસ્તરીય, વિશ્વસનીય, મૂલ્ય-સંચાલિત અને આજના ગ્રાહકની બદલાતી જીવનશૈલીને પ્રતિબિંબિત કરતા ઉપાયો પૂરા પાડીને કન્ઝ્યુમર ગુડ્ઝ ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવાની સફર ખેડી રહી છે.
