Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

કેપ્ટન સ્મિતને હનુમંત કૃપા પ્રસાદ રુપે રુપિયા ૨૧ લાખ અર્પણ કરતા મોરારી બાપુ

અમદાવાદ, ગુજરાત | ૦૪ ઓક્ટોબર ૨૦૨૬ | સમગ્ર વિશ્વમાં જેમની શૌર્ય ગાથા ગવાઈ રહી છે તેવા કેપ્ટન સ્મિતના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ભારતનાં આ સપૂતે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. પળનાં પણ વિલંબ વિના હિંમતપૂર્વક જેણે ૧૮૦ મુસાફરોનો જીવ બચાવ્યો હતો તેવા યુવાન કેપ્ટન સ્મિતને પૂજય મોરારી બાપુએ ધન્યવાદ આપ્યા હતા. કેપ્ટનના આ અદભૂત કાર્યને વધુ કઈ રીતે બિરદાવી શકાય તેવો શુભ વિચાર પૂજય બાપુને આવ્યો હતો. પૂ બાપુને આ સમયે કોઈ અવિવેક પણ ન થાય તેવો સહજ સંકોચ પણ થતો હતો. સમયે મળતી માહિતી મુજબ દંતાલી આશ્રમના પૂજય સચ્ચિદાનંદજી તરફથી રુપિયા ૨૫ લાખની સન્માન રાશિ જાહેર થઈ હતી.

એ ઉપરાંત ગુજરાત સરકારે પણ ગૌરવ પુરસ્કારમાં રુપિયા ૨૫ લાખ, એક ફાર્માસ્યુટિકલ કંપની તરફથી ૧ કરોડની રાશિ જાહેર કર્યા છે. પૂજય મોરારી બાપુએ  શ્રી હનુમંત કૃપા પ્રસાદ રુપે રુપિયા ૨૧ લાખ જાંબાઝ કેપ્ટન સ્મિતને અર્પણ કર્યા છે. પુનઃ ફરી એકવાર બાપુએ કેપ્ટન સ્મિતના આ હનુમંત કાર્યને હ્રદયપૂર્વક બિરદાવ્યું છે અને તેમનાં પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી છે. 

== સમાપ્ત ==

Related posts

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.

viratgujarat

સિટીમાં યોજાયેલ કવિશા UFIT ફ્લો ફેસ્ટ 2026ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

viratgujarat

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન થયું

viratgujarat

Leave a Comment