Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર

અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | શહેરના સાયન્સ સિટી ખાતે આવેલા સિલ્વર રેડિયન્સ ખાતે ટીમ નિર્માણ અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મહેમાનો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા યોજાયેલ આ સેરેમનીમાં 2026/27 વર્ષના નવા પ્રેસિડન્ટ તરીકે Rtn નીરવ જોશી એ કાર્યભાળ સંભાળ્યો હતો ત્યારે 2026/27 ના નવા સેક્રેટરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે Rtn પ્રણવ શાહ એ કાર્યભાળ સંભાળ્યો હતો.

આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહેમાન તરીકે ઇન્સ્ટોલેશન ઓફિસર DGN Rtn વિક્રમ ઠક્કર, ઇન્ડક્શન ઓફિસર તરીકે AG Rtn જતિનદરકૌર ભલ્લા અને મુખ્ય મહેમાનમાં MLA શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં સાથે તેમને માનદ સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી અમિત ઠાકરને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનાં માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ આપી હતી અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ના 40 માં ઇન્સ્ટોલેશન સમારોહમાં 40 લાખ રૂપિયાના સેવાના કાર્યો કરવા માટે પ્રેર્યા હતા. આ તબક્કે નવનીત પ્રેસિડન્ટ નીરવ જોશી એ જણાવ્યું હતું કે, રોટરીના સેવા યજ્ઞમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપવી એ મારો સૌભાગ્ય છે અને આખા વર્ષ દરમિયાન મહત્તમ લોકોને ફાયદો થાય એવા પ્રયત્નો અમે કરતા રહીશું. કાર્યક્રમના અંતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સેક્રેટરી પ્રણવ શાહે સૌનો આભાર માન્યો હતો.

== સમાપ્ત ==

Related posts

ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચઃ સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે

viratgujarat

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા હું આવ્યો છું – પૂજ્ય બાપુ

viratgujarat

AM/NS ઇન્ડિયાએ બે મહત્વપૂર્ણ BIS પ્રમાણપત્રો મેળવ્યાં, જેનાથી વિશેષ સ્ટીલ ક્ષેત્રમાં બજારમાં મોખરાનું સ્થાન મજબૂત થશે અને આયાતના વિકલ્પ તરીકે મળશે

viratgujarat

Leave a Comment