Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની સંવર્ધન ક્ષેત્રે મહત્વની સિદ્ધિ થકી ઉજવણી: બન્નીના ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (બ્લેકબક) મુક્ત કરાયા

ભારતના 80મા સ્વતંત્રતા દિવસે, ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC)ના તકનીકી સહયોગથી, કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (એન્ટિલોપ સર્વિકાપ્રા) મુક્ત કર્યા છે. સ્થાનિક વન્યજીવોના પુનઃસ્થાપન અને આ અનોખા ઘાસિયા મેદાનની ઇકોલોજીકલ લાક્ષણિકતાઓને જાળવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.

 

આ મુક્ત કરાયેલા કાળિયારમાં પાંચ નર અને 15 માદાનો સમાવેશ થતો હતો, જેમને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાત એન્ડ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ વંતારા, જામનગરથી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આ સ્થાનાંતરણ પશુચિકિત્સા પરીક્ષણ, આરોગ્ય સ્ક્રીનીંગ, ક્વોરેન્ટાઇન, ડિઝિસ સર્વેલન્સ, સલામત અને માનવીય પરિવહન તેમજ મુક્તિને આવરી લેતા નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર હાથ ધરાયું હતું.વંતારાએ તમામ જરૂરી શરતો અને જરૂરિયાતોનું પાલન કર્યું હતું.

 

આ પહેલનું મહત્વ માત્ર 20 પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક તૃણાહારી પ્રાણીઓને પુનઃસ્થાપિત કરવા એ બન્નીના ઈકોલોજિકલ માળખાના પુનઃનિર્માણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનાથીતેનો સ્થાનિક તૃણાહારી સમુદાય મજબૂત બને છે, કુદરતી શિકારી-શિકારના સંબંધોને ટેકો મળે છે અને વધુ અસરકારક ઘાસિયા મેદાનની ઇકોસિસ્ટમની રિકવરીમાં યોગદાન પ્રાપ્ત થાય છે.

 

બન્ની એ માલધારી સમુદાયો અને વિવિધ સ્થાનિક વન્યજીવોને આશ્રય આપતું એક વિશાળ ઘાસિયા મેદાનનું લેન્ડસ્કેપ છે. કાળિયાર, ચિંકારા, નીલગાય અને વાઈલ્ડ બોર (જંગલી ભૂંડ)સદીઓથી તેના તૃણાહારી પ્રાણી સમૂહનો હિસ્સો રહ્યા છે. કુદરતી નિવાસસ્થાનના (હેબિટાટ) સંવર્ધન અને વૈજ્ઞાનિક ઢબે ઘાસિયા મેદાનના વ્યવસ્થાપન સાથે મળીને, આ રિકવરી અહીંના વિસ્તારની ઇકોલોજીકલ લાક્ષણિકતા અને જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે.

 

આ પહેલ ભારતની સ્થાનિક પ્રજાતિઓના પુનરુત્થાન અને તેના ઘાસિયા મેદાનની ઇકોસિસ્ટમના પુનઃસ્થાપન પ્રત્યેની વ્યાપક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારપૂર્વક અપનાવવામાં આવેલી સંવર્ધનની દિશા છે. આ રાષ્ટ્રીય વિઝન હેઠળ શરૂ કરાયેલા પ્રોજેક્ટ ચિત્તાએ ઇકોલોજીકલ પુનઃસ્થાપન, ઘાસિયા મેદાનોની પુનઃપ્રાપ્તિ, શિકાર આધારને મજબૂત બનાવવા, વૈજ્ઞાનિક વન્યજીવ વ્યવસ્થાપન અને સામુદાયિક ભાગીદારીને ભારતીય પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિના પ્રયાસોના કેન્દ્રમાં રાખી છે.

 

ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ડૉ. જયપાલ સિંહ, IFSએજણાવ્યું હતું કે: “તંદુરસ્ત લેન્ડસ્કેપ્સની પુનઃસ્થાપના માટે સ્થાનિક વન્યજીવોનું પુનઃસ્થાપન એક પાયાનું પાસું છે. ભારતના સ્વતંત્રતા દિવસે બન્નીમાં આ 20કાળિયારની મુક્તિ એ આ અનોખા ઘાસિયા મેદાનોની ઇકોલોજીકલ લાક્ષણિકતા અને જૈવવિવિધતાને પુનઃપ્રાપ્ત કરવાના અમારા સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રકારના પુનઃસ્થાપન માટે વિજ્ઞાન, સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન અને સહયોગની જરૂર રહે છે, અને અમે નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર આ પ્રોગ્રામ હાથ ધરવામાં વંતારાના તકનીકી સહયોગની પ્રશંસા કરીએ છીએ.”

 

વંતારાના સ્પેશિયલ ડિરેક્ટર, કમ્પ્લાયન્સ એન્ડ ડ્યુ ડિલિજન્સ, અજિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે: “સ્વતંત્રતા દિવસે ભારતની સ્થાનિક પ્રજાતિઓ કે જેઓ જ્યાંના મૂળ વતની છે તેવા કુદરતી લેન્ડસ્કેપ્સમાં સતત વિચરણ કરતી રહે અને ફૂલે-ફલે તેવા ભવિષ્યમાં યોગદાન આપવાથી મોટો બીજો કોઈ મોટો લ્હાવો હોઈ ન શકે. આ પ્રજાતિઓનું પુનઃસ્થાપન એ માત્ર પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી; તેના માટે નિવાસસ્થાન, પ્રજાતિઓ અને મુક્ત કરવામાં આવી રહેલા ચોક્કસ પ્રાણીઓની સંપૂર્ણ સમજણ, તેમજ નિવાસસ્થાનની ગતિશીલતા (હેબિટેટ ડાયનેમિક્સ), વસ્તી આયોજન અને આ પ્રયાસોની લાંબા ગાળાની સફળતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા તમામ હિતધારકો, ખાસ કરીને સ્થાનિક સમુદાયોના સક્રિય સમર્થનની જરૂર છે. બન્ની માટે ગુજરાત વન વિભાગ અને સરકારના સંવર્ધન વિઝનને સમર્થન આપવા બદલ અને જ્યાં પણ ભારતના વન્યજીવ સંવર્ધન પ્રયાસોને મજબૂત કરી શકાય ત્યાં ક્ષમતા અનુસાર તકનીકી યોગદાન આપવા બદલ અમે સન્માનિત થયાનું અનુભવીએ છીએ.”

 

ગુજરાત સ્થાનિક તૃણાહારી પ્રાણી સંવર્ધનના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ

 

બન્ની ખાતે કાળિયારોની મુક્તિ એ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક તૃણાહારી પ્રાણીઓની વસ્તીને મજબૂત કરવાના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. કેન્દ્ર સરકાર, પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 500 કાળિયાર અને 100 ચિંકારાના સ્થાનાંતરણને મંજૂરી અપાઈ છે, જેમાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાતે આ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

 

આ વ્યાપક કાર્યક્રમના ભાગરૂપે પ્રસ્તાવિત ચિત્તા પુનઃપ્રસ્તુતિ કાર્યક્રમ સંદર્ભે શિકારનો આધાર વિસ્તારવામાં સમર્થન અપાઈ રહ્યું છે, ત્યારે બન્ની કાળિયાર મુક્તિનો એક મહત્વપૂર્ણ અને સ્વતંત્ર પ્રજાતિ પુનઃસ્થાપન ઉદ્દેશ છે: ઘાસિયા મેદાનના સ્થાનિક વન્યજીવોની વસ્તીનું પુનઃનિર્માણ કરવું.

 

બન્ની ગ્રાસલેન્ડ ફોરેસ્ટ ડિવિઝને સ્થાનાંતરણ કાર્યક્રમ માટે વંતારાનો તકનીકી સહયોગ માંગ્યો છે, જેમાં વિશિષ્ટ તૃણાહારી પરિવહન વાહનો, પોર્ટેબલ બોમા સિસ્ટમ્સ, પશુચિકિત્સા કુશળતા અને સુરક્ષિત હેન્ડલિંગ અને પરિવહન માટે તકનીકી સપોર્ટનો સમાવેશ થાય છે.

 

આ પહેલ ગુજરાત વન વિભાગના સાતત્યપૂર્ણ સંવર્ધન કાર્ય પર આધારિત છે. ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાતની મંજૂરી સાથે, વંતારાએ અગાઉ બરડા વન્યજીવ અભયારણ્યમાં લગભગ 80 ચિત્તલ (સ્પોટેડ ડીઅર)ના પુનઃસ્થાપનમાં વન વિભાગને સહાયતા પૂરી પાડી હતી, જે એશિયાટીક સિંહોના સંવર્ધન વિસ્તારમાં જૈવવિવિધતાને મજબૂત કરવામાં યોગદાન આપે છે.

 

બન્ની પહેલ સંવર્ધન સહયોગના આ મોડેલને વધુ મજબૂત બનાવે છે, જેમાં રાજ્ય સરકાર અને ગુજરાત વન વિભાગ નેતૃત્વ અને સંચાલન પ્રદાન કરે છે, જેને પશુચિકિત્સા, વન્યજીવ વ્યવસ્થાપન, સ્થાનાંતરણ અને મુક્તિ પછીના મોનિટરિંગમાં વંતારાની વિશિષ્ટ ક્ષમતાઓ દ્વારા સમર્થન મળે છે.

 

ભારત પોતાનો 80મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે બન્નીમાં આ કાળિયારનું પુનરાગમન એક મહત્વપૂર્ણ સંવર્ધન સંદેશો આપે છે કે, ભારતના પ્રાકૃતિક વારસાનું રક્ષણ કરવાનો અર્થ માત્ર પ્રજાતિઓનું રક્ષણ કરવું જ નથી, પરંતુ તે લેન્ડસ્કેપ્સને પુનઃસ્થાપિત કરવાનો પણ છે જેમાં તેઓ ફરી એકવાર મુક્તપણે જીવી શકે, વિહાર કરી શકે અને સમૃદ્ધ થઈ શકે.

Related posts

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

viratgujarat

DPS-Bopal, અમદાવાદની વિદ્યાર્થીનીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું

viratgujarat

પ્રોજેક્ટ આરોહન સમુદાયોને સશક્ત બનાવી કરી રહ્યું છે ભવિષ્યનું ઘડતર

viratgujarat

Leave a Comment