Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું, અને 13 ગોલ્ડ સહિત 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું. આ અભિયાન ભારતીય રમતગમત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

શ્રીમતી નીતા એમ અંબાણી – “ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદનજેમાં આપણા ખેલાડીઓએ અવિશ્વસનીય 39 મેડલ જીત્યાદરેક મેડલ પાછળ અસાધારણ સમર્પણભાવત્યાગબલિદાન અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવનાનું ઝનૂન રહેલું છે.

 

આપણા બોક્સરોએ રેકોર્ડબ્રેક મેડલ જીતીને ઇતિહાસ રચ્યોજ્યારે આપણી મહિલા ખેલાડીઓએ તેજસ્વી દેખાવ કરીને ભારતના મોટાભાગના ગોલ્ડ મેડલ અંકે કર્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે પણ તક મળે છેત્યારે તેઓ વિશ્વના સૌથી મોટા મુકામ પર જીત હાંસલ કરી શકે છે.

 

આપણા પેરાએથ્લીટ્સે તેમનું કોમનવેલ્થ ગેમ્સનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુંદરેક ભારતીયને તેમની હિંમતદૃઢનિશ્ચય અને કોઈપણ સ્વપ્નને સાકાર કરવાના અતૂટ વિશ્વાસ થકી તેઓએ પ્રેરણા આપી છે.

 

મને સવિશેષ આનંદ છે કે અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સ – લવલીના બોર્ગોહેનમુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરે તેમના નોંધપાત્ર પ્રદર્શન દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યુંરિલાયન્સ ફાઉન્ડેશનમાંઅમે પાયાના સ્તરથી લઈને વૈશ્વિક સ્તરે રમતગમત પ્રતિભાની માવજત અને કેળવણી કરવામાં માનીએ છીએજેથી દરેક ખેલાડી તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા માટે સશક્ત બને

 

ભારત હવે ઐતિહાસિક શતાબ્દીક કોમનવેલ્થ ગેમ્સનું 2030માં આયોજન કરવા થનગની રહ્યું છે, ત્યારે  ચેમ્પિયનોએ નવી પેઢીના સપનાંને પ્રજ્જવલિત કર્યા છેતેમની સિદ્ધિઓ આપણને યાદ અપાવે છે કે ભારતની રમતગમત સફરની  તો ફક્ત શરૂઆત છેઅને આપણું શ્રેષ્ઠ પ્રદર્શન હજી બાકી છે.

 

તેમની  સફળતા દરેક યુવા ભારતીયને નિર્ભયતાથી સ્વપ્ન જોવાતેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવા અને ગર્વથી ત્રિરંગો લહેરાવવાની પ્રેરણા આપે તેવી કામના.

Related posts

સંસદમાં મહિલા આરક્ષણ બિલના કોંગ્રેસ અને સાથી પક્ષો ધ્વારા કરવામાં આવેલ વિરોધ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ.

viratgujarat

‘વંદે ભારતમ’ના ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરમાંથી 10 ઇનોવેટર્સની પસંદગી

viratgujarat

નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે – શ્રીમતી રક્ષા ખડસેજી

viratgujarat

Leave a Comment