Virat Gujarat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યઝદી અને બીએસએ મોટરસાઇકલ્સ: ભારતના મૉડર્ન ક્લાસિક્સના વિશ્વને નવેસરથી ઘડનારી કમબૅક સ્ટોરી

કંપનીનો પરિચય

જાવા, યઝદી અને બીએસએ જેવી મોટરસાઇકલનાં નામ જેટલી ઓળખ અને લાગણીસભર જોડાણ બહુ ઓછાં નામો પ્રેરિત કરી શકે છે. ક્લાસિક લેજન્ડ્સના સ્વરૂપમાં નવી પેઢી માટે જેની કાયાકલ્પ કરવામાં આવી છે, તેવી આ ત્રણેય આઇકોનિક બ્રાન્ડ્સ આજે ડિઝાઇન, આગવી ઓળખ, પર્ફોર્મન્સ અને રાઇડરની વ્યક્તિગત પસંદગી પર આધારિત મૉડર્ન ક્લાસિક મોટરસાઇકલના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે.

એપ્રિલ 2025થી માર્ચ 2026ના સમયગાળા દરમિયાન, જાવા યઝદી અને બીએસએ મોટરસાઇકલ્સે ભારતમાં અગાઉના વર્ષની સરખામણીએ આશરે 40%ની વૃદ્ધિ નોંધાવી હતી. આંતરરાષ્ટ્રીય વેચાણને પણ ગણતરીમાં લઈએ તો કંપનીના વ્યવસાયમાં 55%નો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાની હાજરીનો વ્યાપ વધારી રહેલી કંપની હવે વિકાસના આગામી તબક્કા માટે સજ્જ થઈ રહી છે.

જાવા, યઝદી અને બીએસએ જેવી ત્રણ આઇકોનિક બ્રાન્ડ્સ પાછળ કાર્યરત મહિન્દ્રા ગ્રૂપની કંપની ક્લાસિક લેજન્ડ્સે મૉડર્ન ક્લાસિક મોટરસાઇકલના સેગમેન્ટમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. એન્ટ્રી-લેવલ કમ્યુટર મોટરસાઇકલની સરખામણીએ વધુ આકર્ષક ડિઝાઇન, આગવો મિજાજ અને જબરદસ્ત પર્ફોર્મન્સ ધરાવતી મોટરસાઇકલને કારણે યુવા ગ્રાહકોમાં આ મિડ-કેપેસિટી સેગમેન્ટ તરફ આકર્ષણ સતત વધી રહ્યું છે.

સિત્તેરના દાયકામાં જાવા અને યઝદીએ ભારતના યુવાનોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. આ મોટરસાઇકલ્સ માત્ર વાહનો જ નહીં પરંતુ આગવી ઓળખ, સ્વતંત્રતા અને રાઇડિંગ કલ્ચરનાં પ્રતીક બની ગઈ હતી. જોકે, એંશી અને નેવુંના દાયકામાં માર્કેટનું ચિત્ર નોંધપાત્ર રીતે બદલાયું. આ બદલાતા માર્કેટને કારણે આજે પણ ભારતીય રાઇડર્સની અનેક પેઢીઓની યાદોમાં ખાસ સ્થાન ધરાવતી આ બ્રાન્ડ્સની સામે નવા પડકારો ઊભા થયાં.

ઓરિજિનલ બ્રાન્ડ્સની સામે રહેલા પડકારો

નેવુંના દાયકા દરમિયાન જાપાનની મોટરસાઇકલ ઉત્પાદક કંપનીઓએ સ્થાનિક ભાગીદારી દ્વારા ભારતમાં પોતાનો વ્યાપ વધાર્યો, જેના કારણે સ્પર્ધા વધુ તીવ્ર બની. તેમની વજનમાં હળવી અને ફ્યૂઅલની બચત કરનારી મોટરસાઇકલ્સને કારણે ગ્રાહકોની અપેક્ષાઓ બદલાવા લાગી અને ટૂ-વ્હીલરના સમગ્ર માર્કેટનું ચિત્ર પણ બદલાવા લાગ્યું.

તે જ સમયગાળા દરમિયાન, ઉત્સર્જનના નિયમો વધુને વધુ કડક બનતા ટૂ-સ્ટ્રોક ટેકનોલોજી પર આધારિત મોટરસાઇકલ્સનું ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બનતું ગયું. આ બદલાવોને કારણે યઝદી પર ભારે દબાણ આવ્યું અને અંતે આ બ્રાન્ડની સફરનો એક જૂનો અધ્યાય પૂર્ણ થયો.

પુનરાગમન: અભૂતપૂર્વ પ્રતિસાદથી લઈને નવેસરથી પગદંડો જમાવવાના પડકાર સુધી

પુનરાગમનની શરૂઆત વર્ષ 2018માં થઈ, જ્યારે સહ-સ્થાપકો અનુપમ થરેજા અને બોમન રુસ્તમ ઈરાનીના નેતૃત્વ હેઠળ અને મહિન્દ્રા ગ્રૂપના રોકાણ સાથે ક્લાસિક લેજન્ડ્સ જાવાને ફરી ભારતમાં પરત લાવી. તેને મળેલો પ્રતિસાદ અભૂતપૂર્વ હતો. જાવાને એક જ દિવસમાં 1,00,000થી વધુ બૂકિંગ્સ મળ્યાં હતાં, જ્યારે ઑનલાઇન ટ્રાફિકમાં અચાનક આવેલા અભૂતપૂર્વ ઉછાળાને કારણે કંપનીની વેબસાઇટ લગભગ ઠપ થઈ ગઈ હતી. આટલી મોટી માંગને પહોંચી વળવા ક્લાસિક લેજન્ડ્સે ઝડપથી પોતાનું ડીલરશિપ નેટવર્ક વિસ્તારીને ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો.

શરૂઆતમાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદે સાબિત કરી દીધું કે, જાવા પ્રત્યે લોકોના મનમાં રહેલું આકર્ષણ આજે પણ એટલું જ અકબંધ છે. ભારતીયોની અનેક પેઢીઓની યાદોમાં આ બ્રાન્ડ આજે પણ જીવંત હતી અને નવી પેઢી પણ તેનો અનુભવ કરવા ઉત્સુક હતી. જોકે, હવે સૌથી મોટો પડકાર આ જૂની યાદો અને શરૂઆતમાં સર્જાયેલી માંગને એક સ્થાયી બિઝનેસમાં રૂપાંતરિત કરવાનો હતો. આ માટે આગવી ઓળખ ધરાવતાં ઉત્પાદનો, પર્ફોર્મન્સ એન્જિનીયરિંગ, ભરોસાપાત્ર ડીલરશિપ નેટવર્ક અને વેચાણ પછીની વિશ્વસનીય સર્વિસ જેવા પાસાંને મજબૂત બનાવવા જરૂરી હતાં.

કંપની હજી પોતાનું બિઝનેસ માળખું ઊભું જ કરી રહી હતી, ત્યાં જ કોવિડ-19 મહામારી ત્રાટકી. પુનરાગમનના શરૂઆતના તબક્કામાં જ ઉત્પાદન કામગીરી, સપ્લાય ચેઇન, ડીલરશિપ અને વેચાણ પર તેની અસર પડી. આઇકોનિક બ્રાન્ડ્સને ફરીથી માર્કેટમાં પોતાનું સ્થાન અપાવવાની દિશામાં કામ કરી રહેલા એક નવા મોટરસાઇકલ બિઝનેસ માટે મહામારીને કારણે પડકારોનો એક નવો મોરચો ખુલી ગયો. ઉત્પાદન અને વિતરણ પર અસર પડી અને કંપનીએ જરૂરી પાર્ટ્સ મેળવવા તેમજ ગ્રાહકોને મોટરસાઇકલની ડિલિવરી સતત જળવાઈ રહે તેની ખાતરી કરવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ધીમે-ધીમે બિઝનેસ આગળ વધ્યો: ત્રણેય બ્રાન્ડ્સનો વ્યાપ વિસ્તર્યો

કોવિડ-19 મહામારી બાદ કામગીરી ફરી શરૂ થતાં ક્લાસિક લેજન્ડ્સે પોતાનાં ઉત્પાદનો, એન્જિનીયરિંગ, વિતરણ વ્યવસ્થા અને ગ્રાહકો સાથેના સમગ્ર જોડાણનાં માળખાંને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું. આ સાથે જ, કંપનીના રીટેઇલ નેટવર્કનો પણ ધીમે-ધીમે વ્યાપ વધવા લાગ્યો. માર્ચ 2019માં 77 શહેરોમાં 85 ડીલરશિપ ધરાવતું આ નેટવર્ક વર્ષ 2026 સુધીમાં સમગ્ર ભારતમાં 450થી વધુ સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સનાં ટચપૉઇન્ટ્સ સુધી વિસ્તર્યું. તેના પરિણામે ખાસ કરીને ટિયર 2 અને ટિયર 3 શહેરો તથા માર્કેટમાં ગ્રાહકો માટે બ્રાન્ડ્સ સુધી પહોંચવાનું વધુ સરળ બન્યું.

વર્ષ 2022માં ક્લાસિક લેજન્ડ્સે યઝદીને ફરી ભારતીય રસ્તાઓ પર પરત લાવીને પોતાના પોર્ટફોલિયોમાં વધુ એક આગવી ભારતીય મોટરસાઇકલ બ્રાન્ડ ઉમેરી. યઝદી સ્ક્રૅમ્બલર સાથે, ભારતીય રાઇડર્સ સુધી મૉડર્ન સ્ક્રૅમ્બલર ફૉર્મેટને મોટા પાયે પહોંચાડનારી પ્રારંભિક બ્રાન્ડ્સમાં ક્લાસિક લેજન્ડ્સનો સમાવેશ થયો. આમ, કંપનીએ એક આગવા નવા ફૉર્મેટને વધુ વ્યાપક ગ્રાહકવર્ગ સુધી પહોંચાડ્યું.

હવે ક્લાસિક લેજન્ડ્સ એક મલ્ટિ-બ્રાન્ડ મોટરસાઇકલ બિઝનેસ ઊભો કરી રહી હતી, જેમાં દરેક બ્રાન્ડની પોતાની આગવી ઓળખ અને આકર્ષણ હતું. જાવા સમકાલીન મોટરસાઇકલિંગમાં સદાબહાર ડિઝાઇન, કારીગરી અને દરેક વ્યક્તિને પોસાય તેવી આગવી ઓળખનું પ્રતિનિધિત્વ કરતી હતી, જ્યારે યઝદી એડવેન્ચર, એક્સપ્લોરેશન અને રાઇડિંગ કમ્યુનિટીઝના સહારે ઘડાયેલી પડકાર ઝીલવાની ભાવનાનું પ્રતીક હતી.

વર્ષ 2024માં બીએસએએ ગોલ્ડ સ્ટાર 650 સાથે ભારતમાં પ્રવેશ કરતાં આ પોર્ટફોલિયો વધુ વિસ્તર્યો. તેના કારણે કંપનીના મૉડર્ન ક્લાસિક પોર્ટફોલિયોમાં અધિકૃત બ્રિટિશ ડિઝાઇન, કારીગરી અને પર્ફોર્મન્સનો ઉમેરો થયો.

વર્ષ 2018માં જાવાના પુનરાગમન સાથે શરૂ થયેલી આ સફર આજે ત્રણ બ્રાન્ડ્સના મોટરસાઇકલ બિઝનેસ સુધી વિસ્તરી છે, જે અલગ-અલગ એન્જિન ક્ષમતા, રાઇડિંગની પસંદગી અને માર્કેટને આવરી લે છે. નાણાકીય વર્ષ 2025-2026માં ક્લાસિક લેજન્ડ્સે પ્રથમ વખત નફો નોંધાવ્યો, જે એક સ્થાયી મલ્ટિ-બ્રાન્ડ મોટરસાઇકલ બિઝનેસ ઊભો કરવાની દિશામાં તેની સફરનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

 

બિઝનેસની મુખ્ય વિગતો

  • જાવા યઝદી અને બીએસએ મોટરસાઇકલ્સે નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ ત્રિમાસિકગાળામાં આશરે 125%ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હતી, જે બિઝનેસમાં સતત જળવાયેલી ગતિ અને ગ્રાહકોની વધી રહેલી માંગને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વેચાણને પણ ગણતરીમાં લઈએ તો નાણાકીય વર્ષ 2025-2026માં કંપનીના બિઝનેસમાં 55%નો વધારો થયો હતો.
  • જાવા યઝદી અને બીએસએ મોટરસાઇકલ્સનો હેતુ નાણાકીય વર્ષ 2027-2028 સુધીમાં સમગ્ર દેશમાં 700 ટચપૉઇન્ટ્સ સુધી પહોંચવાનો છે. નાણાકીય વર્ષ 2025-2026માં કંપનીએ એક જ તબક્કામાં કેરળમાં 20થી વધુ ટચપૉઇન્ટ્સ ઉમેર્યાં હતાં. આ સાથે જ, સમગ્ર ભારતમાં કંપનીના ટચપૉઇન્ટ્સની સંખ્યા 450થી વધુ થઈ હતી, જેના કારણે ખાસ કરીને ટિયર 2 અને ટિયર 3 માર્કેટમાં તેની રીટેઇલ હાજરી વધુ મજબૂત બની અને ગ્રાહકો માટે બ્રાન્ડ્સ સુધી પહોંચવાનું વધુ સરળ બન્યું.
  • જાવા, યઝદી અને બીએસએ મોટરસાઇકલ્સ વેચાણ પછીની સર્વિસને વધુ મજબૂત બનાવવા અને ઓરિજિનલ સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા વધારવા માટે સમગ્ર ભારતમાં પોતાના અધિકૃત સ્પેર પાર્ટ્સના વિતરણ નેટવર્કનો વ્યાપ વિસ્તારી રહી છે. આ પહેલના ભાગરૂપે, મુખ્ય ડીલરશિપ નેટવર્ક ઉપરાંત ગ્રાહકો, સર્વિસ પાર્ટનર્સ અને સ્વતંત્ર વર્કશોપ્સ સુધી પણ ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેના પરિણામે સર્વિસની કાર્યક્ષમતા વધશે અને ગ્રાહકોને સરળતાથી સુવિધા પ્રાપ્ત થશે.

પ્રગતિના નવા સોપાન: નાણાકીય વર્ષ 2026-2027માં ચાર નવાં મૉડલ રજૂ કરવાની યોજના

ક્લાસિક લેજન્ડ્સ નાણાકીય વર્ષ 2026-2027માં મોટરસાઇકલનાં ચાર નવાં મૉડલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા મૉડલ્સ જાવા, યઝદી અને બીએસએની આગવી ઓળખને વધુ મજબૂત બનાવવાની સાથે ભારતમાં ઝડપથી વિકસી રહેલા મિડ-કેપેસિટી અને લાઇફસ્ટાઇલ મોટરસાઇકલ સેગમેન્ટ્સમાં કંપનીની હાજરીનો વ્યાપ પણ વધારશે.

આ નવાં મૉડલ્સ જાવા, યઝદી અને બીએસએની નિરંતર થઈ રહેલી પ્રગતિને વધુ વેગ આપવાની સાથે ભારતમાં ઝડપથી વિકસી રહેલા મિડ-કેપેસિટી અને લાઇફસ્ટાઇલ મોટરસાઇકલ સેગમેન્ટ્સમાં કંપનીની હાજરીનો વ્યાપ પણ વધારશે.

જાવાના પુનરાગમનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી લઈને યઝદી અને બીએસએના વિવિધ ઉત્પાદનો અને માર્કેટમાં વિસ્તરતી હાજરી સુધી, ક્લાસિક લેજન્ડ્સે ત્રણ જાણીતી બ્રાન્ડ્સને સમકાલીન મોટરસાઇકલ બ્રાન્ડ્સ તરીકે નવેસરથી ઘડી છે. હવે આ વિકાસયાત્રા ફક્ત વારસાના આધારે જ નહીં પરંતુ નવાં ઉત્પાદનો, એન્જિનીયરિંગ, ગ્રાહકો સુધી વિસ્તરતી પહોંચ અને ભારતમાંથી વૈશ્વિક સ્તરે રજૂ કરી શકાય તેવી બ્રાન્ડ્સ ઊભી કરવાની મહત્વાકાંક્ષા સાથે આગળ વધશે.

== સમાપ્ત ==

Related posts

ફ્રી સ્ટ્રીમ કરોઃ LG ચેનલ્સ LG સ્માર્ટ ટીવીમાં 100થી વધારે ચેનલો લઈ આવી

viratgujarat

ગુજરાતના સ્નેક્સ, તૂફાનનો જોશ

viratgujarat

ભારતબેન્ઝે મહારાષ્ટ્રમાં પોતાની હાજરીનો વિસ્તાર તાલેગાંવ અને માલેગાંવમાં બે નવા અધિકૃત ડીલરશીપ સાથે કર્યો

viratgujarat

Leave a Comment