Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારા માટે બાળકોથી માંડીને વૃદ્ધ ‘જેન જી’ :પૂજ્ય મોરારી બાપુ

  • ચૈતન્ય મહાપ્રભુની ભૂમિ બાઉલોની – દીવાનોની ભૂમિ છે
  • દર્પણ એટલે જેનામાં દર્પ ન હોય, દર્પ(અભિમાન અહમ) મુક્ત મન એટલે દર્પણ
  • જરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ.. કહી યે વો તો નહીં… કહી એ વો તો નહીં

    અમદાવાદ, ગુજરાત | ૨૧ નવેમ્બર ૨૦૨૬ | ‘માનસ ભારત સ્વાસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે મોડીરાત્રે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની પાવન ભૂમિ માયાપુર પહોંચી હતી. આ ભૂમિ પર કીર્તન પરંપરામાં મહાપુરુષ ચૈતન્યનું પ્રાગટ્ય થયું હતું. અહીં ઈસ્કોનનું મંદિર છે. તલગાજરડાને ત્રિભુવનીય ભૂમિને ચૈતન્ય મહાપ્રભુમાં સ્વસ્તિકના દર્શન થાય છે. એ સ્વસ્તિક ચાર રેખાઓ કઈ કઈ? (1) અશ્રુ (2) ગુરુ અને ગુરુમંત્રનો આશ્રય (3) ચૈતન્ય જીવનના ચાર આશ્રમમાંથી પસાર થયા છે. અને (4) નિરંતર – અવિરત હરીનામ – પ્રભુ સ્મરણનો શ્રમ (સાર્થક શ્રમ) અશ્રુ અને આશ્રય સુધી પહોંચવા માટે ક્યારેક જનમો જનમ નીકળી જાય છે. ચૈતન્ય પરંપરામાં આ ચાર સ્તિથિમાંથી જે સાધક પસાર થાય પછી નિંદા અને પ્રશંસા (સ્તુતિ) થી પર થઈ જાય છે. જેને રાત્રે નિદ્રા ઓછી થઈ જાય અને દિવસે નિદ્રા ઓછી થઈ જાય એ સાધુ છે.

    માણસે આ પાંચ સ્થાનો પર વ્યવહારિક વાતો ન કરવી જોઇએ (1) સ્મશાનમાં કોઈના અંતિમ સંસ્કાર થતા હોય ત્યારે વ્યવહારિક વાતો ન કરવી જોઈએ. આજે કલી પ્રભાવને કારણે લોકો સ્મશાનમાં પણ વ્યવહારિક વાતો કરતા હોય છે.   (2) કોઈ બીમાર પાસે જઈએ ત્યારે પણ વ્યવહારિક વાતો ન કરાય (3) દેવ મંદિરમાં વાતો ન કરવી જોઈએ (4) કોઈ મહાત્મા પાસે બેઠા હોઈએ ત્યારે પણ વ્યવહારિક વાતો ન કરવી જોઈએ (5) કથા સાંભળતી વખતે વ્યવહારિક વાતો ન કરવી જોઈએ

    આ પરમ ભૂમિ પર વલ્લભાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુનું મિલન થયું છે. બંને વચ્ચે પરસ્પર આધ્યાત્મિક સંવાદ થયો છે. ત્યારે ચૈતન્યજી એ કહ્યું કે, ગાયના શીંગડા પર રાયનો દાણો જેટલી ક્ષણ રહે એટલી ક્ષણ પણ કૃષ્ણ પ્રભુ – હરિનામ લેવાય તો પ્રયાપ્ત છે. કૃતકૃત્ય થઈ જવાય. તણખલાથી પણ હળવા થઈને અને વૃક્ષની જેમ સહિષ્ણુ બનીને કૃષ્ણનું નામ લેવું. માણસ પાંચ પ્રકારના વેગ પર કાબૂ મેળવી લે તો જીવન સાર્થક થઈ જાય. વાણીના આવેગ પર કાબૂ મેળવવો, એટલે કે મનના વેગ પર કાબૂ મેળવવો ભોજન પર કાબૂ એટલે કે ઉદર- પેટનો આવેગ અને અહંકારનો આવેગ. આ સર્વ વેગો પર કાબૂ મેળવવો જોઈએ તો હરી મળે ! મીરાંબાઈ દ્વારકાધીશમાં સમાઈ ગયા, વિઠોબામાં તુકારામ અને નિરંતર અવિરત હરી- કૃષ્ણ – પ્રભુનું સ્મરણ કરતા – કરતા ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીમાં ઓતપ્રોત થઈ ગયા. અધ્યાત્મ જગતમાં આ શક્ય છે. મને એમાં જરાય સંદેહ નથી પણ આપણને ભરોસો,  શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઇએ. રૂપ ગૌસ્વામી, જીવ ગૌસ્વામી ચૈતન્ય મહાપ્રભુ અને સનાતન તત્ત્વ – આ કલ્યાણમયી સ્વસ્તિક છે.

    કથારત્નો રજૂ કરતા પૂજ્ય શ્રી મોરારી બાપુએ કહ્યું કે, અયોધ્યામાં દર્પણ છે, લંકામાં દર્પણ નથી : સાકેતવાસી પં. રામ કિંકરજી. વિચાર વિવેક જેવું જ્ઞાન નથી જપ સમાન કોઈ યજ્ઞ નથી,  સત્ય સમાન કોઈ ધર્મ નથી અને મૌન જેવું કોઈ તપ નથી. મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. માનસમાં જનકપુરી દર્શન, પુષ્પવાટિકા દર્શન, રંગભૂમિ દર્શન (ધનુષ ભંગ) અને રામવિવાહ દર્શન એ કલ્યાણમય સ્વસ્તિક છે. તોરા મન દર્પણ કહેલાયે, ભલે બુરે સારે કરમો કો દેખ ઔર દિખાયે… યા દેવી સર્વભૂતેષુ કથારૂપેણ સંસ્થિતા : લાભ શંકર પુરોહિત, ચૈતન્ય મહાપ્રભુની આ અશ્રુ અને આશ્રયની ભૂમિ છે. રાત રહે જ્યાં હરે પાછલી ખટઘડી સાધુપુરુષને સૂઈ ન રહેવું. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમા કોણ જાશે…

== સમાપ્ત ==

Related posts

ગ્રીન હાઉસિંગ: નેટ ઝીરો અને ટકાઉક્ષમ શહેરી જીવનનો માર્ગ

viratgujarat

70% ભારતીય મહિલાઓ નિયમિત રીતે બચત કરે છે, પરંતુ માત્ર 40% રોકાણ કરે છે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ અભ્યાસ

viratgujarat

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર સર્વાઇકલ દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે ‘હર હોપ ‘ ઇનિશિયેટિવનું આયોજન

viratgujarat

Leave a Comment